પ્રતિનિધિ વડોદરા તા 16 ડભોઇ રોડ પર સોમા તળાવ વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતી મહિલા પોતાના પતિના પાનના ગલ્લાના પગથીયા પર બેઠા હતા....
સુરતઃ સુરત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે સજ્જ અને સક્ષમ છે.રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલૂસ કાઢવા મંજૂરી આપી અનોખો દાખલો બેસાડ્યો સૈયદપુરાની...
સુરત: શહેર પોલીસ આજે ઇદે મિલાદ અને બીજા દિવસે ગણેશ વિસર્જન છે ત્યારે પોલીસના ભવાં હાલમાં અદ્ધર થઇ ગયા છે. સૈયદપુરામાં પથ્થરમારા...
સુરત: ડિંડોલીમાં દોઢ વર્ષની બાળકી 18 જેટલા મેગ્નેટિક મણકા ગળી ગઇ હતી. સ્મીમેર હોસ્પિટલમાં તેની સફળ સર્જરી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી...
નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રમ્પ...
કવાંટ : મધ્યપ્રદેશમાંથી ગુજરાત રાજ્યમાં શાકભાજીની આડમાં લઈ જવાતા પીકઅપ ડાલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરનો કુલ કિ.રૂ. ૭,૧૧,૩૮૦નો પ્રોહી મુદ્દામાલ કવાંટ પોલીસે...
અમદાવાદઃ સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાને સવારે વાવોલમાં...
ઘટનાચક્રની ગતિ હંમેશાં અકળ હોય છે. ક્યારેક એ રૉકેટ ગતિએ ભાગે છે, તો ક્યારેક ગોકળગાયની ગતિએ ઢસરડા કરતું ચાલે છે. જે હોય...
એક સમય હતો, લગભગ બે અઢી દશક અગાઉ, જયારે ભારતમાં પાકિસ્તાની ક્રિકેટરો સેલીબ્રિટીઓ હતા. એ પછી પાકિસ્તાનની ત્રાસવાદતરફી નીતિઓ અને ઘરઆંગણાની આર્થિક...
આપણે અવારનવાર સાંભળીએ છીએ કે શિક્ષણ કથળી રહ્યુ છે. આ બાબતે ચાલો થોડી વિગતે ચર્ચા કરીએ. શીક્ષકોની ફરજ શિક્ષણ આપવાની હોય છે...
હાલ ક્રુડ તેલ 21 ટકા જેટલું સસ્તું થયું છે છતાં સરકાર પેટ્રોલ કે ડીઝલનો ભાવઘટાડો કરવાના મૂડમાં નથી. જ્યારે પણ ક્રુડ તેલના...
આમ તો ખુરશી એટલે ચાર પાતળા પાયાવાળું આધાર સાથેનું મધ્યમ પ્રકારનું આસન. અલબત્ત,ખુરશી એ માનનું કે પદ-હોદ્દા અમલનું સ્થાન કહેવાય. કોઈ સારા-માઠા...
મનુષ્ય હોય કે પ્રાણી, સૌને હાથે-પગે નખ હોય છે. તૃણાહારી પ્રાણીઓના નખને ખરી કહેવાય છે અને માંસાહારીઓને નહોર હોય છે. માનવ અને...
‘ગુજરાતમિત્ર’ની શૉ ટાઈમ પૂર્તિમાં ‘બીજો અમિતાભ હવે કોઈ નહીં બને. રણબીર કપૂર પણ નહીં’ એ વાત સાચી જ છે. ફિલ્મી કે પછી...
મેડીકલ સારવાર અત્યંત મોંઘી બનેલ હોઇ ઘણીવાર મેડીકલેઇમ ઉતરાવનાર કંપનીઓ મોટી રકમનો મેડીકલેઇમ વિમો હોવા છતા દવાના કરેલ સાચા ખર્ચાઓ મંજુર કરતી...
હિમાચલ પ્રદેશ એવું રાજ્ય છે કે, જે માત્ર અને માત્ર ફરવાના સ્થળ તરીકે જાણીતું છે. તેનું કુદરતી સૌંદર્ય જોવા માટે દેશ વિદેશથી...
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે કહ્યું કે એકવાર એક નેતાએ તેમને વડાપ્રધાન પદ માટે સમર્થનની ઓફર કરી હતી. જો કે, ગડકરીએ આ...
સુરત: શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત સીટી બસ તેમજ બીઆરટીએસ બસો શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ...
કામરેજ: પરબ ગામે ઓમ ઈન્ડસ્ટ્રીઝ પાન મસાલો ખાઈને રૂમ આગળ થુકતાં બે પક્ષો વચ્ચે મારામારી થતાં કામરેજ પોલીસ મથકમાં બન્ને પક્ષોએ સામ...
એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતે લોકોએ હલ્લો મચાવ્યો. ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા લોકોએ વીજ કર્મીઓને આડે હાથ લીધા . વડોદરા શહેરના બરાનપુરા...
ગાંધીનગર: સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રિ – દિવસીય ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. પીએમ મોદીની...
નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો ભારે અકસ્માત, રોંગ સાઈડ એ આવ્યા બાદ પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા. કારમાંથી વિદેશી શરાબની બોટલ પણ...
એસીબીની તપાસમાં આરોપી, તેની પત્ની અને પુત્રના મળી 7 ખાતા મળ્યાં જેમાં 26.57 લાખ બેલેન્સ ભોયાનું ધરમપુર ખાતેનું લોકર સીઝ, તેના પરિવારના...
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીએમ પર પરથી રાજીનામાની જાહેરાત બાદ મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશીએ આમ આદમી પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી...
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં જુદા જુદા ત્રણ સ્થળોએ અકસ્માત સર્જાયા હતા. જોકે આ અકસ્માતોમાં કોઈ જાનહાનિ...
કોઇ દિવસ પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાય અને કોઇની જાન જોખમમાં મુકાશે તો કોણ જવાબદાર ? સિધ્ધાર્થ બંગ્લોઝના રહીશોમાં ગેરકાયદે પાર્ક થતાં વાહનો તથા...
ડભોઈ તાલુકાના વસઈ ગામે વર્ષ-૨૦૨૨માં કાર ચઢાવીને મારી નાખવાનો પ્રયાસ કરનારને ૫ વર્ષની કેદ થઈ હતી.બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ડભોઈ પોલીસ સ્ટેશનમાં...
અકોટા વિસ્તારના ઉર્મી ચાર રસ્તા નજીક ફરી એકવાર પડ્યો વિશાળ ભૂવો વડોદરા નાં રાજમાર્ગો પર ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત પ્રતિનિધિ વડોદરા તા....
મરાઠી મહોલ્લામાં પાણીની લાઈન નાખી હવે કહે છે ગટરો જાતે સાફ કરાવો : લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી,વહેલીતકે પાણી આપવા માંગ કરી...
કોર્પોરેશનના ભ્રષ્ટ વહીવટના કારણે 1 વર્ષ સુધી ભક્તો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરે, મંડળે લીધો નિર્ણય આજવા રોડ એકતાનગર ખાતે રોડ રસ્તાની...
વાઘોડિયા બ્રિજ હાઇવે પર ટ્રીપલ અકસ્માત કોઈ જાનહાનિ નહીં
હરણી બોટ કાંડ બાદ તળાવમાંથી નીકળેલો કાટમાળ તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટ માં મૂકી દેવાયો
બંધારણના આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દોને હટાવવાની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી
તુર્કીમાં ઉતર્યા બાદ રશિયાના વિમાનમાં આગ લાગી, લિથુઆનિયામાં DHLનું કાર્ગો વિમાન ઘરમાં ઘુસી ગયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી વધુ ઠંડી નલિયામાં 13.4 ડી.સે.
8 બાય 8 ની ટેલરની નાની દુકાનનું લાઈટ બીલ અધધ.. 86 લાખ
અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત…
મોંઘવારીમાં લોકોને થોડી રાહત, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો…
28 વર્ષ બાદ રણછોડરાયજીને તોપથી સલામી અપાશે
“મારો આ ધરતી પરનો સમય સમાપ્ત થઈ ગયો..” લખી બીલીમોરાના યુવાને આત્મહત્યા કરી લીધી
વડોદરા : માંજલપુરમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ એમપીનો પેડલર ઝડપાયો
નરસિંહજીની પોળમાં ટેમ્પો નો ત્રાસ, કોર્પોરેટર જેલમ ચોકસીને બોલાવ્યા પણ નહિ આવતા લોકોમાં રોષ
બાંગ્લાદેશમાં હિંદુઓનું નેતૃત્વ કરનાર ઈસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ
વડોદરા: વહીવટી વોર્ડ નંબર 14 ના વિસ્તારમાં દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી
તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું દાન નહીં લે! CM રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત
રિષભ પંતને 27 કરોડમાં ખરીદી લખનૌની ટીમના માલિક પસ્તાયા, કહ્યું- વધારે રૂપિયા આપી દીધા!
ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી
મહાયુતિમાં તિરાડ! CM પદ પર શિંદે સેનાના દાવાથી ભાજપ નારાજ, વિનય સહસ્ત્રબુદ્ધે કહી આ વાત
ટ્રાફિક સમસ્યા નિવારવા સુરત પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરી લોકો પાસે લીધા સજેશન, પછી કર્યો આ આદેશ
IPL Auction: ભુવનેેશ્વર પર લાગી 10.75 કરોડની બોલી, અફધાનિસ્તાનના ખેલાડીને મુંબઈએ 4.80 કરોડમાં ખરીદ્યો
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
પર્થમાં ભારતનો મહાવિજયઃ બુમરાહની સેનાએ 295 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડ્યું
પ્રતિનિધિ વડોદરા તા 16
ડભોઇ રોડ પર સોમા તળાવ વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતી મહિલા પોતાના પતિના પાનના ગલ્લાના પગથીયા પર બેઠા હતા. તે દરમિયાન એક શખ્સ તેમના ગળામાંથી રુ.90 હજારનું બે તોલા સોનાનું મંગલસૂત્ર તોડીને ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે રીઢા આરોપીને ગાજરાવાડીથી ગણેશનગર તરફ જતા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને વાડી પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપ્યો છે.
વડોદરાના ડભોઇ રોડ પર સોમાતળાવ વિસ્તારમાં આવેલા મહાનગર વુડાના મકાનમાં રહેતા આધેડ વયના મહિલા પોતાના પતિના પાનના ગલ્લાના પગથીયા પર બેઠા હતા. તે દરમિયાન તેમના વિસ્તારોમાં અગાઉ રહેતા સમીર ઉર્ફે સદ્દુ હનીફ પટેલ પાનના ગલ્લા પર આવ્યો હતો. જેથી મહિલાએ તેમને શું જોઈએ છે તેવું પૂછ્યું હતું. પરંતુ સમીરે કંઈ બોલ્યો ન હતો અને એકાએક જ મહિલાએ ગળામાં પહેરેલું 90 હજારનું બે તોલાનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર ગયો હતો. મહિલાએ બુમાબૂમ કરતા પતિએ તેની પાછળ દોડીને પીછો કર્યો હતો પરંતુ રીઢો આરોપી હાથમાં આવ્યો ન હતો. મહિલાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ મંગળસૂત્ર તોડીને ફરાર થઈ ગયેલા શખ્સની શોધખોળ કરી રહી હતી. દરમિયાન હ્યુમન સોર્સીસના આધારે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે મંગળસૂત્ર તોડીને ભાગનાર રીઢો આરોપી સમીર ઉર્ફે સદુ પટેલ ગાજરાવાડીથી ગણેશ નગર તરફ જઈ રહ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબની જગ્યા પર પહોંચીને રીઢા આરોપી સમીર પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે વાડી પોલીસ સ્ટેશનમાં સોંપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રીઢા આરોપી સમીર ઉર્ફે સદુ પટેલ વિરુદ્ધ અગાઉ બાપોદ અને વાડી પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ તથા મારામારીના ગુનાઓ નોંધાયેલા છે.