Top News

More Posts

   The Latest

Most Popular

ક્રિકેટરસિયાઓએ ૫૦ ઓવરની વન – ડે મેચ,૨૦ – ૨૦ અને ટેસ્ટ મેચનું નામ સાંભળ્યું હશે, પરંતુ ૧૦૦ બોલની મેચ સાંભળ્યું ન હોય. જી હા, સુરતથી પ્રગટ થતા દૈનિક વર્તમાનપત્ર ‘ગુજરાતમિત્રે’ ક્રિકેટ ફોર હાર્મનીના થીમ પર ૧૦૦ બોલની ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગનો પ્રારંભ કરાવ્યો છે. જેની શરૂઆત તા.૩ ફેબ્રુઆરીથી થઈ ગઈ છે.

જેમાં સુરતના અલગ અલગ સમુદાયની ૧૨ ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમને બે અલગ અલગ ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે અને શહેરના જુદા જુદા મેદાન પર કુલ ૩૪ મેચો તા.૩ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધીમાં રમાશે. જે અંગેની ટ્રોફીનું અનાવરણ જાણીતા સી. એ. મયંક દેસાઈ તેમજ ડો. નૈમેષ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. દરેક ટીમને યુનિફોર્મ પણ આપવામાં આવ્યા છે.

આવી અનોખી ટુર્નામેન્ટ યોજવા બદલ ‘ગુજરાતમિત્ર’ને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા પડે. કદાચ ભવિષ્યમાં ક્રિકેટ ક્ષેત્રે ‘ગુજરાતમિત્રે’ કરેલી આ પહેલને અનુસરીને ૨૦ – ૨૦ ને બદલે ૧૦૦ બોલની મેચોનું આયોજન બધા કરવા માંડે તો નવાઈ પામવા જેવું નહીં હોય. ફરી વાર ‘ગુજરાતમિત્ર’ને આવી વિશિષ્ટ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ અભિનંદન. સુરત     – સુરેન્દ્ર  દલાલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top