ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક 30 વર્ષીય વ્યક્તિએ દેવાના કારણે પહેલા અપહરણની ખોટી વાર્તા ઉપજાવી અને ત્યારબાદ તેના જ પરિવાર પાસેથી 30 લાખ રૂપિયાની...
પંજાબ સરકારે (PUNJAB GOVT) ખેડુતોને મોટી ભેટ (GIFT TO FARMER) આપી છે. કેપ્ટન સરકારે એક લાખ 13 હજાર ખેડૂતોની 1186 કરોડની લોન...
વિરાટ કોહલી ( VIRAT KOHLI) અને અનુષ્કા શર્મા ( ANUSHAKA SHARMA) બોલીવુડ (BOLLYWOOD) અને રમતગમત ( SPORTS) ની દુનિયામાં સૌથી લોકપ્રિય અને...
જાન્યુઆરીના અંતમાં નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ ધડાકો થયો હતો એની પાછળ ઇરાનનો હાથ હતો. ઈરાને ભારત સાથે તેની દુશ્મની કાઢવા...
મરાઠા અનામત કેસ સંદર્ભે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 15 માર્ચ સુધી સુપ્રીમ કોર્ટે આ મામલે દૈનિક સુનાવણી કરવાની...
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી પૂર્વે સીએમ ત્રિવેન્દ્ર રાવતને ભાજપ હાઈકમાન્ડ દ્વારા રાજકીય અશાંતિ વચ્ચે સમન અપાયું છે. ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બદલવાની તૈયારીઓ તીવ્ર કરવામાં...
અરવલ્લી: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનુસુચિત જાતિ સમાજ પર અત્યાચારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. અનુજાતિ સમાજના લગ્ન પ્રસંગોમાં વરઘોડા...
છોટાઉદેપુર: ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થનાર છે. સમગ્ર રાષ્ટ્રમાં ૧ માર્ચ થી ૮ માર્ચ દરમ્યાન સ્વચ્છ શક્તિ સપ્તાહ ઉજવવાનું આયોજન...
કાલોલ: કાલોલ તાલુકાનાઘુસર ગામ નજીક આવેલ ભૈરવ ની મુવાડી ના ચાર નાગરિકો દ્વારા લેખિત અરજી આપી ખાણ ખનીજ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર...
NEW DELHI : રાજ્ય સંચાલિત વીજળી કંપની એનટીપીસી (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) (National Thermal Power Corporation) એ મહિલા અધિકારીઓ માટે મહિલા દિવસ...
અરવલ્લી: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા પાડોશી રાજ્ય રાજસ્થાન સરકારે...
વડોદરા : વડોદરા શહેરના સમા વિસ્તારના અભિલાષા ચોકડી પાસે આવેલ ગાયત્રીપાર્ક સોસાયટીના મકાનના રીનોવેશનના કામ માટે ટ્રકમાં આવેલ માર્બલ પથ્થરના જથ્થા વચ્ચે...
વડોદરા: જીવદયા પ્રેમી એવા શ્રીમતી મેનકા ગાંધી દ્વારા પીપલ ફોર એનિમલ સંસ્થાની સ્થાપવામાં આવેલી છે તેની સંસ્થાઓ દેશભરમાં મોટા શહેરોમાં આવેલ...
વડોદરા: કોરોનાનો સમયગાળો માનવ ઇતિહાસના સહુ થી કપરા કાળ પૈકી એક છે. આ અજાણ્યા આરોગ્ય શત્રુના આગમનથી ભયનું એવું તો વાતાવરણ સર્જાયું...
વડોદરા: માલેતુજાર નબીરાના બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે ઉઠી રહેલી શરાબની છોળો વચ્ચે એકાએક લક્ષ્મીપુરા પોલીસ કાફલો ત્રાટકતા દારૂના નશામાં ચૂર 10...
GANDHINAGAR : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( CM VIJAY RUPANI) ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે ત્યારે ભારતને ૫(પાંચ) ટ્રિલિયન ડોલર...
DELHI : દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે કોવિડ-19 ( COVID – 19) મહામારી હવે રાજ્યમાં ખતમ થવા તરફ છે...
વડોદરા : જાંબુવા પાસે જીઈબી સબ સ્ટેશનમાંથી 8 ટન વજનના વાયર બે દિવસ પૂર્વ તફડાવી જનાર પરપ્રાંતના 8 તસ્કરોને મુદ્દામાલ સાથે પીસીબીએ...
વડોદરા,તા.7 મહિલાઓમાં ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિમાં વધારો થાય તે માટે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સેવન ડેઝ...
કર્ણાટકની ભાજપ સરકારના એક મંત્રીની કથિત સેક્સ સીડી બહાર આવી તેને કારણે નાનકડો ધરતીકંપ સર્જાયો છે, પણ તેથી મોટો ધરતીકંપ બીજા ૬...
આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પૃથ્વીથી આકાશ સુધી, સલામતીથી લઈને ન્યાય સુધીની, બાળકોની ઇજાની સારવાર કરનારથી લઈને મોટી શસ્ત્રક્રિયા સુધી, ઘરેથી કંપનીમાં, અને...
દેશ/દુનિયાને વરસથી વધુ સમયથી ભીંસમાં લઇ લાખ્ખો લોકોના જીવ લેનાર તથા બેરોજગાર બનાવનાર કોવિડ-19ને નાથવા છેવટે વિજ્ઞાનીઓએ રસી શોધી. આપણા દેશમાં હાલ...
જીવનનું બેલેન્સ જળવાય રહે એ પતિ પત્નીની સહિયારી જવાબદારી છે. ભૂલ સ્વીકારી કે ઋણ સ્વીકાર માટે અરસપરસ સોરી કહેવું પડે એ તો...
ભાઇશ્રી યજ્ઞેશ દવેનો દર્પણપૂર્તિનો વૃદ્ધોની વ્યથા રજુ કરતો લેખ વાંચ્યો. મેડિકલ સાયન્સની અવનવી દવાઓની શોધને કારણે મોટાભાગના રોગો મટતા નથી પણ કાબુમાં...
કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી દાર્જીલિંગ સુધી વિસ્તરેલુ વિશાળ ભારત વિશ્વમાં મોટું લોકશાહી-ગણતંત્ર રાષ્ટ્ર છે અને એકસો ઓગણચાળીસ કરોડથી વધુ નાગરિકો ધરાવે છે,...
આપણે બધા સંવેદનાવિહીન સમયમાં પ્રવેશી રહયા છીએ. સમય બદલાયો છે. વ્યકિતગત ભૂખ અને સ્વાર્થ સમાજને ધીમે ધીમે ઉધઇની જેમ ખાઇ રહયા છે....
શહેરના સોનીફળિયા – એનીબેસન્ટ રોડ પર બે દિવસથી પાણી ડહોળું આવે છે. શુક્રવારે સવારે નળ ખોલતાં જ અચાનક પાણી ડહોળું આવવા લાગ્યું....
6 માર્ચના રોજ દિલ્હીમાં ખેડૂત આંદોલનના સો દિવસ પૂરા થઈ ગયા છે. સો દિવસના આંદોલનનું પરિણામ આજ સુધી મળ્યું નથી. સરકાર અને...
આ દિવસોમાં લંડન(London)ના સોશ્યલ મીડિયા(social media)માં ક્રૂડ ઓઇલ વહન કરનારા શિપની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં લગભગ 3 લાખ ટન વજનનું આ...
સ્ત્રી ત્યાગની મૂર્તિ છે. સ્ત્રીની શક્તિ વિશે અનુમાન કરવું અશકય છે. સ્ત્રી પાસે કળાત્મક શક્તિ છે. સ્ત્રી દરેક માટે પ્રેરણાત્મક અને માર્ગદર્શક...
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક 30 વર્ષીય વ્યક્તિએ દેવાના કારણે પહેલા અપહરણની ખોટી વાર્તા ઉપજાવી અને ત્યારબાદ તેના જ પરિવાર પાસેથી 30 લાખ રૂપિયાની ખંડણી માંગ કરી હતી. એટલું જ નહીં, પૈસા મેળવવા માટે, તેણે તેના પિતાને જમીન વેચવાની ફરજ પાડી, જેથી તેને ખંડણીના પૈસા આપી શકાય. જ્યારે યોજના બનાવનાર આરોપીનો પિતા પોલીસ સ્ટેશન ગયો ત્યારે પોલીસની તપાસમાં સમગ્ર સત્ય બહાર આવ્યું. નવાડા ગૌરા પપ્પાના રહેવાસી આરોપી હેમ બહાદુરે તેના પરિવારની જાણ કર્યા વિના 12 લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા. આ પછી, 4 માર્ચે તેણે પોતાની પત્ની અને અન્ય સંબંધીને નામે એક મેસેજ આપ્યો આપ્યો અને કહ્યું કે જો તેઓ હેમ બહાદુરને જીવતો જોવા માંગતા હોય તો 30 લાખ રૂપિયા આપે.

પોલીસમાં ન જવાની ચેતવણી આપતા આ એસએમએસમાં તેણે લખ્યું છે કે, હેમ બહાદુર અમારી કેદમાં છે અને જો તમે તેને જીવતો જોવા માંગતા હો તો 30 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. જો તમે પોલીસ કે રાજકારણીઓનો સંપર્ક કરશો તો તમને તેની લાશ પણ નહીં મળે. બાદમાં, ક્રાઈમ બ્રાંચ અને લાલગંજ પોલીસે હેમ બહાદુરને પૂર્વા કેનાલ બ્રિજ નજીક રોડવેઝ બસમાંથી પકડ્યો હતો.
પોલીસ અધિક્ષક (પશ્ચિમ) દિનેશકુમાર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીના પિતા રામ જિયાન વર્માએ 4 માર્ચે લાલગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો પુત્ર હેમ બહાદુર ગુમ થયો હતો. વર્માને પણ શંકા હતી કે તેના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે. લાલગંજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 364 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે સર્વેલન્સ ટીમને જાણ થઈ કે હેમ બહાદુર 6 માર્ચે લખનૌથી રાયબરેલી તરફ જઈ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચ અને લાલગંજ પોલીસની એક સંયુક્ત ટીમને રાયબરેલી-લખનઉ હાઈવે પર મોકલવામાં આવી, જ્યાં તેઓએ તેને એક રોડવે બસમાં જતાં ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન બહાદૂરે કબૂલાત કરી હતી કે તેણે રેલ્વેમાં નોકરી મેળવવાના નામે 12 લોકો પાસેથી લાખો રૂપિયા લીધા હતા. જ્યારે આ લોકોએ પૈસા પાછા માગવાની શરૂઆત કરી ત્યારે તેણે પોતાનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું. બહાદુરે પણ કબૂલાત આપી છે કે તે 4 માર્ચે લખનૌ ગયો હતો અને અજાણ્યા નંબર પરથી તેની પત્ની અને સંબંધીને ખંડણી માટે સંદેશ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેણે વિચાર્યું હતું કે અપહરણની વાતની જાણ થતાં જ તેના પિતા જમીન વેચીને 30 લાખ રૂપિયા આપશે.