Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓ હોય 70 વર્ષીય વૃદ્ધાના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ ટીમો ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજ સહિત આસપાસના લોકોના નિવેદનના આધારે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં પોલીસનો જાણે કોઈ પ્રકારનો ડર ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. તાજેતરમાં જ તરસાલી વિસ્તારમાં એનઆરઆઈ યુવકની રીક્ષામાં બેસાડી એક ખેતરમાં લઈ જઈ માર મારી લૂંટી લીધો હતો. ત્યારે ફરી તરસાલી રોડ વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવતા ચારેકોર ચકચાર મચી જવા પામી છે.જેમાં એવી વિગત છે કે શહેરના તરસાલી રોડ વિસ્તારમાં આવેલી ભાઈલાલ પાર્ક સોસાયટીમાં લૂંટના ઇરાદે 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની નિર્મમ હત્યા કરીનાખવામાં આવી છે. લૂંટારો એ વૃદ્ધા પર ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોય વૃદ્ધા લોહી લુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યા હતા. લુટારોએ લૂંટને અંજામ આપવા માટે સોસાયટીમાં આવેલા તેમના ઘરની લાઈટ બંધ કરી દીધી હતી. જેથી વૃદ્ધા ગરમીના કારણે ઘરમાંથી બહાર આવ્યા હતા ત્યારે જ લૂંટારો હોય ચાકુના ગા મારવાનું શરૂ કરી દીધું હતું ત્યારબાદ તેઓએ સોનાની ચેન અને કાનની બુટી લુંટી ને લુંટારુ ફરાર થઈ ગયા હતા. તરસાલી વિસ્તારમાં લૂંટ મર્ડર ની ઘટના ની પોલીસને જાણ થતા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર અને જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક પોલીસ સહિત ડીસીબી એલસીબી પીસીબી સહિતની વિવિધ એજન્સીઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે લુટારોવાની શોધખોળ હાથ ધરી.

To Top