Top News

More Posts

   The Latest

Most Popular

ઘણી વખત સોશ્યલ મિડિયા પર GM કે HBD જેવા ટૂંકાક્ષરી મેસેજ જોઈને મન વિચારતું થઈ જાય છે.. જ્યારે તમે તમારા સ્નેહી, સ્વજન કે ચિર- પરિચિતને ‘સુપ્રભાત’, ‘જન્મદિવસ મુબારક’, ‘Good Morning’, ‘Happy Birthday’ જેવી શુભેચ્છા પાઠવવાનું વિચારો છો, અલબત્ત, એવો વિચાર તમારા મનમાં જન્મે છે, એ વાત તો સારી જ છે, પણ એનો અમલ કરવામાં જે ટૂંકો માર્ગ પસંદ કરવામાં આવે છે.

એ જોતાં મારા મનમાં એક પ્રશ્ન જરુર ઉદભવે છે કે, આવો shortcut- ટૂંકો માર્ગ અપનાવનાર વ્યકિત કોઈ કલેક્ટર, મુખ્યમંત્રી કે વડાપ્રધાનની કક્ષાએ કાર્યરત્ હશે કે પછી બીજી કોઈ રીતે એટલી બધી વ્યસ્ત હશે કે પોતાના સ્નેહી, સ્વજન કે ચિર- પરિચિતને શુભેચ્છા પાઠવવા માટે વધુમાં વધુ માત્ર 10 સેકન્ડ્સ પણ ન ફાળવી શકે…?!! 

‘HBD’ લખી દીધાં પછી બચાવેલી પાંચ કે સાત સેકન્ડ્સમાં કયો એવો મહાન પ્રોજેક્ટ પાર પાડી દેવાનું એમનું આયોજન હશે ? કે પછી દેખાદેખી એક ફેશન થઈ પડી છે GM, HBD, GN લખવાની…?!! જો એ ફેશનના નામે પણ પ્રચલિત હોય તો પણ, આપણે એમાં અપવાદરૂપ કેમ ન બની શકીએ…?!! ખાસ કરીને, ભાષા સાથે જોડાયેલા અને ભાષા પર પ્રભુત્વ ધરાવતાં લોકો આવું આંધળુ અનુકરણ કરવાથી દૂર ન રહી શકે ?!!

સુરત- ચારુલતા અનાજવાળા            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top