કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં ૨૦૨૧-૨૨ના વર્ષ માટે બજેટ રજૂ કર્યુ તેને વાપીના રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલાઓએ આવકાર્યુ છે. વાપીના રીયલ...
કોરોનાને કારણે અટકી ગયેલી શૈક્ષણિક સીસ્ટમમાં મોડેમોડે પણ લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષામાં આખરે સુરતે ડંકો વગાડ્યો છે. સુરતનો વિદ્યાર્થી મુદિત અગ્રવાલ આખા...
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય જગ્યાએ કોરોનાની વેક્સિન લેનારા 20ને આડઅસર થઇ હતી. આ પૈકી 18 જેટલા પોલીસ કર્મચારીઓ હતાં. જ્યારે...
સુરત: (Surat) રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકા સહિતની (Municipal Corporation Elections) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે આજે પાર્લામેન્ટ્રી બોર્ડમાં...
સાપુતારા: ડાંગ (Saputara Dang) જિલ્લાનાં લહાનચર્યા ગામે બોલતી કાબર માધ્યમિક શાળાની સભ્ય બની છે. બાળકો જોડે શાળામાં રોજ આવતી આ કાબરે કુતુહલ...
નવસારી (Navsari): આપણા દેશમાં દારૂ- એક એવું વ્યસન છે, જેણે લાખો ઘરોને તબાહ કરી નાંખ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે છતાં ખુલ્લેઆમ દારૂના...
સુરત (Surat): રફ ડાયમંડ (Raw/ Rough Diamonds) સપ્લાઇ કરતી વિશ્વની સૌથી મોટી ડાયમંડ માઇનિંગ કંપની ડિબિયર્સના (De Beers Sa) 2020ના રફ ડાયમંડના...
અંકલેશ્વર: (Ankleshwar) વર્ષ 2021 માટે સોમવારે રજૂ થયેલા બજેટ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલે જણાવ્યું હતું કે બજેટ (Budget) શરૂ થવાના...
સુરત (Surat): સુરત (Surat), અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot) અને વડોદરામાં (Vadodara) કોર્ટ કાર્યવાહી બંધ રહેતા ચારેય વકીલ મંડળના પ્રમુખોની મીટીંગ મળી હતી....
સુરત: (Surat) રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Election) સુરત મહાનગરપાલિકાના વિકાસના કાર્યોની સાથે સાથે રામ મંદિરનો મુદ્દો પણ મહત્વનો બની શકે છે. ચૂંટણી...
સુરત (Surat): છેલ્લા 10 મહિનાથી શહેરમાં હાહાકાર મચાવનાર કોરોનાની (Corona Virus/Covid-19) હવે ધીરે ધીરે વિદાય થઈ રહી છે. 17 મી માર્ચે શહેરમાં...
વ્હાઇટ રણ તરીકે જગવિખ્યાત કચ્છ ગુજરાતીઓ માટે ફરવાના સ્થળોમાં મોખરે આવે છે જો કે આજ કચ્છના (kutch) ખાવડામાં કમકંમાટી છૂટી જાય તેવી...
સુરત (Surat): વિશ્વભરમાં રહેવાલાયક શહેર તરીકે સુરત શહેરની ઓળખ થઈ છે. સરવેમાં વિશ્વભરમાં સુરત શહેરને મોસ્ટ રેઝિલિયન્ટ શહેરમાં (Most Resilient City) સ્થાન...
સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારામણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. હવે મીમ્સ અને જોક્સ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે. મીમ્સમાં મોટા...
BHARUCH: પોતાની વહાલસોઈ 6 વર્ષની દીકરી (6 YEAR OLD GIRL) ને ગુમાવતાં ભરૂચના એક ગામના માતા પિતા પર જાણે કે આભ તૂટી...
ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકા સહિતની (Municipal Elections) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ પહેલા રાજ્યમાં...
અલ કાયદા (AL KAYDA ) ના આતંકી ઓસામા બિન લાદેન ( OSAMA BIN LADEN) પાકિસ્તાન (PAKISTAN) ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ...
જેકી શ્રોફ ( JECKI SHROFF) આજે 64 વર્ષના થયા. જેકીનો જન્મ 1 ફેબ્રુઆરી 1957 ના રોજ દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ ( MUMBAI...
નવી દિલ્હી (New Delhi): આજે નાણમંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) જે બજેટ (Budget 2021) બહાર પાડ્યુ છે, બધાની નજર આ બજેટ...
વિશ્વના વિકસીત દેશોના કોરોનાની સ્થિતિ આપણા વિકાસશીલ દેશની સ્થિતિ આજે ઘણી જ સારી ગણી શકાય. આપણા દેશે કિંમતના પ્રમાણમાં સસ્તી તથા આપણા...
થોડાં વર્ષો પહેલાં દુબઈમાં એક હોનહાર સોફ્ટવેર એન્જીનીયરનું મૃત્યુ થયું.અકાળે મોત દુઃખદ લેખાય,ખેર – એન્જીનીયરની નોમીની તેની પત્ની હતી. એન્જીનીયરના ખાતામાં ૨.૯...
પાકિસ્તાન (PAKISTAN) ના વડા પ્રધાન ઇમરાન ખાન (IMRAN KHAN) ના વિશેષ સલાહકાર ફૈઝલ સુલતાને (FAIZAL SULTAN) કહ્યું છે કે પાકિસ્તાન ટૂંક સમયમાં...
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. પરંતુ બજેટ રજૂ થતાં પહેલાં જ ઘરેલૂ રસોઇ ગેસ...
આપણે ભારતવાસી દર ૨૬ મી જાન્યુઆરીના રોજ પ્રકાસત્તાકદિનની ઉજવણી કરીએ છીએ. પરંતુ ક્યારેક વિચાર્યું છે કે જે દિવસને પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિવસ...
ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં લગભગ દસ મહિના પછી શાળાઓ શરૂ થઇ છે. દેશ સહિત રાજ્યમાં પણ કોરોનાનું જોર ઓછું થયુ છે. રાજ્યમાં કોરોનાના...
ગૃહ મંત્રાલયે 2 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યા સુધી સિંઘુ બોર્ડર ( SINDHU BORDER) , ગાઝીપુર બોર્ડર (GAZIPUR BORDER) , ટીકરી બોર્ડરે...
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમને (Finance Minister Nirmala Sitharaman) આજે વર્ષે 2021-22 નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટમાં પેટ્રોલ પર 2.5...
જો કોઈ સાઉથની ફિલ્મોમાં સૌથી લોકપ્રિય ચહેરો હોય તો તે કોમેડિયન બ્રહ્માનંદમનો છે. દક્ષિણના ઉદ્યોગમાં બ્રહ્માનંદમ એકમાત્ર કલાકાર છે જે ઉત્તર ભારતના...
છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઇલ ફોન (MOBILE PHONE)નો માર્કેટમાં નોંધપાત્ર વિકાસ થયો છે. હાલમાં ભારતમાં તમામ કંપનીઓના મોબાઇલ ફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે,...
સુરત (Surat): પ્રેમી પંખીડા ઘણી વખત ન કરવાનું કરી બેસતા હોય છે ત્યારે સુરત (Surat) શહેરમાં પ્રેમમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં ૨૦૨૧-૨૨ના વર્ષ માટે બજેટ રજૂ કર્યુ તેને વાપીના રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલાઓએ આવકાર્યુ છે. વાપીના રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે છેલ્લા બે વર્ષથી ખાસ કરીને નોટબંધી પછી મંદીને લઇને આ ક્ષેત્રને ફરી પગભર થવા માટે આ વર્ષનું બજેટ સંજીવની સાબિત થાય તેમ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ફાસ્ટ્રકચરમાં વધારો કરવાથી પરોક્ષ રીતે રીયલ એસ્ટેટ માટે આ બજેટ ઉપકારક સાબિત થશે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસીંગ લોનના વ્યાજ પર ૧.૫ લાખ સુધીની છૂટને એક વર્ષ માટે આ બજેટમાં વધારવામાં આવી છે. આ છૂટ ગત વર્ષે આપવામાં આવી હતી. દરેકને રહેવા માટે ઘર મળે તેવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાવનાને ફરી આ બજેટમાં સાકાર કરીને નાણાંમંત્રીએ સસ્તા ઘર ઉપલબ્ધ કરાવવા આ યોજનાને ટેક્સમાં રાહત આપવાનું કામ થયું છે.
બીજી તરફ સ્ટીલની આયાત પર ટેક્સને ઘટાડીને ૭.૫ ટકા કરવાના પગલાથી મકાન બનાવવાના ખર્ચમાં ઘટાડો થશે. જેનો પણ લાભ ઘર ખરીદનારાને મળશે. આ ઉપરાંત વિદેશથી રોકાણ કરનારા માટે પણ રીયલ એસ્ટેટમાં રોકાણ વધશે. આમ આ બજેટમાં રીયલ એસ્ટેટ માટે એક રીતે મંદીમાંથી આ ઉદ્યોગને બહાર કાઢવા માટે અવસર બનીને આવે તેવી પુરી સંભાવના છે. જોકે આ બજેટમાં ઇન્કમટેક્સ ભરનારાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ સેટલમેન્ટ માટે સારી સ્કીમ આપવામાં આવી છે.
ટેક્સ અંગેના જૂના કેસ માટે છ વર્ષ સુધીના જૂના કેસ ફરી તપાસ કરવાની મુદ્દતમાં પણ ઘટાડો કરીને હવે માત્ર ત્રણ વર્ષ જૂના કેસને જ ફરી તપાસમાં લાવી શકાશે. બેંકમાં જમા પૈસા ડૂબે નહીં તેના માટે પણ બજેટમાં પાંચ લાખ સુધીની જમા રકમને વીમા હેઠળ સુરક્ષિત કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે. બેંકીંગ ક્ષેત્રમાટે પણ બજેટ ફાયદાકારક સાબિત થશે.
ઘર ખરીદનારા માટે બજેટમાં સારી જોગવાઈ
વાપી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ દેવસીભાઇ ભાટુએ કેન્દ્રની મોદી સરકારના ૨૦૨૧-૨૨ના બજેટને આવકાર્યુ છે. તેમણે કહ્યું કે, આ બજેટ રીયલ એસ્ટેટ માટે સંજીવની સાબિત થશે. છેલ્લા બે વર્ષથી મંદીનો માર સહન કરનારા આ ક્ષેત્ર માટે આ બજેટ ઘણી બધી રીતે ઉપકારક સાબિત થશે. ઘર ખરીદનારા માટે એફોર્ડેબલ હાઉસીંગ લોનના વ્યાજ પર ૧.૫ લાખ સુધીની છૂટને એક વર્ષ માટે વધારવામાં આવી છે. તેનો લાભ ઘર ખરીદનારાને મળશે. જયારે સ્ટીલની આયાત પર ટેક્સમાં ઘટાડો કરાયો તે પણ આવકારદાયક પગલું છે.
કેન્દ્ર સરકારના બજેટને વાપીના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા પણ આવકારવામાં આવ્યું છે, ચાર્ટડ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ વાસાણીએ જણાવ્યું કે આ બજેટ આવકારદાયક છે. હાઉસીંગ લોન સ્કીમમાં ૧.૫ લાખ સુધીના વ્યાજ પરની છૂટને એક વર્ષ માટે વધારી તે આવકારદાયક છે. જયારે જૂના કેસ માટે પહેલા છ વર્ષ સુધીની મુદ્દત હતી. તેને અડધી કરીને હવે માત્ર ત્રણ વર્ષના જૂના કેસને જ લઇ શકાશે. આ ઉપરાંત એસેસમેન્ટ માટે ૯ મહિના જ કરી નાંખ્યા છે. ૭૫ વર્ષના લોકો માટે ટેક્સમાંથી મુક્તિ આપી છે. બેંકના જમા રૂપિયા માટે પણ વીમાની જે સ્કીમ આપી પાંચ લાખ સુધીની ડીપોઝીટને સલામત કરવામાં આવી તે આવકારપાત્ર છે.
વાપીના ચાર્ટડ એકાઉન્ટન્ટ જી.બી. લઢ્ઢાના જણાવ્યા પ્રમાણે આ બજેટમાં સેટલમેન્ટ માટેની સારી સ્કીમ છે. જીએસટી ઓડીટ કાઢી નાંખ્યું છે. જેના માટે ઓડીટ નહીં કરવું પડે. સેલ્ફસર્ટીફાઇડ કરી શકાશે. જયારે એસેસમેન્ટ સહીત બધી પ્રક્રિયા ઓન લાઇન કરવા સાથે હવે ટ્રીબ્યુનલ માટે પણ ઓન લાઇન જ કાર્યવાહી કરવાની રહેશે. જે આવકારપાત્ર છે.