Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘણા ઓછા થઈ રહ્યાં છે. ઘણા મહિનાઓ પછી છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નોધાયું નથી. જ્યારે છેલ્લા 24 કલાકમાં નવા 65 કેસ નોંધાયા છે. બીજી તરફ રીકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. આજે વધુ 289 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,988 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં દર્દીઓની સાજા દર 98.54 ટકા થયો છે. આજે એક્ટિવ કેસની સંખ્યા 1,969 નોંધાઈ છે. જ્યારે 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તેવી જ રીતે 1,959 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા 65 કેસોમાં અમદાવાદ મનપામાં 13, સુરત મનપામાં 10, વડોદરા મનપામાં 03, વડોદરા ગ્રામ્યમાં 04, રાજકોટ મનપામાં 07, ભરૂચ, આણંદમાં 4, નવસારી,વલસાડ અને અમરેલીમાં 2-2 નવા કેસ નોંધાયો છે.

To Top