Top News

More Posts

   The Latest

Most Popular

SURAT : કતારગામ ખાતે ખોડિયારકૃપા સોસાયટીમાં રહેતી 27 વર્ષીય ડો.અંજલીબેન રાકેશભાઈ મણીકાવાલા સુરત મહાનગર પાલિકામાં (smc) આરોગ્ય વિભાગમાં મેડિકલ ઓફિસર છે. હાલ તેમની નોકરી પુણા સીમાડા યુ.એસ.સી આરોગ્ય કેન્દ્ર ખાતે છે. રવિવારે સવારે ડો.અંજલીબેન તથા ડો.જીજ્ઞેશ પદ્મણી, ડો.રાહુલ ઠાકોર, નર્સ જાનકીબેન, કોમ્પ્યુટર ઓપરેટર અવિનાશ ગોપાણી તેમજ પટાવાળા અશોકભાઈ સાથે ફરજ ઉપર હતા. કોવિડ-19 રસી ( covid 19 vaccine) મુકવાનું કામ આ બધા સાથે ચાલતું હતું.

ત્યારે પબ્લીકમાંથી એક આમ આદમી પાર્ટીનો ( aap) માણસ બોલતો હતો કે તમે કામ કરતા નથી અમારા ટેક્સના નાણાંમાથી તમારો પગાર થાય છે. હું બીજા માણસો બોલાવું છુ તેવું બુમો પાડી કહેતો હતો. થોડા સમય પછી બપોરે આપ પાર્ટીના કોર્પોરેટર રચનાબેન હિરપરા તથા તેના પતિ સાથે બીજા બે વ્યક્તિ આવ્યા હતા. અને તમે લોકોને રસી કેમ નથી મુકતા તેવું કહ્યું હતું. ડો.અંજલીએ તેમની પાસે 100 વેક્સિનના ડોઝ આવ્યા હતા જે તમામ અપાઈ ગયા છે. અત્યારે વેક્સિનના બીજા ડોઝ આવવાના નથી તેમ કહીને કોમ્પ્યુટરમાં રેકર્ડ બતાવ્યો હતો. આપના કોર્પોરેટરએ કોમ્પ્યુટરમાંથી રેકર્ડનો ફોટો પાડવા જતા ડો.અંજલીએ ના પાડી હતી. એટલે ચારેયમાંથી એક વ્યક્તિએ મોબાઈલમાં શુટિંગ કરવા લાગ્યો હતો. શુટિંગ કરવાની ના પાડી ડો.અંજલીએ મોબાઈલ ખેંચી લીધો હતો.

તે વ્યક્તિએ જોરથી ધક્કો માર્યો હતો. રચનાબેન અને તેના પતિએ સ્ટાફને ગાળો આપી બાદમાં ડો.અંજલીબેનને તમે ડોક્ટરને લાયક નથી અહિથી નોકરી છોડીને ચાલ્યા જાવ તેવું કહ્યું હતું. આપ કોર્પોરેટર રચનાબેનના પતિએ અહિથી બદલી કરાવી દઈશ અને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. અંજલીબેનએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને ગાડી બોલાવી હતી. ડો.અંજલીબેને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

સરથાણામાં આવેલા સીએચસી સેન્ટર પર ટોકન વિના પાછળના બારણેથી કોરોનાની રસી અપાતી હોવાનો આરોપ મુકી વોર્ડ નંબર 17 પુણા પૂર્વની આપની કોર્પોરેટર રચના હીરપરા અને ઇન્ચાર્જ મહિલા તબીબ અંજલી મણિકાવાલા વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ ઝપાઝપી પણ થઇ હતી. વેક્સિન ન મળતા લોકોએ કોર્પોરેટરને બોલાવ્યા હતા. રેકર્ડ માંગતા કેન્દ્ર પર ઝપાઝપી થઈ હતી. જેમાં મહિલા તબીબે કોર્પોરેટર રચના અને તેના પતિ સહિતના લોકો સામે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંંધાવી હતી.

To Top