સુરત: (Surat) ઇન્ડિગો એરલાઇન્સે (Indigo Airlines) સુરતથી ઇન્દોરના અહિલ્યાબાઇ હોલકર એરપોર્ટને જોડતી સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇન્દોરના (Indore) ઉદ્યોગકારોએ...
દમણ, સેલવાસ, વલસાડ: (Valsad Daman) સંઘપ્રદેશ દમણમાં મંગળવારે કોરોનાના વધુ 4, વલસાડ જિલ્લામાં 1 અને દાદરા નગર હવેલીમાં એક કેસ નોંધાયો હતો....
રાજ્યમાં (Gujarat) વધતા જતા કોરોના સંક્રમણને (Corona) ધ્યાને લઈને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી દીધો છે. 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્લાસ્ટીકની તાડપત્રી બનાવતી કંપનીમાં મળસ્કે આગ (Fire) ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ...
સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશનથી (Railway Station) પસાર થતી છ જેટલી દુરંતો ટ્રેનના સ્ટોપેજ માટે સુરતના વારંવાર રજુઆત કરવાં છતાં કોઇ પણ...
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે વડોદરા, અમદાવાદ, સુરત અને...
સુરત: (Surat) કાપડ વેપારીઓ અને વિવર્સ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિવાદને લઇ સોમવારે કાપડ માર્કેટના (Textile Market) તમામ વેપારી સંગઠનોની...
તમે સમાચારો સાંભળ્યા જ હશે કે કોઈ શહેર અથવા કોલોનીમાં દરેકની પોતાની કાર હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે...
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એક શખ્સેને પત્નીએ ફક્ત કાળા રંગના હોવાને કારણે છોડી દીધો હતી. પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની કહે...
સુરત: (Surat) કયારેય નહી જોયેલી મહામારી કોરોનાને એક વર્ષ પુરૂં થવા આડે હવે માત્ર બે દિવસ બાકી છે, ત્યારે ફરી એકવાર કોરોનાના...
કાનમાં કીડી ભરાય ગઈ હોય એમ ખાલી ખિસ્સાએ લુખ્ખી તલવારબાજી કરવા નીકળ્યો છું. જેના ખિસ્સા જ કડકાબાલુસ હોય, એ ખિસ્સામાંથી, શું કબુતર...
સામાન્યજન માટે કયા સમાચાર મહત્ત્વના છે? ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો વધીને પ-03 ટકા થયો છે. બીજા સમાચાર છે. ગૌતમ અદાણીએ આ વર્ષે દુનિયાના...
રોમન કેથોલિક ખ્રિસ્તીઓના વડામથક વેટિકન તરફથી આજે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે કે કોઇ પણ કેથોલિક ચર્ચમાં સજાતીય લગ્નોને આશીર્વાદ આપવામાં નહીં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોરોનાની પરિસ્થિતિ અને ચાલુ રસીકરણ અભિયાન અંગે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. કારણ કે, કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ વધવાની...
કોરોનાવાયરસના રોગચાળાને કારણે ખૂબ લથડી ગયેલું દેશનું અર્થતંત્ર ફરી પૂરપાટ દોડવા માંડ્યું છે તેવા સરકારના દાવાઓ વચ્ચે હાલમાં દેશના અર્થતંત્ર અંગેના બહાર...
અમદાવાદ, તા. 15 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી-20 સીરિઝની બે મેચ પ્રેક્ષકોની હાજરીમાં રમાડાયા પછી રાજ્યમાં...
ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-20 મેચની સીરિઝની પહેલી મેચ ગુમાવ્યા પછી બીજી મેચમાં આક્રમકતા સાથે જોરદાર વાપસી કરીને મેચ જીતી લીધા પછી આત્મવિશ્વાસ...
પેટ્રોલ, ડિઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચ્યા છે એ દરમિયાન સામાન્ય નાગરિકોને સરકાર પાસે એવી આશા છે કે ટેક્સમાં ઘટાડો કરીને...
ઇટાલીમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી મોટો ઉછાળો આવવાને કારણે નવેસરથી લૉકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો છે જ્યાં હોસ્પિટલો દર્દીઓના ધસારા સામે ઝઝૂમી રહી...
ભારત દ્વારા કરવામાં આવતી લશ્કરી શસ્ત્રોની આયાતમાં ૨૦૧૧થી ૧પ અને ૨૦૧૬થી ૨૦ દરમ્યાન કુલ ૩૩ ટકા જેટલો ઘટાડો થયો છે એમ સ્ટોકહોમ...
જથ્થાબંધ ભાવસૂચક આંક આધારિત ફુગાવો સતત બીજા મહિને વધીને ફેબ્રુઆરીમાં ૪.૨૭ ટકા થયો હતો કારણ કે ખોરાકી ચીજવસ્તુઓ, ઇંધણ અને વીજળીની કિંમતોમાં...
લોકસભામાં સરકારે સોમવારે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પણ રૂ .2,000 ની ચલણી નોટો છાપવામાં આવી નથી. દેશના...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં સોમવારે 26,291 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે 85 દિવસમાં સૌથી મોટો ઉછાળો છે.સવારે 8 વાગ્યે...
અમૃતસરના સામાજિક મેળાવડામાં ભાગ લેનારા તમામ લોકોએ હવે કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ અથવા તેઓને રસી આપવામાં આવી હોવાનો પુરાવો બતાવવો પડશે, જિલ્લા...
નવસારી: (NavsarI) નવસારી જિલ્લામાં સરકારી બેંકોના (Bank) કર્મચારીઓની હડતાલને (Strike) પગલે કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાયા હતા. બેંકોના ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓની હડતાલ આવતીકાલ મંગળવારે...
નવી દિલ્હી,તા. 15(પીટીઆઇ): લોકસભામાં સરકારે સોમવારે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પણ રૂ .2,000 ની ચલણી નોટો છાપવામાં...
નાગપુર,તા. 15(પીટીઆઇ): કોવિડ-19 ના કેસોમાં વધારો થયા બાદ સોમવારે નાગપુરમાં એક સપ્તાહ માટે કડક પ્રતિબંધ સાથેનો લોકડાઉન અમલમાં આવ્યો હતો અને અધિકારીઓએ...
નવી દિલ્હી,તા. 15: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં સોમવારે 26,291 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે 85 દિવસમાં સૌથી મોટો ઉછાળો...
નવી દિલ્હી, તા. ૧પ: ભારત દ્વારા કરવામાં આવતી લશ્કરી શસ્ત્રોની આયાતમાં ૨૦૧૧થી ૧પ અને ૨૦૧૬થી ૨૦ દરમ્યાન કુલ ૩૩ ટકા જેટલો ઘટાડો...
રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. રાજ્યમાં આજે નવા 890 કેસ નોંધાયા હતા. આજે 549 દર્દીઓ સાજા થયા છે....
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સુરત: (Surat) ઇન્ડિગો એરલાઇન્સે (Indigo Airlines) સુરતથી ઇન્દોરના અહિલ્યાબાઇ હોલકર એરપોર્ટને જોડતી સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇન્દોરના (Indore) ઉદ્યોગકારોએ ટેક્સટાઇલ, એગ્રીકલ્ચર અને જવેલરી પ્રોડક્ટના વેપાર માટે ઇન્દોર એરપોર્ટના ડાયરેક્ટરને મળી આ ફ્લાઇટ માટે રજૂઆત કરી હતી. જેથી ત્યાંના એ.પી.ડી. દ્વારા એરલાઇન્સ કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેને પગલે ઇન્ડિગો એરલાઇન્સે 72 બેઠકોવાળુ વિમાન ઉડાડવા તૈયારી દર્શાવી હતી.

ઇન્દોર એરપોર્ટના એ.પી.ડી.એ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, એપ્રિલમાં ઇન્ડિગો 72 સીટર એ.ટી.આર. વિમાન સુરત ઇન્દોર ફ્લાઇટ માટે ઓપરેટ કરશે. ઇન્દોરના ઉદ્યોગકારોએ મુંબઇ, પૂણે, નાગપુર, સુરત, વડોદરા અને જોધપુરની ફ્લાઇટ શરૂ કરવા માંગ કરી હતી. જેમાં ઇન્ડિગોએ સુરત માટે તૈયારી દર્શાવી છે. એવી જ રીતે સ્ટાર એરલાઇન્સ દ્વારા બેંગ્લોરથી સુરતની વન-વે ફ્લાઇટ શરૂ કરવાની પણ જાહેરાત કરાઇ છે. બેંગ્લોરથી સવારે 10:40 કલાકે ફ્લાઇટ ઉપડી 13:25 કલાકે સુરત આવશે. જો કે આ ફ્લાઇટ સોમવાર, બુધવાર અને શુક્રવારે ઓપરેટ થશે. દરમિયાન કોરોના કાળમાં સુરત એરપોર્ટ પર છેલ્લા એક વર્ષ દરમિયાન કોઇ એક દિવસમાં સૌથી વધુ પેસેન્જર 15 માર્ચે નોંધાયા છે. કુલ 4202 પેસેન્જરોએ 15 માર્ચે સુરત એરપોર્ટથી અવર-જવર કરી હતી.
જણાવી દઈએ કે અગાઉ ઇન્ડિગો એરલાઇન્સે સુરત-જયપુરની ફ્લાઇટને લખનૌ સુધી ઉડાડવાની જાહેરાત કરી હતી. ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો સુરત-જયપુર-લખનૌનો વન વે સ્લોટ મંજૂર કર્યો હતો. ફ્લાઇટ લખનૌથી 10:55 કલાકે ટેકઓફ થઇને જયપુર 12:20 કલાકે લેન્ડ થશે. જ્યાંથી 12:50 કલાકે ટેકઓફ થશેને સુરતમાં 14: 20 કલાકે પહોંચશે. સુરત શહેરમાં લોકોની ડિમાન્ડ અને ટ્રાફિકને ધ્યાને રાખી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા દિલ્હી-સુરત-દિલ્હીની ત્રીજી ફલાઇટ 20 એપ્રિલથી ઉડાવવાની કરવાની જાહેરાત કરવામાં આવી છે.

એપ્રિલમાં સુરતથી મુંબઇની ફ્લાઇટ પણ શરૂ થશે
સ્પાઇસ જેટના સુત્રોના જણાવ્યા મુજબ એપ્રિલમાં સુરતથી મુંબઇની મોર્નિંગ ફ્લાઇટ શરૂ થશે. આ ફ્લાઇટનું એરક્રાફ્ટ નાસિકથી 12:25 કલાકે ફ્લાઇટ ઉપડશે અને 13:20 કલાકે સુરત આવશે. 14:40 કલાકે સુરતથી નાસિક જવા રવાના થશે. સંભાવના એવી છે કે સુરતથી મુંબઇની ફ્લાઇટ માટે જે સ્લોટ માંગવામાં આવ્યો છે તે મુજબ સુરતથી 9-40 કલાકે ફ્લાઇટ ઉપડશે અને મુંબઇ 10:50 કલાકે પહોંચશે. આજ ફ્લાઇટ સાંજે મુંબઇથી 18:35 કલાકે ઉપડી સુરત 19-35 કલાકે આવશે. જ્યારે સુરતથી જયપુર 19:55 કલાકે ઉપડશે અને 21:30 કલાકે જયપુર પહોંચશે. જોકે ડીજીસીએ દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ સ્લોટ રજૂ કરવામાં આવ્યો છે.