રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ ફ્લેશ લાઇટ જલાવશે. કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન સમજે અને એક્તાની તાકાતનો પરિચય થાય એ માટે મોદીએ આમ કરવા કહ્યું છે પણ આનાથી દેશની પાવરગ્રિડ સામે સંકટ પેદા થઈ શકે છે એવી ભીતિ ઊભી થઈ હતી. અચાનક લાઇટો બંધ થવાથી અને 9 મિનિટ્સ બાદ સામટી લાઇટો ચાલુ થવાથી વૉલ્ટેજ સર્જ આવી શકે એવી દહેશતને ટાઢી પાડતા સરકારે એમ કહ્યું કે એપ્લાયન્સીસને કોઇ પણ નુક્સાન થયા વિના માગમાં વેરિયેશનને હેન્ડલ કરવા માટે પૂરતા પ્રોટોકોલ્સ છે.
ઘણા રાજ્યોએ પાવર યુટિલિટિઝને પત્રો લખ્યા હતા અને વીજળીની માગમાં અચાનક ઘટાડો થવાની શક્યતાને પહોંચી વળવા પગલાં લેવા કહ્યું હતું. અત્યારે આમેય લૉકડાઉનના કારણે મોટા ભાગના ધંધા બંધ છે ત્યારે વીજળીની માગ 25% ઘટીને ૧૨૫.૮૧ ગિગાવૉટ્સ થઈ ગઈ છે.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું કે આનાથી ગ્રિડમાં અસ્થિરતા અને વૉલ્ટેજમાં ફ્લ્ક્ચ્યુએશન આવવાની સંભાવના છે જેનાથી ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસને નુકસાન એવી દહેશતો વ્યક્ત કરાઇ છે એ દહેશત અસ્થાને છે. ભારતીય ઇલેક્ટ્રિસિટી ગ્રિડ ખડતલ અને સ્થિર છે અને માગમાં વધઘટને હેન્ડલ કરવા માટે પૂરતી વ્યવસ્થા અને પ્રોટોકોલ્સ છે. વડા પ્રધાનની અપીલ માત્ર રાતે 9 થી 9 મિનિટ ઘરોની લાઇટ બંધ કરવા માટે છે. સ્ટ્રીટ લાઇટો કે ઘરના કમ્પૂટર્સ, ટીવી, પંખા, ફ્રિજ અને એસી જેવા ઉપકરણો બંધ કરવા માટે કોઇ આહવાન નથી. હૉસ્પિટલો અને અને જાહેર સેવાઓ, પોલીસ મથકો, આવશ્યક સેવાઓની લાઈટ્સ ચાલુ રહેશે. તમામ સ્થાનિક સંસ્થાઓને કહેવાયું છે કે જાહેર સલામતી માટે સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ રહેવા દેવી.
કેન્દ્રીય ઉર્જા સચિવ સંજીવ નંદન સહાયે પણ રાજ્ય પાવર વિભાગોના વડાઓને પત્ર લખ્યો કે રવિવારે રાત્રે 9 મિનિટના ગાળા દરમ્યાન ગ્રિડ બેલેન્સિંગ માટે કેન્દ્રએ પ્રોસીજર ઘડી કાઢી છે. આ પ્રોસીજર પ્રાદેશિક અને રાજ્ય લોડ ડિસ્પેચ સેન્ટર્સને અલગથી જણાવાશે. લોકો ખાત્રી રાખે કે ચિંતાની કોઇ જરૂર નથી અને રાબેતા મુજબ એમના એપ્લાયન્સીસ ચાલુ રાખે. ઉર્જા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે દરેકની કાળજી લેવાઇ છે એતલે ગ્રિડની સ્થિરતા પર કોઇ અસર નહીં પડે.
દરમ્યાન ઉત્તર પ્રદેશના સ્ટેટ લૉડ ડિસ્પેચ સેન્ટરે સ્ટેટ યુટિલિટિઝને વીજમાગમાં અચાનક ઘટાડાની શક્યતાને પહોંચી વળવા શ્રેણીબદ્ધ પગલાં લેવા કહ્યું હતું. તમિનાડુ ટ્રાન્સમિશન કોર્પોરેશને પણ આવી સૂચના આપી હતી.
માત્ર ઘરની લાઇટો બંધ કરવાની છે, ફ્રિજ સહિતના બાકીના ઉપકરણો ચાલુ રાખવા
સ્ટ્રીટ લાઇટો પણ બંધ ન કરવા સ્થાનિક સંસ્થાઓને કહી દેવાયું છે, હૉસ્પિટલો, પોલીસ મથકો, આવશ્યક સેવાઓની લાઇટો ચાલુ રહેશે
આ મોરચે કોઇ પણ ચિંતા કરવાની જરૂર નથી એવી ખાત્રી આપતા સરકારે કહ્યું કે આહ્વાન માત્ર સ્વૈચ્છિક રીતે લાઇટો જ બંધ કરવાનું છે. કમ્પ્યૂટર્સ, ટીવી, ફ્રિજ અને એસી સામાન્ય રીતે ચાલશે. વળી હૉસ્પિટલો, પોલીસ મથકો અને ઉત્પાદન સુવિધાઓ સહિતની તમામ આવશ્યક સેવાઓની લાઈટો અને સ્ટ્રીટ લાઇટો બંધ કરવાની નથી.
અનામ રહેવાની શરતે એક અધિકારીએ કહ્યું કે 10 થી 12 ગિગાવૉટ્સની માગ ઘટી શકે પણ એની નેશનલ પાવર ગ્રિડ પર કોઇ અસર નહીં પડે. દેશ આવો અંધારપટ પહેલીવાર નથી કરતો. અર્થ અવરમાં પણ આમ થાય જ છે. 2012માં ટેકનિકલ કારણોસર ગ્રિડ ફેલ્યોર થઈ હતી.
ગ્રિડને નુકસાન ન થાય એ માટે આજે હાઇડ્રો પાવર ઉત્પાદન ઘટાડી દેવાશે
ઇલેક્ટ્રિસિટી ગ્રિડના વ્યવસ્થાપન માટે જવાબદાર પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન લિમિટેડે કહ્યું કે ઘરેલુ લાઇટિંગનો લૉડ ૧૨-૧૩ ગિગાવૉટ્સથી વધારે નહીં હોય. સામાન્ય કામકાજથી ઊલટું લોડમાં ૧૨-૧૩ ગિગાવૉટ્સનો ઘટાડો 2-4 મિનિટ્સમાં થશે અને ૯ મિનિટ બાદ સુધરી જશે. લોડ અને રિકવરીમાં તીવ્ર ઘટાડાને હાઇડ્રો અને ગેસ સંસાધનોથી હેન્ડલ કરવો પડશે. તેનો ગેમપ્લાન એવો છે કે રવિવારે સાંજે ૬:10 થી ૮:00 દરમ્યાન હાઇડ્રો પાવર ઉત્પાદન ઘટાડી દેવું અને 9:00 વાગ્યાના કાર્યક્રમ માટે ફ્લેક્સિબિલિટી પૂરી પાડવા જાળવી રાખવું. સાથે જ પીક ડિમાન્ડને મેનેજ કરવા કોલસા આધારિત જનરેટર્સ અને ગેસ આધારિત પાવર સ્ટેશનોને એ રીતે શેડ્યુઅલ્સ કરાશે.
ભાજપના સાંસદ અને અટલબિહારી વાજપેયીના પીએમઓમાં સેવા આપનાર અમલદાર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે માત્ર લાઇટો બંધ કરવાથી વીજવપરાશમાં ૧૦-૧૫ ગિગાવોટ્સનો ઘટાડો આવી શકે. જો કે ચિંતાઓ ખોટી છે.
9 મિનિટના અંધારપટ માટે પાવર સિસ્ટમને આટલી બધી મથામણ બાદ આ રીતે મેનેજ કરાશે
9 મિનિટ આખો દેશ લાઇટો બંધ કરી દે અને પછી તરત સળગાવે તો અચાનક ઘટાડાથી ગ્રિડ કોલેપ્સ થવાની સંભાવના છે અને ત્યારબાદ ફરી ચાલુ થવાથી વૉલ્ટેજમાં ઉછાળો આવી શકે. પણ વીજળીમાં આ નાટ્યાત્મક ફેરફારોને અને એની ગ્રિડ પર અસર મેનેજ કરવા માટે સરકારે પૂરતી યોજના ઘડી છે. આખો એક્શન પ્લાન ઘડાયો છે એ નીચે મુજબ છે: