Gujarat Main

ગુજરાતમાં વેક્સિનેશન મહાઅભિયાન લૂલો થયો: અનેક જગ્યાએ વેક્સિનેશનના અભાવે લોકો પાછા ફર્યા

પીએમ મોદી દ્વારા 21 જૂનથી ઓન સાઈટ રજિસ્ટ્રેશન દ્વારા ફ્રી વેક્સિનેશની (Vaccination) જાહેરાત બાદ ગુજરાતમાં (Gujarat) રસીકરણ પૂરજોશમા ચાલી રહ્યુ હતું. પણ હવે રાજ્યના કેટલાય શહેરોમાં વેક્સિનના અભાવને કારણે મહાઅભિયાન લૂલો થઈ પડ્યો છે. રાજ્યમાં વેક્સીનેશન માટે હવે લોકો જાગૃત થયા છે. મોટી સંખ્યામાં લોકો વેક્સીન લેવા સેન્ટર્સ પર પહોંચી રહ્યા છે ત્યારે આ વેક્સિનેશનના મહાઅભિયાનના 5 દિવસમાં જ વેક્સિન ખૂટી પડી છે. અમદાવાદમાં (Ahmedabad) વીકેન્ડમાં વેક્સિનનો ફિયાસકો જોવા મળ્યો હતો. આ જ સ્થિતિ રાજ્યના અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે. સુરતમાં (Surat) પણ કેટલાક સેન્ટર્સ પર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે શનિવારે વેક્સિનેશન થશે નહીં. તો બીજી બાજુ રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રોમાં રસીની અછતની ફરિયાદો ઉઠી છે. 18થી 44 વર્ષના લોકોને આપવામાં આવતી કોવીસીલ્ડ રસી ન મળતી હોવાની નાગરિકોની ફરિયાદ છે. અમદાવાદમાં વેક્સિનેશન (vaccination) સેન્ટર પર આયોજનના અભાવે 100થી વધુ લોકો લાઇનમાં ધક્કે ચઢ્યા હતા. ટોકન સિસ્ટમ ન હોવાથી સેન્ટર પર ભારે ભીડ જામી હતી. 

એક બાજુ સરકાર વેક્સિનેશનના મહાઅભિયાનના મોટા દાવા કરે છે અને બીજી બાજુ અવ્યવસ્થા અને આયોજનના અભાવે લોકોને હાલાકી ભોગવી પડે છે. જોકે આના કારણે લોકોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. વેક્સિનેશન સેન્ટરની બહાર ‘વેક્સિન ઉપલબ્ધ નથી’ તેવા પોસ્ટર લગાવામાં આવ્યા હતાં. જેથી વીકેન્ડ ના કારણે લોકો વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા. પરંતુ તેઓને વેક્સિન ન મળતા તેઓ એક સેન્ટરથી બીજા સેન્ટરે ધક્કે ચડ્યા હતાં. સુરતના પુણા વિસ્તારમાં વેક્સિન મુકાવવા આવેલા લોકોએ લાઇન લગાવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ફ્રી વેક્સિનની જાહેરાત તો કરાઈ છે પરંતુ વેક્સિન સેન્ટર બંધ છે. પુણાગામ ભૈયાનગર પાસે આવેલ સુમન હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં લોકો સવારથી લાઇનમાં ઉભા રહ્યા હતાં પરંતુ કેટલાય લોકોને વેક્સિન મળી ન હતી.

જૂનાગઢમાં વેક્સીન લેવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે. કેશોદ સીવીલ હૉસ્પિટલમાં બીજા ડોઝના મેસેજ આવતાં 300 કરતા વધુ લોકો ઉમટી પડ્યા હતા..જો કે પ્રશાસને માત્ર 40 ડોઝ હોવાનું જણાવતા ધક્કા મુકી થઈ અને સોશલ ડિસ્ટંસિગના નિયમો જળવાયા ન હતા. લોકોની ભીડ જોતા તાત્કાલિક પોલીસને બોલાવાની ફરજ પડી હતી. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ધારાસભ્ય કિશોર ચૌહાણ દ્વારા વેક્સિનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. વેજલપુરના આ વેક્સિનેશન સેન્ટર પર લોકોએ લાઈનો લગાવી અને વેક્સિન લેવા માટે પડાપડી પણ કરી હતી. ટોકન સિસ્ટમ ન હોવાથી લોકો માટે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.

ભરૂચમાં પણ વેક્સીન લેવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. ઝાડેશ્વર ગામમાં વાડી ખાતે ઉભા કરાયેલ વેક્સીન સેંટર લોકોની ભીડ જામી હતી. મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે ઉમટયાં. જેના કારણે સોશલ ડિસ્ટંસિગના નિયમોનો ભંગ થયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રોમાં રસીની અછતની ફરિયાદો ઉઠી હતી. શાસ્ત્રી મેદાન સામે આવેલ કેન્દ્રમાં વેક્સિનેશન બંધ હોવાથી લોકોને ધક્કા ખાવા પડ્યા હતાં. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Most Popular

To Top