ડિપ્રેશનમાં આવેલ યુવતી હાઇવે પર આત્મહત્યાના વિચાર સાથે ફરતી જોવા મળતાં એક અજાણી વ્યક્તિએ અભયમને જાણ કરી.. અભયમ ટીમે યુવતીનું અસરકારક કાઉન્સેલિંગ...
કપડાં, મીઠાઇ, રંગોળી, સાજસજાવટની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોની ભીડ.. મોંઘવારી તથા ગત ઓગસ્ટમાં આવેલ પૂરમાં નુકશાન છતાં લોકોમાં તહેવારોની ઉજવણીનો થનગાટ.. દીવાળીના...
હોસ્પિટલને કોના આશીર્વાદ ડાયરેક્ટ કનેક્શન આપ્યું , જેનાથી પાણી ઓવરફ્લો થાય છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વડસર બ્રિજ પાસે યુનિટી હોસ્પિટલમાંથી થતા...
પ્રતિનિધિ વડોદરા તા.26 કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમિતનગર બ્રિજ પાસેથી સર્વિસ રોડ પર નવરંગ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જાહેર રોડ પર બેફામ અને આડેધડ...
વિશ્વની મહાસત્તા ગણાતી અમેરિકાનું ચલણ અમેરિકી ડોલરની આજે પણ બોલબાલા યથાવત છે. વિશ્વમાં ક્રુડ ઓઈલ કે પછી અન્ય ચીજ-વસ્તુઓની બે દેશ આપ-લે...
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં હવે કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ લાગી શકે છે. પક્ષીઓની વધુ વસ્તીને કારણે સ્વાસ્થ્યના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી...
નવી દિલ્હીઃ કોલ્ડપ્લે અને દિલજીત દોસાંજના ડિલુમિનેટી કોન્સર્ટની ટિકિટોના ગેરકાયદે વેચાણના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ, બેંગ્લોરમાં દરોડા પાડ્યા...
ગુજરાતના રાજકોટમાં 10 હોટલમાં બોમ્બની ધમકી મળી છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ પોલીસે સઘન ચેકિંગ પણ હાથ ધર્યું છે. ધમકીભર્યા ઇમેલમાં લખવામાં...
નવી દિલ્હીઃ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ભારત પરત મોકલવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ...
ખાલિસ્તાન તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) એ દિલ્હીની વ્હાઇટ લીફ પબ્લિક સ્કૂલમાં વડાપ્રધાન મોદી અને કેનેડાના પૂર્વ હાઈ કમિશનર સંજય વર્મા...
મુંબઈ: કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીએ આ યાદીમાં પોતાના 23 ઉમેદવારોના નામ જાહેર...
સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં બે વિમાનો વચ્ચે હવામાં ટકરાવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે સિડનીના દક્ષિણ-પશ્ચિમમાં બે હળવા વિમાનો વચ્ચે હવામાં...
પૂણેઃ બેંગ્લુરુમાં પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ પૂણે ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ભારત હારની નજીક પહોંચી ગયું છે. બેંગ્લુરુ...
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલતા ગામનો બનાવ શિક્ષણ જગતને શરમાવે તેવો બનાવ ફરી દાહોદ જિલ્લામાં બન્યો દાહોદ જિલ્લામાં ફરીથી શિક્ષણ જગતને શરમાવે...
એક તરફ શુદ્ધ પીવાના પાણીને લઈને અનેક વિસ્તારોમાં સમસ્યા ત્યાં પાલિકા દ્વારા પાણીનો વેડફાટ જોવા મળ્યો એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને...
શહેરમાં વિદેશી શરાબનો જથ્થો ઘુસાડવા બુટલેગરરો અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે દિવાળી પર્વ પર શહેરમાં દારૂની રેલમછેલ કરવા ઢોરને ખવડાવવા માટેના...
ત્રણ વન્યજીવોનો ઉમેરો,રીંછ, તાડ બિલાડી અને શિયાળ નવા મહેમાન આવ્યા : તમામને ક્વોરન્ટાઇન હેઠળ મુકવામાં આવ્યા, સમયગાળો પૂર્ણ થયા બાદ તમામને સામાન્ય...
ક્રાઈમ બ્રાન્ચે ગોત્રી રોડ વિસ્તારમાં ઝૂંપડામાં ઊંઘી રહેલા ચાર સાગરીતોને દબોચી લીધા, સોના ચાંદીના દાગીના સહિત 4.66 લાખ નો મુદ્દામાલ રીકવર.. છેલ્લા...
સુરતઃ થોડા દિવસ અગાઉ અડધી રાત્રે જાહેરમાં થાર કારના બોનેટ પર બેસી આતશબાજી કરી બર્થ ડે સેલિબ્રેટ કરી વિવાદમાં આવેલી સુરતના સિટિલાઈટ...
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા...
ફેસ્ટિવ સિઝન આવી રહી છે અને દિવાળીની ઉજવણી માટે તમે પણ એકદમ ઉત્સાહિત હશો. શું તમે આવનાર તહેવારમાં આઉટ ઓફ ધ બોક્સ...
પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ જનતાને ટ્રાફિક મુશ્કેલી ન પડે માટે વૈકલ્પિક રૂટ સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ વડોદરા તા.26 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત...
કોન્ટ્રાક્ટ પરના સફાઈ કર્મીઓ બોનસ ની માંગણી સાથે હડતાલ પર ઉતરી ગયા વડોદરા શહેરના ડોર ટુ ડોરની કચરા એકત્રીકરણની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટના...
નવી દિલ્હીઃ ઈઝરાયેલે શુક્રવારની રાતે ઈરાન પર મોટો હુમલો કર્યો હતો. ઈરાનની રાજધાની તેહરાનમાં મિસાઈલથી એટેક કર્યો હતો. તેહરાનમાં આખી રાત ધમાકા...
પૂણેઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ચાલી રહી છે. આજે મેચનો ત્રીજો...
વ્યક્તિ જો શારીરિક સ્વસ્થતા જાળવી રાખે, એના જેવું ઉત્તમ સુખ બીજું હોઈ ન શકે પરંતુ આજના ફાસ્ટફુડ જમાનામાં વ્યક્તિની સ્વાદની લાલસામાં તંદુરસ્તી...
શાળા, શિક્ષણ કે શિક્ષણપદ્ધતિ વિશે હાલ ઘણાં વિવેચકો અને સમાજનો અભિપ્રાય તંદુરસ્ત નથી. બાળક ઘર છોડીને ભાગી જાય, શાળામાં ગુલ્લી મારે, નાપાસ...
આજકાલનો જમાનો એટલે દેખાવો કરનારાની ભરમાર. ક્યારેક કોઈ દેખાવડાં જણાય અને તેનો ઠાઠમાઠનું દ્રશ્ય, પ્રદર્શન જોવા મળે તો તે દર્શનની પ્રક્રિયા આપણા...
જો આજે ગુજરાતી ભાષાના પ્રારંભિક સાહિત્યકાર, પત્રકાર, ભાષાશાસ્ત્રી નર્મદાશંકર લાલશંકર દવે ચમત્કારિક રીતે પુનર્જીવિત થઇ ફરી સુરતમાં અવતરે અને પોતાનું છાપું ‘દાંડિયો’...
યરવડાની સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીમાં નિવાસ, દિવસે મજૂરી કરતા પિતા દેવરામ રાત્રિ શાળામાં ભણીને ખેતી સ્નાતક થયા હતા. ચાર દીકરીઓ. ઝૂંપડપટ્ટીમાં રહેલી પુત્રીઓને અંગ્રેજી...
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 104 રન પર સફાયો, ભારતને 46 રનની લીડ
જવેલ્ડ હેરસ્ટાઇલિંગ
અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે
ખુશી આજે જ છે
માત્ર દિલ્હી જ નહીં આખા દેશમાં પ્રદૂષણનો મુદ્દો માનવજાત સામે મોટો ખતરો છે
ક્રીપ્ટોકરન્સી સ્કેમ : રાજકારણમાં આરોપ બીલો ધી બેલ્ટ
ડિપ્રેશનમાં આવેલ યુવતી હાઇવે પર આત્મહત્યાના વિચાર સાથે ફરતી જોવા મળતાં એક અજાણી વ્યક્તિએ અભયમને જાણ કરી..
અભયમ ટીમે યુવતીનું અસરકારક કાઉન્સેલિંગ કરી સુરક્ષિત હોસ્ટેલમાં પહોંચાડી..
પ્રેમીની હકીકતની જાણ થતાં ડિપ્રેશનમાં આવેલી વિદેશી વિદ્યાર્થિનીનું અસરકારક કાઉન્સિલગ કરતી અભયમ ટીમ વડોદરા. દરેક માતા પિતા ખૂબ ખર્ચ કરી,દેવું કરીને પોતાના બાળકોના સારા ભવિષ્ય, સારી કારકિર્દી બને તે માટે અભ્યાસ કરવા અન્ય શહેરોમાં રાજ્ય તથા દેશની બહાર મોકલે છે તો આ સમય ભણવાનો હોય છે તેમા મન લગાવી ભણવું જોઈએ. પરંતુ આજે ઇન્ટરનેટ,મોબાઇલ, ટીવી, ફિલ્મોમાં જોઇ આજના બાળકો દિશા ભટકી જતાં હોય છે જેનું પરિણામ ખૂબ ગંભીર આવે છે સાથે સાથે માતાપિતા ની આશાઓ પણ રોળાઇ જતી હોય છે.આવા જ એક કિસ્સામાંગત રોજ એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પ લાઇન અભયમને કોલ કરીને જણાવ્યું હતું કે, એક વિદ્યાર્થીની શહેરના બાયપાસ હાઇવે પર એકલા ફરી રહી છે અને તે યુવતી ખૂબ ચિંતિત દેખાય છે જેથી અભયમ રેસ્કયુ ટીમ સયાજીગંજ સ્થળ પર પહોચી હતી અને વિદ્યાર્થિની સાથે વાતચીત કરતા જાણાયું હતું કે,યુવતીને કોઈ યુવક સાથે મિત્રતા હતી સમયાંતરે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી પરંતુ બાદમાં તે યુવક પરણિત નીકળતા તે યુવતીને લાગી આવ્યું હતુ અને ડિપ્રેશનમાં આવી ગઇ હતી ડિપ્રેશન હેઠળ તે યુવતી આત્મહત્યાનો વિચાર કરતી હતી. અભયમ ટીમ દ્વારા તેને સાંત્વના આપી તે રહેતી હતી તે હોસ્ટેલમાં સુરક્ષિત પહોંચાડી હતી.
પ્રાપ્ત હકીકત અનુસાર વડોદરા શહેરની નામાંકીત યુનિવર્સીટીમાં નેપાળ દેશની વિદ્યાર્થિની અભ્યાસ માટે છેલ્લા બે વર્ષ થી આવેલી છે તેને એક યુવક સાથે પરિચય થતાં મિત્રતા થઇ હતી જે આગળ જતા પ્રેમમા પરિણમી હતી પરંતુ થોડા દિવસ પહેલા યુવતીને જાણવા મળ્યું હતું કે, તે યુવક પહેલેથી પરણિત છે અને યુવતીને અંધારામાં રાખી તેની સાથે પ્રેમ કરી રહ્યો હતો જેથી યુવતીની લાગણી ઘવાઇ હતી અનેયુવતી ડિપ્રેશનમાં રહેતી હતી.
અભયમ દ્વારા યુવતીને યોગ્ય સમજ આપવામા આવી હતી કે, એકબીજા સાથે આકર્ષણ થવું યોગ્ય છે મિત્રતા સુઘી બરોબર છે પરંતુ વધું આગળ વધતા પહેલા સાવધાની રાખવી જોઈએ આ કેસમાં સારી વાત એ છે કે, થોડાક જ સમયમાં યુવતીને યુવક વિશે જાણ થઇ હતી કે તે જેની સાથે પ્રેમ કરે છે તે યુવક તો પરણિત છે જેથી હવે સીમિત સબંધ રાખી શકાય બહુ લાગણીમાં આવી જવાની જરુર નથી કાલ્પનિક કરતા વાસ્તવિક દુનિયા અલગ જ હોય છે.
વિદ્યાર્થીનીને સાંત્વના આપી તેને ફરીથી અભ્યાસમાં મન લગાવવાની સલાહ આપી હતી તથા યુવતીની ઈચ્છાથી તેને હોસ્ટેલમાં મૂકવામાં આવી હતી.