uncategorized

હત્યાનો વીડિયો ડીલિટ કરાવવા દબાણનો જેની પર આક્ષેપ છે, સામે આવ્યું તે પાટીદાર આગેવાનનું નામ

સુરત: (Surat) પાટીદાર આગેવાન કરૂણેશ સામે ગ્રીષ્માના (Grishma) પરિવારજનો દ્વારા અપાયેલી ફરિયાદ બાદ તેની પૂછપરછ સીટ દ્વારા કરવામાં આવી છે. એસીપી વનારે આ મામલે કરૂણેશને હાજર રહેવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. આ કરૂણેશની એસીપી ભગવતસિંહ વનાર દ્વારા આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. કરૂણેશ રોયલ પાટીદાર ગ્રુપનો (Royal Patidar Group) સ્થાપક છે. પાટીદાર સમાજમાં યુવા આગેવાન તરીકે કરૂણેશનું નામ મોટુ હોવાની વાત છે. અલબત છેલ્લા કેટલાક સમયથી તેની સામે ગંભીર ફરિયાદો ઉઠી હતી. તેમાં ફેનીલ તેનો રાઇટ હેન્ડ હોવાની વાત પણ સામે આવી છે. ગ્રીષ્માની હત્યા (Murder) પછી તેનો જે વિડીયો ઉતારાયો હતો તે ડીલિટ કરાવવા માટે કરૂણેશ સ્થળ પર આવ્યો હતો અને ત્યાં આવીને તેણે લોકોને ધાક ધમકી આપી હોવાની ગંભીર બાબત પણ સામે આવી છે. આ મામલે ગ્રીષ્માના પરિવારજનો દ્વારા પણ કરૂણેશનું બેકિંગ હોવાના કારણે જ ફેનીલે સરેઆમ ગ્રીષ્માની હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા છે.

  • ગ્રીષ્મા હત્યા કેસમાં યુવા પાટીદાર આગેવાનની આઠ કલાક પૂછપરછ
  • જેની પર હત્યાનો વીડિયો ડીલિટ કરાવવા દબાણ કરવાનો આક્ષેપ છે તે કરૂણેશની કાલે પણ પૂછપરછ થશે
  • યુવા પાટીદાર અગ્રણીની ભૂમિકા અંગે છપ્પનની છાતી ધરાવતાં પાટીદાર આગેવાનોના મોંઢા કેમ સિવાઇ ગયા?
  • કરૂણેશે ગ્રીષ્માની હત્યાનો વિ઼ડીયો ડીલીટ કરવા માટે દબાણ કર્યુ હોવાનો પરિવારજનોના ગંભીર આક્ષેપ
  • પોલીસે છેલ્લા પાંચ દિવસમાં કરૂણેશના મોબાઇલ લોકેશન ટ્રેસ કરવાનુ શરૂ કર્યુ
  • પરિવારજનોના આક્ષેપ પછી તપાસ માટે આખી પોલીસ ટીમ લગાવી

કરૂણેશ ગઇ કાલે હાજર નહીં રહેતા આજે તે હાજર થયો હતો. એસીપી વનારે જણાવ્યુંકે ફેનીલ સાથે હત્યામાં કરૂણેશની કોઇ ભૂમિકા છે કે નહી તેની તેઓ તપાસ કરી રહ્યાં છે. અલબત આ મામલે આજે સતત આઠ કલાક સુધી તેઓની પૂછપરછ કરવામાં આવી છે. જે આવતી કાલે પણ ચાલુ રાખવામાં આવશે. ફેનીલ તે કરૂણેશના તમામ કામો કરતો હોવાની વાત છે. તેથી હવે એસીપી વનારે તેની કડી હત્યા સાથે સંકળાતી નથીને તેની જાણકારી મેળવવા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પાટીદાર સમાજના નામે મોટા બની ગયેલા પાટીદાર આગેવાનો કરૂણેશના મુદ્દે કેમ એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી તેવી પણ ચર્ચા પાટીદાર સમાજમાં જ ચાલી રહી છે.

પોલીસ દ્વારા છેલ્લા પાંચ દિવસથી કરૂણેશનું મોબાઇલ લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. તેમાં ફેનીલ સાથે ફરતાં કરૂણેશ પર હવે ગંભીર આક્ષેપો થઇ રહ્યાં છે. કરૂણેશ દ્વારા ગ્રીષ્માની હત્યાનો વીડિયો ડિલીટ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અલબત આ મામલે પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમાં આજે સતત પૂછપરછ કરવામાં આવ્યા બાદ પોલીસ હવે પૂરાવા એકત્ર કરવા માંડી છે. પાટીદાર સમાજનાઆગેવાન કરૂણેશ આ મામલામાં ભૂમિકા ચર્ચામાં આવી ચૂકી છે. અલબત હજુ સુધી તેની કોઇ ભૂમિકા સ્પષ્ટ થઇ નથી. આ મામલે આવતા દિવસોમાં રેન્જ આઇજી દ્વારા તપાસમાં કોઇ ધડાકો થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. અલબત કરૂણેશની બીજી બાજુ એ છે કે સમાજમાં રાજકીય તેના દુશ્મનો મોટી સંખ્યામાં છે. ત્યારે આ મામલે વાસ્તવમાં હિસાબ કિતાબ ચૂકતે થઇ રહ્યો છે કે, પછી સાચેજ કરૂણેશની કોઇ ભૂમિકા છે. તે મામલો પોલીસ તપાસમાંજ સ્પષ્ટ થવા પામશે.

Most Popular

To Top