SURAT

વરાછાના હીરાના વેપારીને મિત્રની પત્નીએ આપી વિચિત્ર ધમકી, કહ્યું બીજી વાર દેખાયો છે તો..

સુરત(Surat) : હીરાના વેપારીએ (Diamond Trader) મજૂરાગેટ ખાતે મિત્રનો ફ્લેટ (Flat) પસંદ પડતાં 8.15 લાખ રૂપિયા ચૂકવી વેચાણ દસ્તાવેજ (Sell Deed) કર્યો હતો. ત્યાર પછી ચાર વર્ષ સુધી કોઈના કોઈ બહાને ફ્લેટ ખાલી નહીં કરતાં લાલજીભાઈ ફ્લેટનો કબજો લેવા ગયા હતા. ત્યારે મિત્રની પત્નીએ છેડતીના (Teasing) કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં અંતે હીરા વેપારી લાલજીભાઈએ લેન્ડ ગ્રેબિંગની (Land Grabing) ફરિયાદ નોંધાવી હતી.

  • મજૂરા ગેટમાં ફ્લેટ વેચ્યા પછી પણ ખાલી નહીં કરતાં મિત્રની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
  • ફ્લેટનો દસ્તાવેજ થયા પછી પણ ફ્લેટ ચાર વર્ષ ખાલી નહીં કર્યો
  • લાલજીભાઈ કબજો માંગવા ગયા તો મિત્રની પત્નીએ છેડતીના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી

મોટા વરાછા ખાતે વિશ્વનાથ સોસાયટીમાં રહેતા 47 વર્ષીય લાલજી ધરમસિંહ સાવલિયા કાપોદ્રા ખાતે હીરાનું કારખાનું ધરાવે છે. વર્ષ-2014માં મજૂરાગેટ શંખેશ્વર કોમ્પ્લેક્સ અલંકૃતિ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.એ-803માં રહેતા જિગ્નેશ કીર્તિલાલ શાહ તથા તેમનાં પત્ની રેખાબેને આ ફ્લેટ વેચવા કાઢ્યો હતો. જિગ્નેશભાઈએ આ અંગે લાલજીભાઈને વાત કરી હતી. લાલજીભાઈને ફ્લેટ પસંદ પડતાં ખરીદી અંગે વાત કરી 8.15 લાખમાં લેવાનું નક્કી કર્યું હતું. બાદમાં ટુકડે ટુકડે 8.15 લાખ રોકડા ચૂકવી આપતાં દસ્તાવેજ પણ રજિસ્ટ્રાર કરી આપ્યો હતો. ફ્લેટ ખરીદી લીધા પછી દસ્તાવેજ થયા પછી પણ જિગ્નેશભાઈ તેમના પરિવાર સાથે ત્યાં રહેતા હતા. તેમને થોડા દિવસ ત્યાં રહેવા માટે હા કહેતાં તેઓ ત્રણેક મહિના ત્યાં રહ્યા હતા. ત્યારબાદ અવારનવાર ફ્લેટ ખાલી કરવા કહેતાં વાયદો કરતા હતા. વર્ષ-2016-17માં લાલજીભાઈ ફ્લેટ ખાલી કરી કબજો આપવાનું કહેવા જતાં જિગ્નેશભાઈની પત્નીએ છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈને લાલજીભાઈએ મિત્રની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી.

પાંડેસરામાં મોડીરાત્રે જર્જરિત મકાનની ગેલેરી તૂટી પડતાં એકનું મોત
સુરત: પાંડેસરા વિસ્તારમાં ધરમનગર સોસાયટીમાં એક જર્જરિત મકાનની ગેલેરી તૂટી પડતા સ્થળ પર ભાગદોડ અને અફડાતફડી મચી ગઈ હતી. જયારે ઘટનાને પગલે લોકો ગભરાઈ ગયા હતા. આ જર્જરિત મકાનની નીચે જ ત્રણ યુવકો બેઠા હતા. તેમની પર જ સ્લેબ પડતા ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા જે પૈકી એકનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, પાંડેસરાની ધરમનગર સોસાયટીમાં એક મકાન જર્જરિત હાલતમાં હતું. રવિવારે કાલે રાત્રે સોસાયટીમાં જ રહેતા અજય રમાશંકર સીંગ (ઉ.વ. 35) અને અન્ય બે મિત્રો મકાનની નીચે બેઠા હતા. અચાનક જ મકાનની ગેલેરી તૂટી પડી હતી, જેનો સ્લેબ સહિતનો કાટમાત્ર યુવકો પર પડ્યો હતો. સ્લેબ તૂટી પડવાનો અવાજ આવતા જ સોસાયટીના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ત્રણેયને હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં અજય સીંગને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. અજય સીંગને બે સંતાન છે અને વેલ્ડીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈ કાલે રાત્રે તે જમીને ત્યાં મકાનની નીચે બનાવેલા ઓટલા ઉપર બેસવા માટે ગયો હતો અને મોત થયું હતું.

Most Popular

To Top