Entertainment

બિગ બોસની કમાન કોઈ બીજાને સોંપાશે? દબંગ ખાનનો આ જવાબ ચોંકવનારો

મુંબઈ: બિગ બોસ (Big Boss) આજે ઈંન્ડિયાનો સૌથી મોટો રિયાલિટી શો (Reality show) બની ચૂક્યો છે. બિગ બોસની TRP વધુ આવવાનું કારણ તેનો હોસ્ટ સલમાન ખાનને (Salman Khan) મળે છે. દબંગ ખાન આ શોની ઓળખ છે. ઘણાં ફેન્સ એવાં છે જે માત્ર સલમાનના કારણે આ શોને ફોલો (Follow) કરે છે. ત્યારે આ વચ્ચે એવી અફવાએ જોર પકડ્યું હતું કે સલમાન ખાન આ શોમાં હવે હોસ્ટ (Host) તરીકે દેખાશે નહિં જેનાં કારણે તેનાં ઘણાં ફેન્સના દિલ પણ તૂટી ગયા હતા.

હાલમાં બિગ બોસનાં OTT વર્ઝનનાં વીકેન્ડ વોરના એપિસોડમાં સલમાન ખાન જોવા મળ્યો ન હતો જેનાં કારણે ચર્ચાએ જોર પક્ડયું હતું કે સલમાને અધવચ્ચેથી જ શોને અલવિદા કહી દીધું છે. આ ઉપરાંત વીકેન્ડ વોરમાં સલમાનની કમી ભારતી અને કૃષ્ણા અભિષેક પૂરી કરી હકી. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે સલમાનના હાથમાં સિગરેટ છે અને તે શોને હોસ્ટ કરે છે.

બિગ બોસનાં OTT પ્લેટફોર્મ પર સલમાન સિગરેટ પીતો હોય તેનાં કારણે લોકોએ તેને ટ્રોલ કર્યો હતો જેનાં કારણે તે વીકએન્ડ વોરના એપિસોડમાં જોવા મળ્યો ન હતો. આ અંગે ધણાં લોકોએ એવો દાવો પણ કર્યો છે આ વીડિયો વાઈરલ થવાના કારણે સલમાન ક્રિએટિવ ટીમથી પણ ગુસ્સે છે. ટ્રોલર્સનું એવું કહેવું છે કે ક્રિએટીવ ટીમની લાપરવાહીના કારણે સલમાને ટ્રોલ થવું પડી રહ્યું છે.

આ તમામ વચ્ચે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે દર વર્ષે આવી અફવાઓ જોર પકડે છે કે સલમાન બિગ બોસ શોમાં હોસ્ટ તરીકે જોવા મળશે નહિં. ત્યારે આ વચ્ચે દબંગ ખાને જણાવ્યું હતું કે તેઓ આ શો સાથે ઈમોશનલી એટેચ છે. બિગ બોસ ઓટીટીનાં લોન્ચના સમયે જ દબંગ ખાને આ વાત સ્વીકારી હતી. સલમાને કહ્યું હતું કે હું હંમેશા કહું છું કે એટેચમેન્ટથી દૂર રહેવું જોઈએ પણ બિગ બોસ અલગ છે હું ઘણાં વર્ષોથી આ શો હોસ્ટ કરી રહ્યો છું આ મારા જીવનનો એક ભાગ છે.

જણાવી દઈએ કે સલમાન ખાન છેલ્લાં 13 વર્ષથી બિગ બોસને હોસ્ટ કરી રહ્યાં છે. શોની ઓળખ પણ સલમાન ખાનથી જ થાય છે. આમ તો બિગ બોસને ઘણી મોટી હસ્તીઓ હોસ્ટ કરી ચૂકી છે જેમાં અરશદ વારસી, શિલ્પા શેટ્ટી, અમિતાભ બચ્ચન, સંજય દત્ત, કરણ જોહર જેવી હસ્તીઓના નામ શામિલ છે. જો કે સલમાને આ હોસ્ટની કમાન છેલ્લે સંભાઈ અને શોને એક અલગ ઓળખ મળી હતી. ત્યારે બિગ બોસને OTT પર દર્શાવવામાં આવી રહ્યું છે ગયા વર્ષે OTT પર આ શોને દર્શાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે આ શોને કરણ જોહરે હોસ્ટ કર્યો હતો.

Most Popular

To Top