Top News

More Posts

   The Latest

Most Popular

દેશભરનાં કેટલાય રાજયમાં દબાઇ જવા આવેલો કોરોના ફરી નવા આંકડાઓ બતાવી રહયો છે. ગુજરાતમાયે સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓમાં નફફટ નેતાઓ અને રાજકીય પક્ષોએ સુધરવા આવેલી બાજી બગાડી છે ત્યારે ગુજરાત સરકારે અને પોલીસ તંત્રએ આગામી હોળી ધુળેટીના પર્વ અંગે એસઓપી ગાઇડલાઇન સાથેનું જાહેરનામું સમયસર પ્રગટાવવું જરૂરી બને છે.

હોળી ધુળેટી ઘરમાં બેસી ઉજવવાના તહેવાર નથી. આ બંને તહેવાર લોકો સમુહમાં ભેગા થઇ સામુહીક રીતે ઉજવે છે અને અત્યારે કોરોના કેસોમાં નવો ઉછાળો જોતા લોકો ભેગા થાય એ જરાયે ઇચ્છનીય નથી. આપણે આટલું વર્ષ ખમી જવાની જરૂર છે. શાળા કોલેજોમાયે જે રીતે કોરોનાના કેસો દેખાઇ રહયા છે એ જોતા હોળી ધુળેટીની ઉજવણીઓ કરવાથી વિદ્યાર્થીઓ દૂર રહે એ જોવાની તંત્રની ફરજ છે.

આપણા પ્રધાનમંત્રી કહે છે જાન હે તો જહાન હે એ જોતા આપણે આગામી તહેવારની ઉજવણીઓ મોકુફ રાખવાની જરૂર છે. સુરતના રાંદેર અડાજણ અને અઠવા વિસ્તાર જે રીતે કોરોનાના હોટસ્પોટ બન્યા છે એ જોતા સુરત મનપાના કમિશનરએ પણ આ તહેવારોમા સાવધાની રાખવી જરૂરી લાગે છે.

સુરત     – જીતેન્દ્ર પાનવાલા           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top