Top News

More Posts

   The Latest

Most Popular

બારડોલી: (Bardoli) બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લા (Surat District) માટે 1000 રેમડેસિવિર ઇન્જેક્શનની (Injection) વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે રાત સુધીમાં 500 ઇન્જેક્શનનો જથ્થો બારડોલી ખાતે આવી પહોંચશે. જ્યાંથી જે તે જરૂરતમંદ હોસ્પિટલમાં આ જથ્થો પહોંચાડવામાં આવશે.

કોરોનાની સારવારમાં કારગત પુરવાર થઈ રહેલા રેમડેસિવિર ઇન્જેક્શનની છેલ્લા કેટલાક દિવસથી અછત વર્તાય રહી છે. જેને કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. રેમડેસિવિરનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંગે બારડોલી એસ.ડી.એમ વી.એન. રબારી દ્વારા બહાર પાડવામાં આવેલા એક હુકમમાં રેમડેસિવિરની જરૂરિયાત વાળી હોસ્પિટલો માટે એક પત્રક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જે ભરીને સહી સિક્કા અને જરૂરી પુરાવા સાથે જે તે તાલુકાને ફાળવવામાં આવેલ ઇ-મેલ આઈડી પર મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.

જરૂરિયાત ધરાવતી હોસ્પિટલોએ ઇ-મેલ કર્યા બાદ સવારે 6થી બપોરે 1 અને બપોરે 1 થી રાત્રે 9 વાગ્યા સુધી બે ભાગમાં ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે. આ માટે દર્દીઓના સગા કે હોસ્પિટલના પ્રતિનિધિઓએ જથ્થો લેવા નહીં આવવા જણાવવામાં આવ્યું છે. જે તે હોસ્પિટલને ફાળવવામાં આવેલો જથ્થો સીધો પહોંચાડવામાં આવશે અને ખાલી વાયલ પરત લેવામાં આવશે.

બારડોલી એસ.ડી.એમ. રબારીએ જારી કરેલા હુકમ બાદ જણાવ્યું હતું કે, 500 ઇન્જેક્શન રવિવારે રાત સુધીમાં આવી જશે. જે આવ્યા બાદ તાલુકાની માગ મુજબ તેની ફાળવણી કરવામાં આવશે.

Luis Alvarez/Getty Images

જાહેર કરવામાં આવેલા ઇ-મેલ આઈડી

  • બારડોલી તાલુકો
  • 01.bardoli@gmail.com
  • મહુવા તાલુકો
  • 02.mahuva@gmail.com
  • માંડવી અને માંગરોળ તાલુકો
  • 03.mandavi@gmail.com
  • પલસાણા, કામરેજ, ઓલપાડ
  • 04.palsana@gmail.com
To Top