Top News

More Posts

   The Latest

Most Popular

IND vs ENG: ઇંગ્લેન્ડ (England) સામેની એકમાત્ર ડેબ્યૂ ટેસ્ટ મેચ (debut match)માં શાનદાર બેટિંગ (Bating) કરનારી શફાલી વર્મા (Shafali verma) હવે વનડેમાં પણ ડેબ્યુ કરવા તૈયાર છે. રવિવારે ઇંગ્લેન્ડ સામે રમાનારી ત્રણ મેચની વનડે સિરીઝ (One day series)ની પહેલી મેચમાં બધાની નજર શફાલી પર જ રહેશે.

શફાલીએ અત્યાર સુધીમાં 22 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને આ 17 વર્ષીય મહિલા બેટ્સમેને તેના પ્રદર્શનથી વિશ્વ ક્રિકેટને ઘણું પ્રભાવિત કર્યું છે. ડેબ્યુ ટેસ્ટમાં શફાલીએ પ્રથમ ઇનિંગ્સમાં 96 રન અને બીજી ઇનિંગમાં 63 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જેથી ભરતીય ટીમે પોતાની પ્રતિષઠા જાળવી હતી. સાથે જ શફાલીની શાનદાર બેટિંગના આધારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ડ્રો કરવા માટે સક્ષમ બની હતી.

શફાલી વર્મા આ સમયે ટીમ ઇન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ રહી છે. ટીમમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ છે. કારણ કે ભારતીય ટીમમાં ઓપનર તરીકે તેણે ટેસ્ટમાં મોટી ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે વન ડે સિરીઝનો વારો આવ્યો છે. અને ટીમમાં હાલમાં શફાલી વર્મા અને ઉપ-કેપ્ટન હરમનપ્રીત કૌર સિવાય કોઈ પ્રભાવશાળી ખેલાડીઓ નથી. જે પોતાની બેટિંગથી સામેની ટીમને હારનો સ્વાદ ચખાડી શકે.

દક્ષિણ આફ્રિકામાં શફાલીને ટીમમાં સામેલ કરવામાં આવી ન હતી, અને તેમાં મળી હતી હાર

જાણીતું છે કે શફાલી વર્માને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ટીમમાં શામેલ કરવામાં આવી ન હતી. પરંતુ ટીમને તેની ચુકવણી કારમી હારના રૂપમાં તેનો ભોગ બનવું પડ્યું. અને ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 1-4 થી હારી ગઈ હતી. તે સમયે શફાલીને કાઢી નાખવા અંગે ઘણો હોબાળો પણ થયો હતો.

આ પ્રકારે છે ટીમ:

ભારત: મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઇસ કેપ્ટન), સ્મૃતિ મંધના, શફાલી વર્મા, પૂનમ રાઉત, દીપ્તિ શર્મા, તાનિયા ભાટિયા (વિકેટ કીપર), સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, શિખા પાંડે, જેમીમા રોડ્રિગ્સ, અરુંધતી રેડ્ડી, પૂજા વસ્ત્રાકર , એકતા બિષ્ટ, રાધા યાદવ, પૂનમ યાદવ, પ્રિયા પૂનિયા, ઈન્દ્રાણી રોય (વિકેટ કીપર).

ઇંગ્લેંડ: હિથર નાઈટ (સી), ટેમી બ્યુમોન્ટ, કેટ ક્રોસ, નેટ સાયન્વર, સોફિયા ડંકલી, લોરેન વિનફિલ્ડ-હિલ, અન્યા શ્રુબ્સોલ, કેથરિન બ્રન્ટ, સોફી એક્લેસ્ટોન, એમી જોન્સ (વિકેટ કીપર), ફ્રીયા ડેવિસ, તાશ ફેરન્ટ, સારાહ ગ્લેન, મેડી વિલિયર્સ, ફ્રાન્સ વિલ્સન, એમિલી આર્લોટ.

મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3 વાગ્યે શરૂ થશે

To Top