નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 સમયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir) એક મોટો મુદ્દો બની ગયો છે. ભારતીય જનતા પાર્ટીના (Bharatiya...
સુરત: (Surat)) સુરત શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની હીટવેવની (Heat Wave) આગાહી વચ્ચે આજરોજ મંગળવારે ગરમીનો પ્રકોપ થમોર્મીટરના પારા ઉડાવી 42 ડિગ્રીએ...
આણંદ શહેરના અમીના મંજીલ પાસે અંડર ગ્રાઉન્ડ ગરનાળુ બનાવતા સમયે અકસ્માત ભેખડ નીચે દબાયેલા મજુરોને તાત્કાલીક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં...
હમીદપુરા – રતનપુરા ચોકડી પાસે અકસ્માત સર્જાયો (પ્રતિનિધિ) ઉમરેઠ તા.21 ઉમરેઠના ઓડ સારસા રોડ પર હમીદપુરા – રતનપુરા ચોકડી પર પુરપાટ ઝડપે...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યભરમાં સ્માર્ટ મીટરને (Smart Meter) લઈ વીજ ગ્રાહકો ભારે વિરોધ કરી રહ્યા છે. વડોદરા, રાજકોટ, જામનગર સહિત અનેક શહેરોમાં વીજ...
શિક્ષક યુવતીને લઇ લગ્નમાં મુકવા જતાં હતાં તે દરમિયાન રસ્તામાં જ તેમને આંતરી લોખંડની કાંસથી મારમાર્યો (પ્રતિનિધિ) લુણાવાડા તા.21 લુણાવાડાના હિન્દોલીયા ગામના...
વડોદરા , ૨૧ વાઘોડિયા વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય પુરુષનું વધારે માત્રામાં દારૂ પી જવાથી સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. જોકે આ...
ફિલ્ટરેશન પ્લાન્ટ ફ્લોપ | નડિયાદના શુદ્ધ પાણીનો દાવો પોકળ સાબિત થયો : દૂષિત પાણીના કારણે રોગચાળામાં 150 લોકો સપડાયા ઝાડા-ઉલટી થયાના 24...
વારાણસીઃ (Varanasi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે ‘માતૃશક્તિ’ સંમેલનમાં 25 હજારથી વધુ મહિલાઓ...
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને (Manish Sisodia) દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જામીન (Bail) મળ્યા નથી. દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર...
કોવિડ (Covid) KP.2 અને KP.1 ના નવા પ્રકારો જેણે સિંગાપોરમાં (Singapore) તબાહી મચાવી હતી તે હવે ભારતમાં પણ ફેલાવા લાગ્યા છે. સત્તાવાર...
બારડોલી: (Bardoli) સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. ગરમીમાં સ્ટ્રોકની સાથે હાર્ટ એટેકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બારડોલીના...
સુરત: સ્માર્ટ મીટરના લીધે વધુ વીજવપરાશ થતો હોવાની ફરિયાદ અને વિરોધ વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરતમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની...
લંડનથી (London) સિંગાપોર (Singapore) જતી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટમાં એક મુસાફરનું મોત થયું છે. પ્લેનમાં ઘણા મુસાફરો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે....
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એપ્રિલના બીજા સપ્તાહથી શહેરના પીપલોદ વિસ્તારમાં સ્માર્ટ મીટર ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ...
ઈરાનના રાષ્ટ્રપતિ (Iran President) ઈબ્રાહિમ રઈસીના (Ibrahim Raisi) આકસ્મિક નિધનથી સમગ્ર વિશ્વ આઘાતમાં છે. ઈરાનમાં શોકની લહેર છે. મંગળવારે હજારો લોકો તેમના...
ભાવનગર: ભાવનગરના બોરતળાવમાં ગોઝારી ઘટના બની છે. અહીં નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ આજે બપોરે તળાવ કાંઠે કપડાં ધોવા અને ન્હાવા માટે ગઈ...
મુંબઇ: મુંબઈમાં (Mumbai) અમીરાતના પ્લેનની ટક્કરથી એક રાજહંસોનું ટોળું મૃત્યુ પામ્યુ હતું. ઘટના સોમવારે રાત્રે બની હતી. અકસ્માતના (Accident) કારણે મુંબઈના ઘાટકોપર...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) સપા પ્રમુખ અખિલેશ યાદવની (Akhilesh Yadav) રેલીઓમાં મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થયા હતા. આ કારણે તેમની...
અતિશય ગરમીના પગલે હીટવેવનો શિકાર બનતા નાગરિકોની સેવા માટે 108ની ટીમ એલર્ટ મોડ પર વડોદરા, તા.રાજ્યમાં હાલ હિટવેવ ચાલી રહી છે. ત્યારે...
નવી દિલ્હી: પ્રિયંકા ચોપરા એક એવી અભિનેત્રી છે જે માત્ર બોલિવૂડમાં જ નહીં હોલીવુડમાં પણ પ્રખ્યાત છે. આખી દુનિયામાં લોકો તેને પસંદ...
શહેર ભાજપના નેતાઓના વધી રહ્યો છે અહમનો ટકરાવ, સરદાર એસ્ટેટ નવીન પંપિંગ સ્ટેશન અને રાજીવ નગર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તૈયાર થતા...
શિનોર: શિનોર તાલુકાના દિવેર ગામે વાડામાં પાણી ભરતી પત્નીને ઉશ્કેરાયેલા પતિએ ગળાના અને જડબાના ભાગે ધારિયાના બે ઘા મારી સ્થળ પર જ...
સુરત: ડિંડોલીમાં જાહેરમાં યુવકની હત્યાના વિરોધમાં આજે સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાવી દીધો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે બુધવારે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે બિહારના (Bihar) પૂર્વ ચંપારણ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ...
સુરત: આ વખતે ગરમીએ તોબા પોકારાવી દીધી છે. આખાય દેશમાં સૂર્ય અગનગોળા વરસાવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. ડિગ્રીના આંકડા રોજ ઉપર...
નવી દિલ્હી: દિલ્હી એક્સાઈઝ પોલિસી (Delhi Excise Policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી હતી. સિસોદિયાની કસ્ટડી...
ભારતના સંવિધાન આર્ટિકલ 21 એ મુજબ છ થી 14 વર્ષના બાળકો માટે શાળાનું ભણતર સંવિધાનિક હક : તપાસ શબ્દ જ ભયંકર ખોટો...
ફતેગંજ વિસ્તારના લોકોનું વીજ કચેરી ખાતે ધરણા પ્રદર્શન ગરમીમાં એટેક આવી જશે જવાબદારી કોની ? : સ્થાનિક રહીશો ( પ્રતિનિધિ ) વડોદરા...
સુરત: ડી.જી.વી.સી.એલ. દ્વારા પીપલોદ વિસ્તારમાંથી સ્માર્ટ વીજ મીટર નાંખવાની શરૂઆત થઇ ત્યારથી જ આ મુદ્દે શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે....
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 સમયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir) એક મોટો મુદ્દો બની ગયો છે. ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) વિવિધ નેતાઓ વારંવાર કાશ્મીરને પાકિસ્તાનના કબજામાંથી જલ્દી મુક્ત કરાવવાની વાત કરી રહ્યા છે. હવે મધ્યપ્રદેશના (Madhya Pradesh) પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) પણ પીઓકેને લઈને મોટો દાવો કર્યો હતો.
ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે કોંગ્રેસ અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ‘દેશ તોડવાનો’ આરોપ લગાવ્યો હતો. શિવરાજે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘દેશને એક સાથે લાવશે.’ તેમણે કહ્યું હતું કે જો ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાશે તો મોદી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) પાછું લાવશે. આ સાથે જ શિવરાજે ભારતના પહેલા પીએમ જવાહરલાલ નેહરુની કાશ્મીર નીતિ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ અને નેહરુએ દેશને તોડ્યો – શિવરાજ
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસ અને નેહરુએ દેશને તોડવાનું પાપ કર્યું હતું. જો નેહરુએ 1947નું યુદ્ધ અટકાવ્યું ન હોત અને તેને વધુ ત્રણ દિવસ ચાલુ રાખવા દીધું ન હોત તો આજે આખું કાશ્મીર ભારતનો ભાગ હોત અને પીઓકે પાકિસ્તાનના કબજામાં ન હોત. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ઘણા નેતાઓ પીઓકેને લઈને નિવેદન આપી ચુક્યા છે.
નરેન્દ્ર મોદી દેશને સાથે લાવશે
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે દક્ષિણ દિલ્હી ભાજપના ઉમેદવાર રામવીર સિંહ બિધુરીના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી હતી. અહીં તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર દેશને તોડવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને એક સાથે લાવશે. શિવરાજે એમ પણ કહ્યું કે ભગવાને પીએમ મોદીને દેશમાંથી દુષ્ટતા ખતમ કરવા માટે મોકલ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ દેશ સમૃદ્ધ થયો છે અને વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે.
PoK ભારતનો ભાગ છે- અમિત શાહ
આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે કહ્યું હતું કે PoK ભારતનો ભાગ છે અને તેના પર ભારતનો અધિકાર છે, તેને કોઈ નકારી શકે નહીં. ફારુક અબ્દુલ્લા અને કોંગ્રેસના નેતાઓ આજે કહી રહ્યા છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. પીઓકેની માંગ કરશો નહીં. હું તેમને પૂછવા માંગુ છું કે શું 130 કરોડની વસ્તી ધરાવતો દેશ કોઈના ડરથી પોતાના અધિકારો છોડી દેશે? રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે પાકિસ્તાનના સન્માનની વાત કરીને તેમની પાર્ટીના લોકો શું કહેવા માંગે છે?