જે નક્કી કરેલુ શેડ્યુલ જળવાશે તો 9મી જુલાઇએ હોટસ્ટાર પર કોલાર બોમ્બ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે. આ એક ક્રાઇમ થ્રીલર ફિલ્મ...
દંગલ’ની બબીતાકુમારી સાન્યા મલ્હોત્રાની કારકિર્દી ધીમી ચાલી રહી છે. તેણે સહઅભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરેલી એટલે મુખ્ય અભિનેત્રી બનવાનો રસ્તો લાંબો તો...
બોલિવૂડના ( bollywood) વરિષ્ઠ એક્ટર નસીરુદ્દીન શાહને ( nashrudin shah) હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા . તેમને મુંબઈની હિંદુજા ખાનગી હોસ્પિટલમાં એડમિટ...
ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે ઘરમાં એકલી રહેલી પરણિતાની નજીકમાં રહેતા શિક્ષકે એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરતા ચકચાર મચી જવા...
દાહોદ,સુખસર,ફતેપુરા : દાહોદ જિલ્લાના ફતેપુરા નગર સહિત તાલુકામાં ગેરકાયદે સરકારી જમીન સહિત અન્ય જમીનમાં ભુમાફિયાઓ તેમજ દબાણ કર્તાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધવા માંડ્યો...
હિન્દી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર દિલીપકુમારે યરવડાની જેલમાં રહીને મહાત્મા ગાંધીના સમર્થકો સાથે ઉપવાસ પણ કર્યા હતા, તેની બહુ ઓછા લોકોને ખબર હશે....
આપણા મોરારજી દેસાઇની એક ખૂબીનો જોટો દુનિયામા બીજો જડે તેમ નથી. એવા સમર્થન નેતાની યાદમાં આજે દેશમાં એક પણ પુલ નથી. એક...
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલી નવી અધિસૂચના મુજબ હવેથી સાંસદો, વિધાનસભ્યો અને સ્થાનિક શાસનના સભ્યો સહિત કોઇ પણ રાજકીય નેતા...
અષાઢી બીજ એટલે રથયાત્રાનો તહેવાર. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. હવે રથયાત્રાના સાતેક દિવસ જ બાકી...
વર્ષો પહેલાં ‘ઇલીસ્ટ્રેડેટ વિકલી’માં વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંઘે, ‘મોર્ટલ યુસુફખાન – ઇમ્મોર્ટલ દિલીપકુમાર’, નામક મથાળા તળે, એક મનનીય લેખ, દિલીપકુમાર માટે લખેલો. સાચે...
દિલીપકુમાર રાજકીય નેતા નહીં પણ એ પીઢ અભિનેતા હતા એ હાલ રહ્યા નથી, કુદરતે તેમની સાથે ઘોર અન્યાય કરેલ અને તેમને ખોળાનો...
ઉનાળાના દિવસો હતા અને બહુ ગરમી વધી રહી હતી.સુરજ જાણે આગ ઓકી રહ્યો હતો અને આ વધતી જતી ગરમીને કારણે જંગલમાં આગ...
કાયદો શસ્ત્ર છે કે ઢાલ? આ સવાલ હંમેશાં પૂછાતો આવ્યો છે. એક જાણીતી ઉક્તિ મુજબ ‘કાયદો ગધેડો છે.’ એટલે કે તેને પોતાની...
એક યુગ હતો જ્યારે રશિયા અને ચીનના સામ્યવાદી શાસકો તેમની પાર્ટી કોંગ્રેસમાં જે ભાષણો કરતા અને ઠરાવો કરતા તેના વિષે દિવસોના દિવસો...
જેની કેટલા સમયથી ચર્ચાઓ ચાલતી હતી તેવા કેન્દ્રીય પ્રધાનમંડળનું આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તરણ કર્યું. આમ તો વિસ્તરણ કહેવા કરતાં નવિનીકરણ કર્યું...
વડોદરા : મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે, શહેર કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ ,ડીઝલ દૂધ અને રાંધણ ગેસ ના ભાવ વધાતા આજે વિરોધ પ્રદશન...
વડોદરા: ગત સપ્તાહે દાંડિયા બજાર ખારીવાવ રોડ ઉપર સેનેટાઈઝર ના ગેરકાયદેસર ચાલી રહેલા વિહાન એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં આગ લાગી હતી .થોડા સમય અગાઉ...
શહેરા: શહેરા તાલુકામાં 100 થી વધુ શિક્ષિત બેરોજગાર યુવાનોને જી.આઇ.એસ.એફ મા સિક્યુરિટી ની નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરનારા બે ઈસમો સામે તાલુકા...
વડોદરા : શહેરના માંડવી રોડ પર જાની શેરીમાં દુકાનમાં ગેસ બોટલ લીકેજ થવાના કારણે આગ લાગતા શોર્ટ સર્કિટથી વધુ આગ પ્રસરતાં ફાયરબ્રિગેડનો...
વડોદરા : વડોદરા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂનની કામગીરી તેમજ તળાવોના બ્યુટીફીકેશન પાછળ જે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે.જેની સામે...
તાપીના ડોસવાડામાં વેદાંત ગ્રુપની હિન્દુસ્તાન ઝીંક કંપનીના લોક સુનાવણી મુદ્દે તાપી કલેક્ટર તેમજ કંપનીના ઓથોરાઈઝ્ડ પર કાયદેસરની કાર્યવાહી કરવા ભીલ ફેડરેશન ઓફ...
માંડવીના કરંજ ગામની સીમમાં ગેરકાયદે બાયો ડીઝલનો 5000 લીટરનો જથ્થો બાતમીના આધારે સુરત એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં માંડવી મામલતદારે કાર્યવાહી...
પલસાણાની દસ્તાન ફાટક ઉપરના રેલવે ઓવરબ્રિજની અધૂરી કામગીરીના વિરોધમાં બુધવારે એક રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેના સમર્થકો દ્વારા પાંચ દિવસના પ્રતીક...
ભરૂચના જંબુસર નગરપાલિકા ખાતે ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાનીમાં શહેરમાં મીઠું પાણી પૂરું પાડવાની માંગ સાથે વિપક્ષના સભ્યો તેમજ શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં...
ઝઘડિયાના ગોવાલીના નર્મદા કિનારે કેટલાક સમયથી કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી ખનન માફિયા છડેચોક મોટાપાયે રેતી કાઢી રહ્યા છે. બુધવારે ઝઘડિયાના પ્રાંત અધિકારી, ભૂસ્તર...
ઔદ્યોગિક નગરી અંકલેશ્વર-ઝઘડિયા થઈને નર્મદાનું જિલ્લા પેલેસ રાજપીપળાને જોડતી બ્રોડગેજ રેલવે હાલ બંધ હોવાથી ફરીવાર ચાલુ કરવા લોકમાંગ ઊભી થઇ છે. આ...
તેલંગાણાના દવાના ઉત્પાદક દ્વારા ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસની સારવાર માટે વપરાતી દવા CUVICON બ્રાન્ડની બનાવટી દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત સુરત અને...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં બુધવારે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ અમદાવાદમાં આગામી તા.12મી જુલાઈ – અષાઢી બીજના રોજ...
રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન 776 બાળકો એવા છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બાળકોને સહાય આપવા માટે આજથી...
ઉમરગામ, સાપુતારા: મોંઘવારીના (Inflation) વિરોધમાં કોંગ્રેસે (Congress) ઉમરગામમાં જનચેતના યાત્રા રેલી કાઢતા પોલીસે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી હતી. બાદમાં તમામને જામીન ઉપર...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
જે નક્કી કરેલુ શેડ્યુલ જળવાશે તો 9મી જુલાઇએ હોટસ્ટાર પર કોલાર બોમ્બ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે. આ એક ક્રાઇમ થ્રીલર ફિલ્મ છે. જેમાં જિમી શેરગીલ અને આશા નેગી મુખ્ય ભૂમિકામાં છે. જિમી શેરગીલ પોલીસ ઓફીસર બન્યો છે. હિન્દી ફિલ્મોમાં જિમી ભુલાતું જતું નામ છે અને ત્યારે જ તે પાછો વળ્યો છે. વિત્યા બે વર્ષમાં તે ‘રંગબાઝ’ અને ‘યોર ઓનર વેબસિરીઝ’માં જરૂર દેખાયો બાકી ફિલ્મોમાં ખાસ નથી આવ્યો. ‘જજમેન્ટલ હે કયા’, ‘દે દે પ્યાર દે’ વગેરેમાં હતો પણ તેની ખાસ ચર્ચા નથી થઇ. અરે ગયા વર્ષે ‘લયલા મજનુ’ માં આવ્યો હતો પણ પ્રેક્ષકો મજનુ નહોતા બન્યા. એટલે ‘કોલાર બોમ્બ’ પાસે તે આશા રાખે છે. ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી ફિલ્મો પર આશા રાખી શકાય?

જિમીને હિન્દીમાં ફિલ્મો મળે છે પણ મોટા પાત્રો નથી મળતા. 5-7 દૃશ્યોમાં દેખાય અને વાત ખતમે પંજાબમાં તે હીરો છે એટલે તેનો ઇગો પણ સંતોષાય છે. હિન્દીમાં તેની ‘ટોમ ડીક એન્ડ હેરી-2’, ‘રાધા ક્યું ગોરી મુ કયું કાલા’, અને ‘ડમ ડમ ડીગા ડીગા’ આવી રહી છે. આ બધી આમ તો તૈયાર થઇને પડી છે પણ રિલીઝ નથી થતી. ગુલઝારની ‘માચીસ’ થી શરૂઆત કરનાર જિમીને ‘મહોબ્બતેં’ માં સફળતા મળેલી. મુન્નાભાઇ એમ.બી.બી.એસ.માં મોટી નહોતી પણ મહત્ત્વની ભૂમિકા હતી. એ રીતે એ ‘વેનસડે’, ‘તેનુ વેડ્સ મનુ’, ‘સ્પેશીયલ 26’, ‘હેપ્પી ભાગ જાયેગી’ અને ‘માય નેમ ઇઝ ખાન’ જેવી ફિલ્મો ય આવી. બધામાં સારો હતો પણ સહાયક ભૂમિકામાં હતો.
હવે એકાવન વર્ષનો થઇ ચુકેલો જિમી શેરગીલ જેવી ફિલ્મો મળે છે તેનાથી વધુ આશા રાખી શકે તેમ નથી. પંજાબમાં તે કામ કરતો થઇ ગયો હતો તે આ જ કારણે. પંજાબમાં તેની ચૌદ ફિલ્મો રજૂ થઇ ચુકી છે. તેમાંની ચાર ફિલ્મનો તો નિર્માતા પણ તે સ્વયં છે. ફિલ્મના જ ધંધામાં પડ્યા હોય તો ટકી જવાના રસ્તા તો શોધતા રહેતા પડે. હવે ‘કોલાર બોમ્બ’ જો ખરેખર બરાબર ફાટે તો વાત જુદી પણ આ એક નાની ફિલ્મ છે જેમાં તેની સાથે આશા નેગી, રાજશ્રી દેશપાંડે વગેરે છે. ઓ.ટી.ટી. પ્લેટફોર્મ ભલે મોટી સફળતા ન અપાવે પણ લોકોની વચ્ચે તો રાખે! પ્રિયંકા પુરીને પરણેલો જિમી એક સુખી લગ્નજીવન જીવે છે અને પોતાની રીતે સફળતા શોધી લે છે. પત્ની પણ પંજાબી જ છે એટલે સરસોં કા સાગ અને મક્કી કી રોટીથી ખુશ છે. ફેફારી અને રેન્જ રોવર કાર છે અને હાર્લી ડેવિડસન બાઇક પણ રાખે છે. મતલબ સબ ચંગા હૈ.