Top News

More Posts

   The Latest

Most Popular

આજકાલ આપઘાતના કિસ્સાઓ વધી ગયા છે. એનું એક કારણ ‘‘લોન’’ કે સામાજીક પ્રસંગ માટે ‘લોન’ મળે છે. આથી લોકો લોન ભરપાઈ કરવાની તાકાત ન હોય તો પણ લોન લઈને વસ્તુ લે છે. આવક ઓછી હોવાથી આ લોન તેવો ભરપાઈ નથી કરી શકતા પરીણામે તેવો ‘આપઘાત’ નો માર્ગ લે છે.

મનુષ્ય એની જેટલી આવક હોય એમાં જ જીવતો થઈ જાય તો આવી પરિસ્થિતી ન આવે. કોઈ વ્યકિતએ લોન લીધી હોય અને ઘરમાં એજ કમાનાર હોય અને અધવચ્ચે જ એનું મૃત્યુ થાય તો એના કુટુંબીજનો માટે લોન ભરપાઈ કરવાનું મુશ્કેલ બની જાય છે. સાચે જ ‘લોન’ વ્યકિતને દેવાદાર બનાવી આપઘાતને માર્ગે લઈ જાય છે.

સુરત     – ઉપેન્દ્ર કે. વૈષ્ણવ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top