Top News

More Posts

   The Latest

Most Popular

આપણી દરેક અદાલતોમાં આરોપીની તરફેણમાં કે એની વિરુદ્ધમાં વિટનેસ બોક્ષ (સાક્ષીનો કઠેડો) માં સાક્ષીઓને પવિત્ર ગ્રંથો ઉપર હાથ મૂકીને સોગંદ લેવડાવવામાં આવે છે. આ પ્રથા અંગ્રેજોના વખતથી ચાલી આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે સાક્ષી કે ગવાહ ઈશ્વરના નામે જે શપથ લે છે એ હકીકતમાં સાચી છે કે જૂઠી એ ન તો વકીલ નક્કી કરી શકે છે કે ન તો ન્યાયાધીશ નક્કી કરી શકે છે.

પરંતુ વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને બદલવાની પહેલ કોઈએ કરી નથી. સાક્ષીઓ ઈશ્વરના શપથ લઈને પણ જૂઠી ગવાહી આપે છે અથવા ફરી જાય છે. આ એક પ્રકારનો અદાલતોનો પ્રોટોકોલ (કરવા પૂરતો શિષ્ટાચાર) છે. આમ કરવાથી કોઈ આરોપીની જિંદગી બચી જતી નથી કે તે નિર્દોષ સાબિત થઈ શકતો નથી. હવે જેમ ન્યાયની દેવીની આંખો ઉપર બાંધેલી પટ્ટી હટાવી દેવામાં આવી છે એ રીતે આ પવિત્ર ગ્રંથો ઉપર હાથ મૂકીને લેવાતી કસમો અંગે પણ સરકારે તથા ઉચ્ચ કક્ષાના ન્યાયમૂર્તિઓએ ઠોસ કદમ ઉઠાવવાની જરૂર છે.
હાલોલ – યોગેશભાઈ આર. જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top