આણંદ : આણંદ શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા હલ કરવા માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી હતી. જોકે, પશુ પકડતાં સમયે કોન્ટ્રાક્ટરની ટીમ...
નડિયાદ: ડાકોરમાં રહેતાં એક નિવૃત્ત શિક્ષકે વર્ષો પહેલાં લીધેલી પોલીસીઓ પાકી ગઈ હોવાની માહિતી મેળવી ઠગ ટોળકીએ તેમનો ટેલિફોનિક સંપર્ક કરી જુદા...
દાહોદ : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની લીમડી પોલીસને મોટી સફળતા મળી રહેવા પામી છે જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં...
દાહોદ: દાહોદ નગરપાલિકા દ્વારા ગ્રીન બેલ્ટ ગણાતી તેમજ નહેર તેમજ નાળા ઉપર શોપિંગ સેન્ટર ઉભા કરી દેવાયા છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ...
વડોદરા : ગોધરા સાબરમતી ટ્રેન કાંડના કેદી સલીમ ઉર્ફ સલમાન યુસુફ સલીમ જર્દાને છોડાવવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર સલિમ જર્દાના સગા...
વડોદરા : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસન ના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે ...
વડોદરા: સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી મેઘરાજા હાથતાળી આપી પલાયન બની રહ્યા છે.જેના કારણે જગતનો તાત કહેવાતા ખેડૂતો...
વડોદરા: શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે શહેરમાં તરખાટ મચાવી રહેલા તસ્કરોએ મોડી રાત્રે સયાજી હોસ્પિટલને નિશાન...
વડોદરા: બે વર્ષના માસૂમની બાજુમાં સુતી માંને મોત આપ્યું તે હત્યારા અજયે ત્રણેય બાળકોના એક એક આંસુનો િહસાબ આપવો પડશે. અજયને તેના...
ટોક્યોમાં ચાલી રહેલી ઓલિમ્પિક 2020 ગેમ્સમાં ગુરુવારે ભારતે ઓલિમ્પિકમાં 41 વર્ષના દુષ્કાળનો અંત લાવીને જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. ચોથા ક્વાર્ટરની...
સીએમ વિજય રૂપાણીએ વડોદરામાં એવી ચીમકી ઉચ્ચારી હતી કો જો રાજયમાં ફરીથી કોરોનાના કેસો વધશે તો સરકારને નિયંત્રણો લાદવા પડશે. તેમણે કહ્યું...
એક તરફ રાજયમાં સીએમ વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી રાજયભરમાં ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા...
અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદ તથા રાજકોટના યુવકો હવે એમડી ડ્રગ્સના બંધાણી બની ગયા છે, ત્યારે તાજેતરમાં જ સરકારે એમડી ડ્રગ્સની હેરફેર...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે આજે રાજયમાં “નારી ગૌરવ દિવસ” ઉજવણી કરાઈ હતી. આજે “નારી...
નવી દિલ્હી: મૈત્રીપૂર્ણ દેશો સાથે સુરક્ષા સંબંધો વધારવા માટે ભારત આ મહિને દક્ષિણ ચીન સાગરમાં એક નેવલ ટાસ્ક ફોર્સ મોકલી રહ્યું છે,...
ભારતીય કુસ્તીબાજો કુસ્તીની 57 કિલોગ્રામ વર્ગની પુરુષોની ફ્રી સ્ટાઇલ શ્રેણીની સેમિફાઇનલમાં કઝાખસ્તાનના સનાયેવ નુરીસ્લામને હરાવીને કુસ્તીની ફાઇનલમાં પહોંચી ગયા છે. સેમીફાઇનલમાં વિજય...
સાડા ચાર મિનીટની આ સેક્સ વિડીયો ક્લિપ છે, જેમાંથી 1 મિનીટની કટિંગ કરેલી ક્લિપ ફેસબુક પર મુકાશે ગાંધીનગર: આમ આદમી પાર્ટીના નેતાએ...
પ્લેયરોનો ઉત્સાહ વધારવા સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકિયા દ્વારા સોશિયલ મીડિયામાં જાહેરાત કરાઈ સુરત: 41 વર્ષના લાંબા વિલંબ પછી ટોક્યો ઓલિમ્પિકમાં સેમિફાઇનલમાં...
ભાડાકરારના આધારે ડોક્યુમેન્ટ ઊભા કરી પેઢીઓ રજિસ્ટર કરાવ્યા પછી જીએસટી ચોરી કૌભાંડ થતા ડિપાર્ટમેન્ટની નોટિસો પરત આવી રહી છે સૂરત: દેશભરમાં કોરોનાની...
વિડીયો જોઈ, જિલ્લા નાયબ પોલીસ વડા રાજેશ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતાપોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુકા ગામીતને પકડી પાડ્યો...
સ્નાતકના વિદ્યાર્થીઓના સેમ.1થી 5ના પર્ફોમન્સના આધારે મેરિટ તૈયાર કરી પ્રવેશ અપાશે આ પ્રવેશ પ્રોવિઝનલ હશે અને જે વિદ્યાર્થી છેલ્લા સેમ.માં નાપાસ થાય...
સુરતની 64 સ્કૂલના 320 વિદ્યાર્થીઓના 90 ટકાથી વધારે માર્ક્સ આવ્યાછ માસિક પરીક્ષાના 30 ટકા, પ્રિ-બોર્ડ પરીક્ષાના 40 અને યુનિટ ટેસ્ટના 10 ઉપરાંત...
– દારૂ પીધેલો હોવાનું જણાશે તો વાહન ચાલકોને આકરો દંડદમણ : દમણમાં હવે દારૂ પીને કાર કે બાઈક (Drink and Drive)હંકારવાનું ભારે...
સુરત રેલવે સ્ટેશનથી કરોડોની આવક થાય છે અને ખર્ચાય છે મુંબઈની સબર્બન ટ્રેન પાછળસુરત : સુરત અને દક્ષિણ ગુજરાતના નેતાઓનું અથવા તો...
નડિયાદ: નડિયાદ શહેરમાં આવેલ ટાઉનહોલની ટીકીટબારી ગેરકાયદેસર રીતે ભાડે રાખનારા દુકાનદાર તેમજ ભાડે આપવામાં મદદગારી કરનાર પાલિકાના જે તે વખતના સત્તાધીશો વિરૂધ્ધ...
ટોક્યો ઓલિમ્પિક્સ: ભારતની લવલીના બોરગોહેને તુર્કીની વર્તમાન વિશ્વ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલી સામે હાર્યા બાદ ટોક્યો ઓલિમ્પિકની મહિલા બોક્સીંગ 69 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ...
આણંદ : લુણાવાડાના ન્યાયધિશે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે ઓનલાઇન વેબસાઇટ પર રૂ.21 હજારનું દાન આપ્યું હતુ. જોકે, આ વેબ સાઇટ બોગસ...
આણંદ: વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) ચાંગાના તમામ 21 ફૂલટાઈમ રિસર્ચ સ્કોલરોને SHODH પ્રોજેકટ અંતર્ગત સ્કોલરશીપ પ્રાપ્ત થઈ...
વડોદરા: વડોદરા શહેરમાં કોરોના મંદ ગતિએ પડ્યો છે.તો બીજી તરફ વાતાવરણમાં બદલાવ આવતા વરસાદી માહોલ જામતા શરદી ખાંસી સામાન્ય તાવના લક્ષણોએ દેખા...
વડોદરા: જેની લાંબા સમય થી રાહ જોવાઇ રહી હતી તે કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ 10નું પરિણામ મંગળવારે બપોરે 12 કલાકે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
આણંદ : આણંદ શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા હલ કરવા માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી હતી. જોકે, પશુ પકડતાં સમયે કોન્ટ્રાક્ટરની ટીમ પર વારંવાર પશુપાલકો દ્વારા હુમલા કરવામાં આવતાં હતાં. આ અંગે પોલીસ સુરક્ષા માંગવા છતાં ન મળતાં આખરે કોન્ટ્રાક્ટ પડતો મુકી વતનની વાટ પકડી લીધી હતી. પોતાની ભુલથી માથે હાથ દઇ બેઠેલા શાસકો હવે નવા કોન્ટ્રાક્ટને શોધી રહ્યાં છે.
આણંદ શહેરમાં રખડતાં પશુની સમસ્યા વકરી રહી છે, તેમાંય ચાલુ વરસે બે વ્યક્તિ રખડતાં પશુના શીંગડે ચડ્યાં હતાં અને જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત દરરોજ કોઇને કોઇના હાડકાં ભંગાતા રહે છે. હજુ થોડા સમય પહેલા જ પાલિકાએ ઢોર પકડવા ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને તેને સ્થળ પર રૂ.500નો દંડ વસુલવાની સત્તા આપી હતી. આ કોન્ટ્રાક્ટર દ્વારા ખાસ ટીમ બનાવી હાઈડ્રોલીક ડબ્બો લાવી અભિયાન શરૂ કર્યું હતું.
પરંતુ પશુપાલકો દ્વારા આ ટીમ પર હુમલો કરવાના બનાવો બનતાં અભિયાન પડતું મુક્યું હતું. જોકે, પોલીસ સુરક્ષા સાથે ફરી અભિયાન હાથ ધરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ પાલિકા અને પોલીસ વચ્ચે સંકલનના અભાવે કોઇ સુરક્ષા ન મળતાં આખરે કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ પડતો મુકી વતન તરફ વાટ પકડી હતી. રહી રહી જાગેલી પાલિકાને પણ પોતાની ભુલ સમજાઇ હતી. આખરે નવો કોન્ટ્રાક્ટ આપવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે, આ વખતે અગાઉની ભુલ સુધારવા માટે દંડની રકમ પહેલા કરતાં વધુ કરવા સહિત વિવિધ શરતોમાં ફેરફાર કરવામાં આવશે.
‘રખડતાં પશુને પકડવા માટેનો નવો કોન્ટ્રાક્ટ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેનો આગામી બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે. અગાઉના કોન્ટ્રાક્ટમાં પશુપાલકને રૂ.500નો દંડ હતો. જે હવે નવો કોન્ટ્રાક્ટમાં રકમ વધારવામાં આવશે.’ –ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર, નગરપાલિકા, આણંદ.
આણંદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને ઢોર ડબ્બે પુરવા કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. પરંતુ પકડાયેલા ઢોરને રખવા માટે પુરતી વ્યવસ્થા નથી. ઢોર પકડાયા બાદ તેને રાજોડપુરા ખાતે આવેલા પાલિકાના પ્લોટમાં મુકવામાં આવે છે. પરંતુ ત્યાં કોઇ પણ જાતની રખડતાં પશુઓને સાચવવા માટે પુરતી સુવિધા ન હોવાના કારણે ઘણી વખત પશુના બિમાર પડવાના તેમજ મૃત્યુ થવાના કેસ પણ નોંધાયાં છે. એક માત્ર પાલિકા દ્વારા વોચમેન મુકવામાં આવ્યો છે, જે પણ ઉમરલાયક હોવાથી પશુઓને કાબુમાં રાખી શકતો નથી. આ ઉપરાંત લાંબા સમય બાદ પશુને અજરપુરા પાંજરાપોળમાં ખસેડવામાં આવે છે.