નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં 2021-22 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સરકારની આવકમાં થયેલા ઘટાડોને કારણે રાજ્યના બજેટના કદમાં સામાન્ય વધારો થવાની શક્યતા જોવામાં આવી રહી છે. બજેટ જાહેર કરતાં પહેલાં નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે આપણી કોરોનાની મહામારીથી બહાર આવી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ અમને સહયોગ આપ્યો છે.
વિધાનસભા બજેટ 2021-22 LIVE અપડેટ
નાયબ મુખ્યમંત્રી અને નાણાપ્રધાન નીતિન પટેલ આજે વિધાનસભામાં રાજ્યનું વાર્ષિક બજેટ (Gujarat Budget) રજૂ કરી રહ્યા છે. અગાઉ સરકારે જણાવ્યા મુજબ આ બજેટ સંપૂર્ણપણે ડિજીટલ અને પેપરલેસ (Paperless Budget) હશે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થઇ રહ્યું છે, તો નીતિન પટેલ (Nitin Patel) પોતે નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.
નીતિન પટેલે બજેટ સ્પીચની શરૂઆત કવિતાથી કરી હતી. તેમણે ‘અમે મક્કમ છીએ, અડીખમ છીએ, ગુજરાતને નવી ઉંચાઈએ લઇ જવા મક્કમ છીએ, આત્મનિર્ભર ભારત બનાવવા મક્કમ છીએ’ કવિતા રજૂ કરીને બજેટ સ્પીચની શરૂઆત કરી હતી.
* 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. 1032 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
* રાજ્ય સરકાર ઓનલાઈન સેવા, ડેટા રિકરવરી સેન્ટર સ્થાપવા 65 કરોડ ફાળવવામાં આવશે.
* રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઈ કરવામાં આવે છે
* તમામ ગ્રામ પંચાયતોના વોટરવર્ક્સ માટે વિના મુલ્યે વીજળી, રૂ.734 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
* અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરવા માટે સરકારે રૂ.87 કરોડની જોગવાઈ બજેટમાં કરી છે.
* ગુજરાતની ઐતિહાસિક સ્કૂલોને હેરિટેજ સ્કૂલ તરીકે જાહેર કરવાની જાહેરાત પણ બજેટ દરમિયાન કરવામાં આવી છે.
* રોજગારીના મુદ્દા પર નીતિન પટેલે જાહેર કર્યુ કેસ આવનારા 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી થશે
* સિરામીકના હબ ગણાતા મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રસ્તો 4 લેન કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે.
* રાજ્યમાં સોલર રૂફટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને તેના માટે 3 લાખ ઘરોને સહાય આપવામાં આવશે,
* રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજનની જાહેરાત કરાઇ છે.
* ભરૂચના જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન કરવામાં આવશે
* રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાની જાહેરાત પણ બજેટ દરમિયાન કરવામાં આવી છે.