Vadodara

પાદરામાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીનો અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત

પાદરા: પાદરાના વડુ પોલીસ સ્ટેશનમાં માસારોડ ઓપીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરવામાં આવ્યો. પાદરાના વડુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિણીતાનો મૃતદેહને વડું સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં પેનલડોકટર થી પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલ ચિરાગગીરી ના પત્ની અંકિતાબેન એ  અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કર્યો હોવાનું નોંધાયું હતું. પંખા પરઓઢણી બાંધી પરિણીતા એ જીવન ટુંકાવ્યું હતું. પરિણીતા મૂળ ગીર સોમનાથના તાલાલા ના હરમતગિરી ગામની રહેવાસી હોવાનું જણાઇ આવ્યું છે પરણિતાના પરિવારજનોએ ગૃહકંકાસ અને ત્રાસ ના કારણે ઘટના બની હોવાના આક્ષેપ કર્યા પરિવાર ના પાંચ જન સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા જેમાં ચિરાગસહિત તેનો ભાઈ નિર્ભય તેના પપ્પા પરષોત્તમ તેના મમ્મી હંસા અને બહેન જલ્પા મળી કુલ પાંચ પરિવાર જનો પર આક્ષેપ કરવામાંઆવ્યા હતા અને સાથે દારૂ પી ને હેરાન તથા ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોલીસ કોસ્ટેબલ ચિરાગગિરિ સરકારી હોસ્પિટલ માં દાખલ થઈ નાટક કરતો હોવાનો પરિણીતાના પિયર પક્ષે આક્ષેપ કર્યો હતો અનેપરણિતાના પરિવારજનો વડોદરા જિલ્લા પોલીસવડાની કચેરીએ ફરિયાદ આપવા પહોંચ્યો હતો.

અંકિતાના રહસ્યમય મોત અંગે પરિવારને આશંકા, પેનલ પીએમની માગણી
માસરરોડ આઉટપોસ્ટના પોલીસ કોન્સ્ટેબલની પત્ની અંકિતાએ કરેલ રહસ્યમય આપઘાત પ્રકરણમાં અંકિતાના પરિવાર એ મોત અંગે શંકા વ્યક્ત કરી હતી આ અંગે પરિવારજનોએ વડોદરા જિલ્લા પોલીસ વિભાગના ડીવાયએસપીને પણ રજૂઆત કરી હતી ભાઈ રવિએ અંકિતાના મોતની તટસ્થ તપાસ કરવામાં આવે સાથે જ અંકિતાના મોતનું સત્ય સામે આવે તે માટે પેનલ ડોક્ટરોની ટીમ પોસ્ટમોર્ટમ કરે તેવી પણ માંગ કરી હતી.

મારી બહેનનું મરવાનું કારણ ઘર-કંકાસ અને ત્રાસ
આ સ્યુસાઇડ નથી મર્ડર છે. જ્યાં સુધી સંતોષકારક જવાબ નહી મળે અને ન્યાય નહિ મળેત્યાં સુધી જઈશું નહિ. ચિરાગ હજી સુધી હમને મળ્યો નથી અને સરકારી દવાખાને દાખલ છું કહી ગોળ ગોળ ફેરવી રહ્યો છે મારી બહેનનું મરવાનું કારણ ઘર કંકાસ અને ત્રાસ થી છે. (રવીજતી ગોસ્વામી, પરિણીતાનો ભાઈ)

5 વર્ષના દાંપત્યજીવનમાં છેલ્લા 4 વર્ષથી ત્રાસ
૫ વર્ષ ના લગ્ન જીવન માં ૪ વર્ષ થી ત્રાસ આપે છે. ઘરમાં કોઈ બોલાવતું નથી હોવાનું ફોન માં જણાવ્યું હતું અને ચિરાગ પણ મને એની સાથે બોલવાનું ના કહ્યું હતું. અમે તેડી જવા કીધું તો હમણાં નહિ આવવા કહ્યું ૨ દિવસ પછી લેવા આવવા કહ્યું.      (પરિણીતાની માતા)

Most Popular

To Top