Top News

More Posts

   The Latest

Most Popular

રાજકોટ: પરપ્રાંતિય યુવતિ (Other state girls)ઓ સાથે લગ્ન (marriage) કરાવી આપવાના બહાના રૂપિયા ખંખેરતી ટોળકી (Gang)ના મુખ્ય ભેજાબાજ સુરત (Surat)ના દિનેશ વાળા અને ગીતા સોની તેમજ ભાગી જનાર યુવતી અને તેની માસી સામે ગુનો નોંધવા મોરબી રોડ પર જમના પાર્કમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા જતીન અરવિંદભાઇ ધોળકીયા (ઉ.વ.31)એ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે. તેણે જણાવ્યુ હતું કે તેમની ઉમર મોટી થતા જ્ઞાતિમાં કયાંય લગ્ન ન થતા હોવાથી સગા-વ્હાલામાં વાતચીત કરેલી, તેવામાં એક સંબંધીએ સુરતની વર્ષા સોસાયટીમાં રહેતા દિનેશ બાબુભાઇ વાળા અને ગીતા સુરેશ સોનીનો સંપર્ક કરાવ્યો હતો.

આ લોકો છોકરીઓની દલાલી કરતાં તેમણે અમને કહેલું કે મહારાષ્ટ્રના ગામડાઓમાં રહેતી ગરીબ પરિવારની દિકરીઓ તમારી સાથે લગ્ન કરી શકે છે. પરંતુ તેમના પરિવારને રૂા.1,50,000 આપવાના થશે. જેથી તેમણે અમને યુવતીઓના ફોટા વોટસએપ પર મોકલ્યા હતા. જેમાંથી નિશી ગંધા ઉમાકાંત સદાફૂલે (ઉ.વ.24, રહે.મહારાષ્ટ્ર ઔરંગાબાદ)નો ફોટો અમને પસંદ પડતા અમે બંનેને વાત કરી હતી, જેથી દિનેશ અને ગીતાએ કહેલું કે યુવતીના માસી મીના રમેશ પવાર કે જે સુરત રહે છે. તેને વાત કરી આગળનું આયોજન ગોઠવી દઈશું જેથી આ યુવતી અને તેના માસી રાજકોટ ખાતે આવતા યુવતિને મળ્યો હતો. ત્યારે યુવતિએ પણ લગ્ન માટે સંમતિ આપતા તા. 8-2-2021ના રોજ રાજકોટ ખાતે લગ્ન કરાર કર્યા હતા અને આરોપીઓને રૂા. 1.50 લાખ હું જ્યાં કામ કરતો હતો ત્યાંથી ઉછીના લાવી આપ્યા હતા.

તા.9-2-2021ના રોજ યુવતિએ અમને કહ્યું કે ‘અમે પહેરલ કપડે આવ્યા છીએ’ જેથી તેના કપડા લેવા બજારમાં ખરીદી કરવા ગયા ત્યારે આ યુવતી મારા માતાની નજર ચુકવી ગુમ થઇ ગઇ હતી. જેની જાણ અમે દિનેશ, ગીતા અને મીનાબેનને કરતા તેઓએ કહ્યું કે ‘યુવતી અહીં આવી નથી એક બે દિવસ બાદ આ લોકોએ કહ્યું કે યુવતિ અમારી પાસે આવી ગઇ છે અમે તેને રાજકોટ લાવવા સમજાવી રહ્યા છીએ પરંતુ થોડા દિવસો બાદ પણ આ લોકો પરત નહીં આવતા દિનેશભાઇને ફોન કરતા તેમણે કહી દીધું હતું કે ‘હવે રૂપિયા પણ પરત નહીં મળે અને યુવતિ પણ પાછી રાજકોટ નહીં આવે’. આ ટોળકીએ લગ્નવાંચ્છુક ચારેય યુવનોને શિકાર બનાવ્યાનું જાણવા મળે છે.

To Top