Top News

More Posts

   The Latest

Most Popular

આપણે મંદિરે ભગવાનનાં દર્શન કરવા જઇએ ત્યારે મંદિરમાં મોટી રકમ પ્રભુનાં ચરણોમાં મૂકીએ છીએ, જયારે મંદિર બહાર બેઠેલાં ભિખારીને રૂપિયો પણ આપતા નથી. ભંગાર લેનાર માણસ પોતાની પત્ની સાથે ધગધગતા તાપમાં ભંગાર લેવા આવે ત્યારે પોતાના નાના બાળકને લારી નીચે ઝોળી બાંધી સુવડાવી ફરતા હોય છે ત્યારે પ્લાસ્ટિકના પાંચ લીટરિયા તેલના ડબ્બાના પાંચ રૂપિયા લેતા ખંચકાતા નથી. તેના નાના છોકરા માટે જતા કરતા નથી. તે જ પ્રમાણે ઘરે ઘરે શાકભાજી વેચવા આવતા ફેરિયા સાથે ભાવમાં રકઝક કરી ખરીદીએ છીએ જયારે મોટી હોટલમાં જમ્યા બાદ 20 થી 80 રૂપિયા ટીપ આપવામાં મહાનતા સમજે છે.

કયારેક જન્મદિન પ્રસંગે ગરીબ વસાહત જઇ 10 રૂપિયાની દૂધની કોથળી અથવા પાંચ રૂપિયાવાળા બીસ્કુટના પડીકા લઇ નાના ભૂલકા સાથે બેસી દૂધ પીવડાવી અથવા બીસ્કુટ ખવડાવીએ ત્યારે તેના ચહેરાની મુશ્કાન, દોડતું દોડતું મા પાસે જઇ ‘દાદાએ કાકાએ આઈલુ બોલશે. આ છે સંવેદના. મોટાં મોટાં મંદિરો બનાવાય છે, સોનાથી મઢાય છે! માનવમહેરામણ ઉભરાય છે. જયારે વાસ્તવિક વેદના પ્રાપ્ત અહેવાલ મુજબ-ગુજરાતમાં જ 2018ના વર્ષ 1.18 કુપોષિત બાળકો હતાં જે 2023માં વધીને 5.70 લાખ થયાં છે. આ જોતાં વેદના વધી રહી છે. સંવેદના મરી પરવારી છે.
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top