Top News

અમેરીકામાં રસી લીધેલા લોકો હવે માસ્ક વગર ફરી શકે છે

કોરોના( corona) સંક્રમણ નો ભોગ બનેલું અમેરિકા હવે આ રોગને હાથતાળી આપી રહ્યું છે. યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (cdc) એ કહ્યું છે કે યુ.એસ. માં રસી ( vaccine) અપાયેલા લોકો હવે માસ્ક ( mask) પહેર્યા વિના અથવા 6 ફૂટના અંતરે તેમની પ્રવૃત્તિઓ કરી શકે છે. જો કે, તે સ્થળોએ જ્યાં આ રસીકરણ ( vaccination) ચાલુ છે ત્યાં સરકારે હજી પણ પ્રતિબંધ લાદ્યા છે ત્યાં આ નિયમ લાગુ થશે નહીં.

અમેરિકામાં રસીકરણનું કામ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. અહીં લગભગ તમામ પુખ્ત વયે રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાળકોમાં રસીકરણને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે.પ્રમુખ જો બિડેને આ માટે સીડીસીની પ્રશંસા કરી છે . બિડેને કહ્યું કે થોડા સમય પહેલા મને ખબર પડી કે સીડીસીએ સંપૂર્ણ રસી અપાવનારા લોકો માટે માસ્ક લગાવવાની આવશ્યકતા દૂર કરી છે. આ એક મોટી સિદ્ધિ છે. તે એક મહાન દિવસ છે. આ શક્ય હતું કારણ કે આપણે દેશના મોટાભાગના અમેરિકનોને ખૂબ ટૂંકા ગાળામાં રસી આપી છે.

બિડેને કહ્યું, “અમારા ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ દ્વારા છેલ્લા 144 દિવસથી વિશ્વનું નેતૃત્વ કરવામાં આવ્યું છે.” અને તે ઘણા લોકોની મહેનતથી સફળ રહ્યું. વૈજ્ઞાનિકો , સંશોધનકારો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, નેશનલ ગાર્ડ, યુ.એસ. સૈન્ય, ફેમા, બધા રાજ્યપાલો, ડોકટરો, નર્સોએ ખૂબ મહેનત કરી છે.

Most Popular

To Top