Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: હાલોલ નજીક બાસ્કા પાસે ફૂડ પ્રોડકશન ફેકટરીના સંચાલકે કંપની સિલ નહીં કરવા જણાવતા જીએસટીના લાંચિયા બે અિધકારીઓએ દસ લાખની માંગણી કરીને બીજા તબક્કાના અઢી લાખ રૂિપયા સ્વીકારતા જ ગોધરા એસીબીની ટીમે બંને અિધકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડીને લાંચના 2.50 લાખ કબજે કર્યા હતા. હાલોલ તાલુકાના બાસ્કા ગામે આવેલી જયકુબેર ફલોર એન્ડ ફૂડ પ્રોડકટ પ્રા.લી. કંપનીમાં સોફટ ડ્રિન્કસ અને નમકીન ખાદ્યપદાર્થોનું ઉત્પાદન તથા વેચાણ તેના સંચાલકો કરે છે.

તા. 15-6-2021ના રોજ જીએસટીના અિધકારીઓએ ફેકટરીમાં સર્ચ કરીને પંચનામુ કર્યું હતું અને ફેકટરી સિલ ના કરવી હોય તો તા. 22-6-2021 ના રોજ વડોદરા કચેરીએ હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. ફેકટરી સંચાલકે વચલો રસ્તો કાઢવા માટે તડજોડની વાત કરતા ઈન્સ્પેકટર શિવરાજ મીણા અને અિધક્ષક નિતિન ગૌતમે 10 લાખ રૂિપયા આપશો તો જ વાત બનશે. ફફડી ઉઠેલા ફેકટરી સંચાલક પાસેથી લાંચિયાઓએ 50 હજારનો પ્રથમ હપ્તો લઈ લીધો હતો અને આજે બીજા હપ્તાના 2.50 લાખ નહીં આપવા માટે લાંચિયા અિધકારીઓને પાઠ ભણાવવા માટે એસીબીનો સંપર્ક સાધ્યો હતો.

ગોધરા રેન્જના પીઆઈ જે એમ ડામોર તથા આર આર દેસાઈને વડોદરા એસીબી મદદનિશ નિયામક એસ. એસ. ગઢવીના માર્ગદર્શન મુજબ સીજીએસટીની કચેરીમાં જ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. ફરિયાદીએ અિધકારીઓને લાંચના 2.50 લાખ આપીને સાંકેતિક ઈશારો કરતા જ ટીમ ત્રાટકી હતી. એસીબીએ બંને લાંચિયાઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા સીજીએસટીની કચેરીમાં કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

To Top