Top News

More Posts

   The Latest

Most Popular

ગણેશ વિસર્જનના દિવસે વડોદરા શહેરના વારસીયા ધોબી તળાવ તથા પ્રાર્થના ફ્લેટ પાસે કારમાંથી 1.14 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. વિદેશી દારૂ,મોબાઇલ અને  બે કાર મળી રૂ.4.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગણેશ વિસર્જનને લઇને પોલીસ દ્વારા વારસીયા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરાઇ રહ્યું હતું. દરમિયાન સ્ટાફના માણસો વારસીયામાં જે.કે.કોર્નર પાસે પહોંચતા બાતમી મળી હતી કે જીતેન્દ્ર ઉર્ફે બાન્ટો કારમાં વિદેશી દારૂ ભરી લાવ્યો છે અને હાલમાં ધોબી તળાવ તરફથી વારસીયા મંગુ ભજીયાની લારી તરફ આવવાનો છે. જેના આધારે પોલીસે મંગુ ભજીયાની લારી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન દારૂ ભરેલી કાર ધોબીતળાવ તરફથી આવતા તેનો પોલીસે રોકી હતી. કારમાં જીતેન્દ્ર ઉર્ફે બાન્ટો સંપતસિંહ ચૌહાણ (રહે. સ્વાદ કવાર્ટસ ગુરુદ્વારાની પાછળ વડોદરા) બેઠેલો હતો. જેથી તેને કારમાંથી નીચે ઉતારી તપાસ કરતા રૂ. 75 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તેની દારૂનો જથ્થો કોના ત્યાંથી લાવ્યો હતો અને કોને ત્યાં આપવા માટે જવાનો છે તેવું તેવી પુછપરછ કરતા વારસીયાની એસ કે કોલોનીમાં રહેતા હેમંત ઉર્ફે બાબુ સચવાણીને આપવાનો હોવાનો જણાવ્યું હતું. જેથી પોલીસે વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળી રૂ. 2.77 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હેમંત સચવાણીને વોન્ટેડ જાહે કર્યો છે. બીજા બનાવમાં પાણીગેટ વિસ્તારમાં રહેતો દિપેશ ઉર્ફે દિપક કહાર કારમાં વિદેશી દારૂ ભરીને પ્રાર્થના ફ્લેટ તરફ જઇ રહ્યો છે.  જેના આધારે પોલીસે દિપેશ કારને કાર સાથે ઝડપી પાડ્યો હતો.  ત્યારે કારમાંથી મળી આવેલા રૂ. 39 હજારના વિદેશી દારૂ અને કાર મળી રૂ.1.89 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. જ્યારે ફરાર સુખરામ ઉર્ફે રાહુલ રાઠવા (રહે. છોટાઉદેપુર)નો વોન્ટેડ જાહેર કર્યો હતો.

To Top