Top News

More Posts

   The Latest

Most Popular

ફાયર બ્રિગેડ દ્વારા જર્જરિત મકાન અંગે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી :

એક મહિલાને હાથ અને માથામાં વાગ્યું છે. મકાનની હાલત ખરાબ છે, ગમે ત્યારે ઉતારવું પડી શકે છે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.13

વડોદરા : શહેરના બાજવાડાની શેઠ શેરીમાં આવેલા મકાનની છતનો ભાગ શુક્રવારે સવારે 9 વાગ્યાના અરસામાં ધરાશાયી થવાના કારણે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.બંનેને ફાયર લાશ્કરો દ્વારા રેસ્ક્યૂ કરીને દવાખાને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે.આ ઘરમાં નીચેના ભાગે અક્ષરો બનાવવાનું કારખાનું ચાલતું હતું.આ ઘટનામાં મહિલાને વધુ ઇજાઓ પહોંચી હોવાનું ફાયર સુત્રો જણાવી રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા જર્જરિત મકાન અંગે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી છે.

વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં આવેલા શેઠ શેરીમાં આશરે 60 વર્ષથી વધુ જુના મકાનની છત ધરાશાયી થતા ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.અને કાટમાળમાં ફસાયેલા મહિલા સહિત 2 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ મામલાની વધુ તપાસ માટે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ઘર માલિક જિતેન્દ્ર પંચાલે જણાવ્યું કે, અચાનક જ મકાન પડી ગયું હતું. તેમાં મારી પત્ની અને મારી દિવ્યાંગ દિકરી બે ફસાયા હતા. હું તે સમયે મારી દુકાનમાં હતો. ઘટના થઇ કે તુરંત હું દોડી આવ્યો હતો. હમણાં સુધી મારા પત્નીને રેસ્ક્યૂ કરીને મોટા દવાખાને લઇ જવામાં આવ્યા છે. આ મકાન 60 વર્ષથી જુુનું છે. આગળ ભાડુઆત છે. નીચે સ્ટીલના અક્ષરો બનાવવા માટેનું કારખાનું ચાલે છે. પાડોશીના કહ્યા મુજબ ઘરમાં મહિલા અને તેમની દિવ્યાંગ દિકરી હાજર હતા. મહિલા રસોડાના ભાગે હતા. અને તેમની દિકરી પાછળના ભાગમાં હતા. મહિલાને માથાના ભાગે વાગ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા બંનેનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. ઘરમાં કુલ ત્રણ લોકો રહેતા હતા. નીચે અક્ષર બનાવવાનું કારખાનું ચાલે છે.

સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમે જણાવ્યું હતું કે, દાંડિયા બજાર કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. બાજવાડા શેઠ શેરીમાં ઘર પડ્યું અને માણસો ફસાયા તેવો કોલ આવ્યો હતો. એક મહિલાને હાથ અને માથામાં વાગ્યું છે. મકાનની હાલત ખરાબ છે, ગમે ત્યારે ઉતારવું પડી શકે છે. અમે નિર્ભયતા શાખાને જાણ કરી છે. તેઓ આવશે, ત્યાર બાદ અમે જઇશું.

To Top