નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કોરોના રોગચાળા અંગે દાખલ અરજીઓની સુનાવણી કરી હતી. કેન્દ્રને ડેથ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સરળ...
અમરનાથ યાત્રા (આ વખતે પણ નહીં થાય. કોરોના વાયરસને કારણે લેફ્ટનન્ટ ગવર્નરની સરકારે યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું...
સુરત: (Surat) કોરોનાની બીજી લહેરને લીધે સુરતના કાપડ ઉદ્યોગને (Textile industries) મોટો ફટકો પડ્યો છે. 2016 પહેલાં સુરતમાં દરરોજનું 4 કરોડ મીટર...
સુરત: સુરતના (Surat) પાંડેસરા ભેસ્તાન ખાતે સુરત મહાનગર પાલિકા સંચાલિત ભેસ્તાન આવાસમાં રાત્રી દરમિયાન જર્જરિત મકાનમાં પોપડા પડ્યા (Slab Collapse) હતા. આ ઘટનામાં...
કહ્યું છે ને કે, સંતોષી નર સદા સુખી જેને સંતોષ જ નથી એ કાયમ દુ:ખી રહે છે. દુ:ખને શોધવા જવું પડતું નથી....
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અવારનવાર વિશ્વની પ્રજા માટે અહેવાલ બહાર પાડે છે. આ સંસ્થાનો છેલ્લો અહેવાલ ભારત અંગે વિચાર માંગે તેવો છે....
ભગવાને બોધ આપ્યો હતો કે માણસે સદા પોતે પણ એવું આચરણ કરવું જોઈએ જેવું તે બીજા પાસેથી ઇચ્છે છે. હવે શ્રી કષ્ણ...
કેટલાંક માનવીઓ શોધ માટે આખું જીવન વ્યતીત કરે છે, તો કેટલાંક માનવીઓ સમયના ખંડને પસાર કરવા જીવે છે. જિંદગી એ શોધની સનાતન...
જીવનમાં બીજું કશું કરીએ કે ન કરીએ પણ બે વસ્તુ અવશ્ય કરવી જરૂરી છે એક છે સેવા અને બીજો છે, સત્સંગ. આ...
શાંતિથી મોટું કોઈ સુખ નથી. ધનમાં આળોટતા ધનવાનો કે સત્તાના મદમાં મસ્ત માણસોને જો મનની શાંતિ ન હોય તો તેઓનું સુખ એ...
સુરત (Surat)માં માતા-પિતા (Parents) માટે લાલ બત્તી સમાન કહી શકાય એક એવી ઘટના (Red light incident) સામે આવી છે. જેમાં મોબાઈલ ફોનમાં...
હિન્દુસ્તાનના શિરમુકુટ સમાન હિમાલયની પર્વતમાળાઓમાં હિન્દુઓની આસ્થાના પ્રતિકસમા અનેક શિખરો વિખ્યાત છે. કૈલાસ માનસરોવર એમાંનું એક છે. કૈલાસ પર્વત સાથે વેદ-પુરાણો અને...
સફળતા કયારેય એમ જ આપવામાં આવતી નથી એને કમાવવી પડે છે અને તેના માટે મહેનત કરવી પડે છે. જો તમારે સફળ વ્યકિત...
અલુણા વ્રત, (ગૌરી વ્રત) જે કુંવારી કન્યાઓ દ્વારા ઉજવાય છે. પાંચ દિવસનું આ વ્રત નાની નાની બાળાઓ અને કુંવારી યુવતીઓ, મીઠા વગરનો...
બધી સ્ત્રીઓમાં દર મહિને માસિક સ્રાવ હોય છે, જ્યાં ડોકટરો તેને સામાન્ય પ્રક્રિયા માને છે. તે જ સમયે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, તે...
ત્યારે હું બ્રાઇન ડસ્ટન હતો. ૨૨ વર્ષની ઉંમર હતી. કટોવા જિલ્લાના બહેરામપુર ગામમાં જલંગી નદીના કાંઠે આશ્રમ બાંધી રહેતાં અને લોકોમાં ‘બાદામી...
બારડોલી: (Bardoli) રસીકરણ અભિયાન અંતર્ગત આજે બારડોલી શહેર અને તાલુકામાં પણ સ્થળ પર જ નોંધણી સાથે વોક ઇન વેક્સિનેશન (Vaccination) કાર્યક્રમનો પ્રારંભ...
અમેરિકાના અલાબામામાં દક્ષિણપૂર્વ વિસ્તારમાં વાવાઝોડાને કારણે 12 લોકોનાં મોત થયા છે આમાંથી ૧૦નાં મોત તો વાહનો સંભવત: વાવાઝોડાને કારણે જ એકબીજા સાથે...
સુરતના શ્રીમતી તન્વી નિલેશ પંડયા જેઓ કલા રસિક તરીકે ખ્યાતિ પામ્યા છે. તેઓનો ઇશ્વર અને ધર્મ પ્રત્યેની અતૂટ આસ્થા સાથે બ્રાહ્મણ પરિવારમાં...
રંગભક્ત અને દુખીયાઓની તબીબી સેવા માટે આજે પણ ઇચ્છપોર ગામનો જ પાલવ પકડી રાખનાર ડૉ. પ્રવીણસિંહ ખરચિયાએ વોટ્સએપ પર વર્ષોજૂની ભુલાઈ ગયા...
સુરત: (Surat) વિશ્વ યોગ દિવસે સમગ્ર રાજ્યની સાથે સુરત શહેરમાં પણ નાગરિકોને ફ્રી વેક્સિનેશનની (Free Vaccine) શરૂઆત કરાઈ હતી. સુરતમાં 230 વેક્સિનેશન...
દેશભરમાં આજથી મહા વેક્સિનેશન ( vaccination) અભિયાનની શરૂઆત થઈ છે , ત્યારે શહેરના બોડકદેવના વેક્સિનેશન સેન્ટર ( vaccination centre) પર દેશના ગૃહમંત્રી...
દેશમાં ગંગા દશેરાનો ( ganga dashera) તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ તહેવાર દર વર્ષે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી...
નડિયાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની રથયાત્રાને લઇ ભાવિક ભક્તોમાં ભારે ઉત્સુકતા છે. દર વરસે પુષ્યનક્ષત્ર પ્રમાણે ભગવાન રણછોડરાયજી નગરચર્યા કરે...
surat : બેરોજગારીનું વધતું પ્રમાણ હવે નોકરી મેળવવા માટે શિક્ષિત લોકોને ખોટું કરવા પ્રેરી રહ્યું છે. સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર, બેલદારની...
surat : શહેરમાં લારી-ગલ્લાઓના દબાણનું ન્યુસન્સ હવે માથા ઉપરવટ જઇ રહયું છે. મનપાના ( smc) નગર સેવકોની અવાર નવાર ફરીયાદ છતાં કોઇ...
આણંદ: આણંદ જિલ્લામાં આજથી તા.૨૧/૬/૨૦૨૧થી સવારે નવ વાગ્યેથી શરૂ થતાં રસીકરણ મહાઅભિયાનમાં યુવાનો જોડાય અને સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષિત થવા અનુરોધ...
વડોદરા: મધ્યગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે.ગત ગુરુવારે વડોદરામાં માત્ર અડધો કલાકમાં દોઢ ઈંચ વરસેલા વરસાદે અંધાધૂંધી સર્જી હતી.જે બાદ રવિવારે ફરી...
વડોદરા: કરજણના લીલોડ ગામમાં રહેતા યુવકે ગામમાં આવેલી પોતાની મિલકતનું મકાન અને ગામઠાણના ઘાટવાળા ફળિયામાં આવેલ ગભાણનું ગીરો ખત તેમજ ભાગીદારી ખતથી...
વડોદરા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. બીજી તરફ બુટલેગરો પણ શહેરમાં દારૂ ઘુસાડવા અવનવા નુસ્ખાઓ અપનાવતા...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કોરોના રોગચાળા અંગે દાખલ અરજીઓની સુનાવણી કરી હતી. કેન્દ્રને ડેથ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સરળ બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. કોર્ટમાં કોરોનાને કારણે જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને રુપિયા 4 લાખનું વળતર આપવા બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે વળતરની (Compensation) માંગ અંગે કોર્ટ પોતાનો ચુકાદો થોડા સમય પછી આપશે. વળતર અંગેની આ પહેલા થયેલી સુનવણીમાં કેન્દ્ર સરકારે પહેલાં જ સુપ્રીમ કોર્ટ સામે હાથ ઉંચા કરી દીધા છે અને જણાવ્યું છે કે આટલા બધા લોકોને વળતર આપી શકે તેટલી તેની આર્થિક સ્થિતિ નથી. જોકે હજી પીડિત પરિવારના લોકોની અપેક્ષા જીવંત છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કોવિડ -19 ને કારણે પોતાનો જીવ (Death Due to Corona Virus) ગુમાવનારા લોકોના પરિવારોને પ્રત્યેક 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાના નિર્દેશની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ એમ.આર.શાહની વિશેષ વેકેશન બેંચે સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ એડવોકેટ એસ.બી. ઉપાધ્યાય અને અન્ય વકીલોની દલીલો લગભગ બે કલાક સુધી સાંભળી હતી. આ પછી સર્વોચ્ચ અદાલતે પક્ષકારોને ત્રણ દિવસમાં લેખિત રજૂઆતો કરવા જણાવ્યું અને ખાસ કરીને કેન્દ્રને કોવિડ -19 ના કારણે પોતાનો જીવ ગુમાવનારાઓના આશ્રિતોને મૃત્યુનું પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા સરળ બનાવવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે બે અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આમાં કેન્દ્ર અને રાજ્યોને કાયદા હેઠળ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારને ચાર-ચાર લાખ વળતર આપવા અને મૃત્યુ પ્રમાણપત્ર આપવાની એક સમાન નીતિ બનાવવા જણાવ્યુ છે. આ કેસમાં અરજ કરનારાના વકીલ ગૌરવ કુમાર બંસલે દલીલ કરી હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 ની કલમ 12 (iii) હેઠળ, દરેક કુટુંબ ચાર લાખ રુપિયાનું વળતર મેળવવા હકદાર છે જેના પરિજનનું કોરોના વાયરસને કારણે મોત થયું છે. અન્ય અરજદારના વકીલ રિપક કંસલે દલીલ કરી હતી કે COVID-19 ને કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે અને મૃત્યુનું પ્રમાણપત્ર આપવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પ્રમાણપત્ર દ્વારા જ અસરગ્રસ્ત પરિવારો એક્ટની કલમ 12 (iii) હેઠળ વળતરનો દાવો કરી શકે છે.