Top News

More Posts

   The Latest

Most Popular

       જાંબુઘોડા: ઔષધ પ્રયોગોની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. વિવિધ સ્થળોએ વનસ્પતિ પ્રદર્શનોનું આયોજન કરીને ખાસ કરીને શાળાના બાળકોે વનૈષધિઓનું જ્ઞાન આપવામાં આવે છે.

આ સંસ્થાની સ્થાપના આયુર્વેદના વિવિધ વિષયો પર સંશોધન કાર્ય કરવું તથા આધુનિક બોટનીસ્ટો, આયુર્વેદાચાર્ય, ઓષધ વિક્રેતા, ઔષધ નિર્માતા અને સામાન્ય  જનને જ્ઞાનની આપ-લે માટે એક મંચ પર લાવવવાના હેતુંથી કરવામાં આવેલ જે હેતુ સિધ્ધ કરવા માટે સંસ્થા દ્વારા પ્રતિવર્ષ એક સ્થાનિક એટલે કે ગુજરાત રાજ્યમાં અને એક અન્ય રાજ્યમાંઔષધીય વનસ્પતિ પરિચય શિબિરું આયોજન કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં આ પ્રકારની 50 થી વધુ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરોના અહેવાલ પણ પ્રસિદ્ર કરવામાં આવે છે જે છેલ્લા દસ વર્ષથી મંડળ મુખપત્ર વનાયુમાં નિયમિ રીતે પ્રસિદ્ર કરવામાં આવે છે. આ અહેવાલ દ્વારા દેશના જુદા-જુદા જંગલોમાં અસ્તિત્વ ધરાવતી વનૌષધીઓનો સ્ટેટસ સિપોર્ટ એટલે તાજી પરિસ્થિતિ જાણવા મળે છે.

અખિલ ભારતીય વનૌષધિ અભ્યાસ મંડળ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન કોમ્યુનિટી ફોરેસ્ટ્રી પ્રોગ્રામ અંતર્ગત જૂન 1996માં નારણપુરા અમદાવાદ ખાતે એક પડતર જમીનમાં વનૌષધિ ઉદ્યાનની રચના કરવામાં આવી જેમાં 200 જાતની ઔષધીઓના 1400 જેટલા વૃક્ષો અને છોડ ઉગાડવામાં આવ્યા છે. શહેરના અનેક વનસ્પતિપ્રેમીઓ તેનો લાભ લે છે. આ જ સંસ્થા દ્વારા સુરતની દક્ષિણ ગુજરાત યનિવર્સિટીના કેમ્પમાં બાાલાલ વૈદ્ય બોટનીકલ રીસર્ચ સેન્ટર અને અસ્પી ધન્વતરી ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી છે.

જેમાં 300 ્રકારની વનસ્પતિઓ પણ ઉગાડવામાં આવી છે. ઓક્ટોબર 211થી સંસ્થા દ્વારા વનાયુ મુખપત્ર ની શરૂઆત થઇ હતી જેમાં વિદ્વાન વૈદ્ય અધ્યાપક તેમજ ચિકિચ્સકોના અનુભવી હાથે લખાયેલા લેખો પ્રસિદ્વ કરવામાં આવે છે.

સદર મુખપત્રની સંયોજના મંડળના પપ્રમુખ વૈદ્ય મદન મોહન પટેલ અને વૈદ્ય નટુભાઇ જોશી દ્વારા કનુભાઇ રાજ્યગુરૂના સહયોગથી કરવામાં આવે છે. વનાયુ મુખપત્રનો 850 જેટલા વાચકો લાભ મેળવી રહ્યા છે.   

આ શિબિરમાં સવારના સેશન માં ગાઢ જંગલમાં વનસ્પતિ પરિચય માટે લઇ જવામાં આવે છે. કયા વિસ્તારમાં કઇ વનસ્પતિ જોવા મળે છે. તેનું સર્વેક્ષણ કરવામાં આે છે તેમજ જોવા મળેલ વનૌષધિઓના નમૂના હર્બેરિયમ બનાવવા માટે અને ચર્ચા માટે સાથે લાવવામાં આવે છે. સાંજના સેશનમાં તે વિસ્તારમાં જોવા મળેલ વનૌશધિઓના ગુણ, ઉપયોગ તથા તેના પર થયેલા સંશોધન વિશે ચર્ચા કરવામાં આવે છે.

આ રીતે ગાઢ જંગલોમાં ફરી ને વનૌષધિઓ વિશે વૈજ્ઞાનિક પદ્વતિથી અભ્યાસ કરતી સમગ્ર દેશની આ એકમાત્ર સંસ્થા છે. આ શિબિરના આયોજન માટે જાંબુઘોડા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસ હરેન્દ્રસિંહ રાોલજી તથા વડોદરા વાઇલ્ડ લાઇફ ડિવિઝનના નાયબ વન સંરક્ષક બળદેવસિંહજી વાઘેલા દ્વારા સંપૂર્ણ સહયોગ તથા માર્ગદર્શન મળી રહેલ છે આ શિબિર તાજેતરમાં જ પૂરી થઈ છે.

To Top