National

PM મોદીના મોટાભાઈની કારને નડ્યો અકસ્માત : પરિવારના આટલા સભ્યો થયા ઘાયલ

કર્ણાટક:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) મોટા ભાઈ પ્રહ્લાદ મોદીની (Prahlad Modi) ગાડીને (Car) અકસ્માત (Accident) નડ્યો હોવાની ખબર મંગળવારે બપોરે સામે આવી હતી. કર્ણાટકના મૈસૂરમાં (Mysore) આ દુર્ઘટના થઇ હતી. મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની જ્યારે પ્રહ્લાદ મોદી પોતાની કારથી બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા.ત્યારે તેમની મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમના સાથે હતા. આ ઘટનામાં પ્રહ્લાદ મોદી, તેમની વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના દીકરા અને ડ્રાઈવર સત્યાનારાયણને સામાન્ય ઈજા પહોંચી છે.

પ્રહલાદ મોદી એક ગુજરાત કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના અધ્યક્ષ છે
આ સમાચાર ત્યારે સામે આવ્યા હતા જયારે મધ્યપ્રદેશમાં બૈતુલ જિલ્લામાં મધ્યપ્રદેશમાં પ્રહલાદ મોદી એક સામાજિક કાર્યક્રમમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રહલાદ મોદી એક ગુજરાત ફેયરપ્રાઈસ શોપ્સ અને કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના અધ્યક્ષ છે.સામાજિક કાર્યક્રમમાં સામેલ પ્રહલાદ મોદીએ પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં મફતની લાલચ આપનારા લોકો આવે છે અને ચાલ્યા જાય છે. ગુજરાતની જનતાએ એ લોકોને કહ્યું છે કે ગુજરાત લેનાર નથી, આપનાર છે. એટલે ગુજરાતમાં જે પરિણામો આવ્યા છે, જેની તમને બધાને આ વાતની જાણ છે.

ગુજરાતની જનતા સમજી વિચારીને જ મત આપે છે
વધુમાં વાતચીત દરમ્યાન તેમણે કહ્યું હતું કે વર્ષ 2024માં પણ ભારતીય જનતા પાર્ટી જ સત્તામાં રહેશે અને આપણા વડા નરેન્દ્રભાઈ જ બનશે. પત્રકારોએ તેમને પૂછ્યું કે શું મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મોડલને અનુસરવામાં આવશે, તેના પર જવાબ આપતાં તેમણે કહ્યું કે, આ તો ભાજપ પાર્ટીના હોદ્દેદારો જ કહી શકશે. અમે સામાન્ય લોકો છીએ. મારા મત મુજબ, ગુજરાતની જનતા સમજી વિચારીને જ મત આપે છે. ગુજરાત અને મધ્યપ્રદેશના મુદ્દાઓ અલગ-અલગ છે. મધ્યપ્રદેશમાં કઈ વિચારધારાથી મતદાન થાય છે.તે તમેં લોકોને વધુ જાણ છે.

પ્રહલાદ મોદીની દીકરીએ આપ્યા હતા સમાચાર
પ્રહલાદ મોદીની દીકરી સોનલ મોદીએ આ અંગે વાત કરતાં જણાવ્યું કે, અમારી બે ગાડીને અકસ્માત થયો છે. મૈસુર પાસે અકસ્માત થયો છે. બધાની તબિયત સારી છે. હાલ ત્રણેય લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે. પુત્ર વધુને આંખ અને દાઢી પાસે વાગ્યું છે. મારા ભાઈને આંખના ભાગે વાગ્યું છે. મારા પપ્પાની તબિયત સારી છે.

Most Popular

To Top