Top News

More Posts

   The Latest

Most Popular

મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાનથી. તો ફિલ્મી જાસૂસની વાતને જો સાચી માનવામાં આવે તો મિસ્ટર પરફેક્શનિસ્ટ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેકમાં કામ કરી રહ્યો છે અને તેનું નામ છે ‘લાલ સિંહ ચઢ્ઢા’. લાંબા સમય બાદ આ ફિલ્મથી તે કમબેક કરી રહ્યો છે. ૧૯૯૪માં રિલીઝ થયેલી મૂળ હૉલિવૂડ ફિલ્મમાં ટોમ હેંક મુખ્ય ભૂમિકામાં હતો અને હવે હિંદી રિમેકમાં આમિરની સાથે કરીના કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે.

આમિરની વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ ટાઈગર શ્રોફની. એવું સંભળાઈ રહ્યું છે કે ટાઈગર શ્રોફે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની સાથે એક પ્રોજેક્ટ સાઈન કર્યો છે અને આ પ્રોજેક્ટ એટલે હૉલિવૂડની ફિલ્મ ‘રેમ્બો’ની હિંદી રિમેક. ફિલ્મના હિંદી ટાઈટલ વિશે વાત કરીએ તો હિંદી રિમેકનું નામ પણ ‘રેમ્બો’ જ રાખવામાં આવશે. ૧૯૮૨માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સિલ્વેસ્ટર સ્ટેલોને લીડ રોલ કર્યો હતો અને તે એક સુપરહિટ ફિલ્મ હતી, જોઈએ હવે ટાઈગર આ ફિલ્મમાં કેવો અભિનય  કરે છે.

લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી દીપિકા  પણ હૉલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રિમેકમાં કામ કરતી જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મ ખાસ્સી એવી ચર્ચામાં છે, મૂળ ફિલ્મમાં એના હૅથવે અને રોબર્ટ ડી નીરોએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જોકે, પહેલાં આ ફિલ્મમાં દીપિકા પદૂકોણની સાથે રિશી કપૂરને કાસ્ટ કરવાની યોજના હતી, પરંતુ રિશીના નિધન બાદ હવે પ્લાન ચેન્જ કરવામાં આવશે. ડિમ્પલ ગર્લને ઓન સ્ક્રીન જોવા માટે તેના ચાહકો ખરેખર ઉતાવળા થયા છે. જોકે આ ફિલ્મ ક્યારે ફ્લોર પર જશે અને તે ક્યારે રિલીઝ કરવામાં આવશે એ વિશેની કોઈ સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બી-ટાઉનના ‘ઝક્કાસ’ મેન અનિલ કપૂરની વાત પણ કરી જ લઈએ અને એવી ચર્ચા ચાલી  છે કે તે ટૂંક સમયમાં જ હૉલિવૂડ ફિલ્મ ‘રેડ’ની હિંદી રિમેકમાં કામ કરતા જોવા મળશે.  વેબ સિરીઝ ‘૨૪’ બાદ અનિલ કપૂરે ફરીથી ડાયરેક્ટર અભિનય દેવની સાથે હાથ મિલાવ્યો છે અને હૉલિવૂડની એડવેન્ચર્સ ફિલ્મની રિમેક ‘રેડ’માં મુખ્ય ભૂમિકા નિભાવતો જોવા મળશે, આ ઉપરાંત તે ફિલ્મને પ્રોડ્યુસ પણ કરશે. જોકે, ફિલ્મની આખી કાસ્ટને હજી સુધી ફાઈનલ નથી કરવામાં આવી, પણ જેમ બને તેમ જલદી તેની જાહેરાત કરવામાં આવશે એવી માહિતી ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ આપી હતી.

To Top