National

15 વર્ષ જૂના આ કેસ મામલે દલેર મહેંદીની ધરપકડ, 2 વર્ષની સજા

નવી દિલ્હી(New Delhi): પંજાબ (Punjab)ના લોકપ્રિય(Popular) ગાયક (Singer) દલેર મહેંદી (Daler Mehndi)ને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ગાયકને 15 વર્ષ જૂના કબુતરબાજીના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ગુરુવારે પટિયાલા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પંજાબની પટિયાલા કોર્ટે દલેર મહેંદીની બે વર્ષની સજાને યથાવત રાખી છે. આ મામલામાં સુનાવણી દરમિયાન પટિયાલા કોર્ટે દોષી ઠેરવ્યો હતો અને પછી તેને સજા સંભળાવી હતી. આ 2003ના કબૂતરખાનાનો કિસ્સો છે. આ કેસમાં દલેર મહેંદી અને તેના ભાઈ વિરુદ્ધ કુલ 31 કેસ નોંધાયા હતા. પટિયાલા કોર્ટના ચુકાદા બાદ કોર્ટમાં દલેર મહેંદીની ધરપકડ(Arrest) કરવામાં આવી છે.

  • પ્રખ્યાત પંજાબી સિંગર દલેર મહેંદીની ધરપકડ
  • 15 વર્ષ જુના કબૂતરબાજી કેસ મામલે કરાઈ કાર્યવાહી
  • પટિયાલા કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી

વર્ષ 2003માં દલેર મહેંદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાનો આરોપ હતો. એવું કહેવાય છે કે આ કરવા માટે દલેર મહેંદીએ લોકો પાસેથી તગડી રકમ એકઠી કરી હતી. 1998 અને 1999 ની વચ્ચે, દલેર મહેંદીએ સાન ફ્રાન્સિસ્કો અને ન્યુ જર્સીમાં ઓછામાં ઓછા 10 લોકોને ગેરકાયદેસર રીતે છોડી દીધા હતા. આ પછી દલેર મહેંદી અને તેના દિવંગત ભાઈ શમશેર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ નોંધાયા બાદ બંને ભાઈઓ વિરુદ્ધ 35 જેટલી ફરિયાદો નોંધાઈ હતી. બલવેડા ગામના રહેવાસી બક્ષીશ સિંહની ફરિયાદ પર પટિયાલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

સજા સંભળાવ્યાના 30 મિનિટ મળ્યા હતા જામીન
બંને ભાઈઓ લોકોને વિદેશ લઈ જવા માટે પેસેજ મની તરીકે 1 કરોડ લેતા હતા. પરંતુ લોકોની ફરિયાદ મુજબ, સોદો ક્યારેય પાક્યો ન હતો અને તેમના પૈસા ક્યારેય પરત કરવામાં આવ્યા ન હતા. 2006માં દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલી તેમની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી કેસ ફાઈલના દસ્તાવેજો અને પાસના પૈસા મળી આવ્યા હતા. 2018માં, પંજાબની પટિયાલા કોર્ટે 2003ના કબુતરબાજીના કેસમાં દલેર મહેંદીને દોષિત જાહેર કર્યો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી. પરંતુ સજા સંભળાવ્યાના 30 મિનિટ બાદ જકોર્ટે જામીન આપી દીધા હતા.

Most Popular

To Top