ઘેજ: ચીખલી પોલીસ મથકમાં (Chikhli Police Station) બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસ દ્વારા વીજ કંપનીના (Electricity Company) નાયબ ઇજનેરનો પણ...
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ની તીરંદાજી (Archery) સ્પર્ધાઓમાં ભારતીય પડકાર સમાપ્ત થઈ ગયો છે. અતનુ દાસ (Atnu das) શનિવારે પુરુષોની વ્યક્તિગત પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના...
વ્હાલા વિદ્યાર્થી મિત્રો, કોરોના હળવો થવાથી હળવાશ અનુભવવા વરસાદની મોસમ માણતાં હશો. સાથે જ 15 દિવસ પછી એટલે કે 6th Aug.2021 Guj...
દોસ્તી એ એવો સંબંધ છે, જેમાં ન હોય માન, ન હોય અપમાન, ના સોરી, ના થેંકસ, ન પ્રતિસ્પર્ધા, ન પ્રદર્શન. એ જ...
‘ફ્રેન્ડશીપ ડે’ની વાત કરતાં પહેલાં વર્લ્ડ ટુર્નામેન્ટમાં કુસ્તીમાં પ્રિયા મલિકે ગોલ્ડઅને ઓલમ્પિકસમાં વેઇટ લિફ્ટિંગમાં મીરાંબાઇ ચાનુએ સિલ્વર મેડલ મેળવી નારી શકિતનો પરિચય...
આસામ અને મિઝોરમની પોલિસ વચ્ચે હિંસક અથડામણ થઇ તેના ચાર દિવસ પછી પરિસ્થિતિ સુધરવાને બદલે વણસી રહી છે. આસામ અને મિઝોરમ ભારત...
આજનાં ડીજીટલ યુગમાં ઈન્ટરનેટ વગર બધું નકામું હોય એવું લાગે છે. ઈન્ટરનેટની ખૂબજ સમસ્યા જોવા મળે છે. નેટવર્ક ન આવવાને કારણે કેટલીકવાર...
કોરોનાથી એક પણ માણસનું મૃત્યુ થાય તો તે જે તે રાષ્ટ્ર કે જે તે સેવા ક્ષેત્રની નામો શી બજાવી જોઈએ. પણ કોરોનાનાં...
કોરોનાના કપરા કાળમાં પણ વર્લ્ડ ઓલ્મ્પીક રમતોત્સવનું સફળતા પૂર્વક આયોજન કરનાર જાપાન પોતાના નાગરિકોની પણ ચિંતા કરે છે તે જાપાન સરકારે કંપનીઓને...
આજકાલ આપણે સૌ જોઇએ છીએ કે અમુક રાજ્ય સરકારો વઘતી જતી વસ્તી અંગે ચિંતિત છે અને વસ્તી નિયંત્રણ અંગે કાયદો લાવવા વિચાર...
ભારતીય મહિલા હોકી ટીમ (Indian women hockey team)ની ખેલાડી વંદના કટારિયા (Vandna katariya)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઇતિહાસ (History) રચ્યો છે. સાઉથ આફ્રિકા...
શહેરોમાં હજુય કોરોનાની રસી ને લઈને લોકોમાં જનજાગૃત્તિ કેળવાઈ છે પણ ગામડાઓમાં આજેય ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. અંધશ્રધ્ધા ને કારણે લોકો રસી...
આપણે સ્વતંત્રતાના જયારે પંચોતેર વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે ત્યારે દરેક નાગરિકનું સ્વતંત્રતા સેનાની પ્રત્યેનું એક ઋણ છે જે અદા કરવું...
એક દિવસ કર્મ અને ધર્મ વચ્ચે કોની મહત્વતા વધારે તે બાબતે ઝઘડો થયો.બંને પોપોતાની મહત્વતા સિદ્ધ કરવા એક પછી એક અનેક ઉદાહરણો...
અમરસિંહ ભીલાભાઈ ચૌધરી ગુજરાતના પહેલા આદિવાસી મુખ્યમંત્રી હતા.અમર સિંહ ચૌધરી નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી...
૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષની સામે ટકકર લેવા વિપક્ષમાં ઓચિંતુ સમૂહગાન શરૂ થઇ ગયું છે કે...
જ્યારથી કોરોના ફેલાયો ત્યારથી સરકાર દ્વારા વિવિધ મુદ્દે કોરોનાને કાબુમાં કરવા માટે નિયંત્રણો મુક્યા હતાં. સરકારની એવી માન્યતા હતી કે તેનાથી કોરોનાના...
નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસી તાબે દેવનગરમાં રહેતાં એક પરિણીત યુવકે પોતાની પત્નિ અને પુત્રીને તરછોડી પ્રેમીકા સાથે લગ્ન કરી લેતાં મામલો પોલીસમથકે...
બીજિંગ: ચીન (china)માં રાજધાની બીજિંગ સહિત 15 શહેરોમાં ડેલ્ટા વેરિયન્ટ (delta variant)ના કોવિડ કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. પૉઝિટિવ કેસો (Positive case)ના...
નડિયાદ: ગળતેશ્વર તાલુકાના છીંકારીયામાં બે વર્ષ અગાઉ નજીવી બાબતે થયેલાં વૃધ્ધ ભાભી ઉપર કેરોસીન છાંટી આગ ચાંપી મોતને ઘાટ ઉતારનાર દિયરને કસુરવાર...
શહેરા: શહેરાના જાલમ બારીઆના મુવાડા ગામની ગ્રામ પંચાયત જેનો વહિવટ પાછલા ચાર વર્ષથી ખોડીયાર માતાજી સમક્ષ થઈ રહયો છે.ગ્રામ પંચાયત ઘર પાછલા...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC)ની સામાન્ય સભા (General meeting)માં બે દિવસ પહેલા વિપક્ષી (Opposition) સભ્યને સસ્પેન્ડ (Suspend) કરાતાં ભારે ધમાલ થઇ હતી તેમાં...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of commerce) એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૧–રર માટેના વરાયેલા પ્રમુખ (President) આશિષ ગુજરાતી અને ઇલેકટ...
શહેરા: શહેરાના જાલમ બારીઆના મુવાડા ગામની ગ્રામ પંચાયત જેનો વહિવટ પાછલા ચાર વર્ષથી ખોડીયાર માતાજી સમક્ષ થઈ રહયો છે.ગ્રામ પંચાયત ઘર પાછલા...
ગોધરા: પંચમહાલ જીલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા દેશ અને રાજ્યના નાગરિકોને કેવાયસી અપડેટ કરવાના બહાને એટીએમ કાર્ડ નંબર તથા ઓટીપી મેળવીને ભોગ...
વડોદરા : શહેરના વધુ એક કંપનીના માલિક ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે. ભેજાબાજોએ ઈ-સીમની રિકવેસ્ટ મોકલીને એકાઉન્ટ હેક કરી 51 કલાકના સમયગાળામાં...
સુરત: વિશ્વભરમાં અજગરી ભરડો લેનાર કોરોના (Corona)નું સંક્રમણ હાલ શહેર (Surat)માં તો બિલકુલ ઓછું છે. પરંતુ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાએ ફરીથી માથું...
વડોદરા: પી.આઈ. દેસાઈ કિરિટસિંહ જાડેજાના સીલસીલાબધ્ધ ગુનાની તમામ કડીઓ એકત્ર કરવા હાલ પણ વધુ સાક્ષીઓ અને સાહેદોના નિવેદનો ક્રાઈમ બ્રાંચના પી.આઈ. ડી.બી....
વડોદરા: ગુજરાત બોર્ડ બાદ ધો. બારના સીબીએસસી બોર્ડ દ્વારા ધો.બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે સીબીએસસી બોર્ડ...
કોરોના (Corona)ની બીજી લહેર સમાપ્તિને આરે છે ત્યારે ગુજરાત બોર્ડ (Gujarat board)નું ધોરણ 12 (HSC) સામાન્ય પ્રવાહનું પરિણામ (Result) જાહેર થયું છે....
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
ઘેજ: ચીખલી પોલીસ મથકમાં (Chikhli Police Station) બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસ દ્વારા વીજ કંપનીના (Electricity Company) નાયબ ઇજનેરનો પણ જવાબ લેવામાં આવ્યો હતો. બનાવની રાત્રિએ ચીખલીમાં ૧-૩૦ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી વીજળી ડૂલ રહી હતી. છ કલાકથી વધુ વીજળી ગાયબ રહેતા સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કોઇ ગતિવિધિ કેદ નહીં થતા તે ચર્ચાનો વિષય બન્યો હતો.

ચીખલી પોલીસ મથકમાં ૨૧ જુલાઇએ સવારે કોમ્પ્યુટર રૂમમાં ડાંગ જિલ્લાના વઘઇના ૧૯ વર્ષીય સુનિલ પવાર અને રવિ જાદવની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ દરમ્યાન ચીખલીમાં રાત્રિના ૧-૩૦ વાગ્યે વીજળી ડૂલ થયા બાદ ઠેઠ સવારે આઠ વાગ્યે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. આમ છ કલાકથી વધુ સમય વીજળી ડૂલ રહેતા રાત્રિ દરમ્યાન અંધારપટ છવાયો હતો. જેને લઇને અનેક શંકા-કુશંકાઓ ઊભી થવા સાથે ચર્ચાનો વિષય બન્યો હતો.

વીજળી ગાયબ રહેતા પોલીસ મથકમાં તથા પરિસરમાં આવેલા સીસી ટીવી કેમેરાની પણ આંખ બંધ થઇ જતા બનાવના સમયની કોઇ ગતિવિધિ કેમેરામાં કેદ નહીં થતા અનેક સવાલો ઊભા થયા છે. ચીખલીથી વીજ કંપનીની કચેરી, સબ સ્ટેશનથી માંડ ૧ થી ૧.૫ કિ.મી.ના અંતરે છે. ત્યારે છ કલાકથી વધુ સમય સુધી કયા કારણોસર વીજળી ડૂલ રહી? મરામત માટે આટલા કલાકો કેમ ગયા? જેવા અનેક સવાલો સાથે આશંકાઓનું જોર પકડતા પોલીસે વીજકંપનીની ચીખલી કચેરીના નાયબ ઇજનેરનો જવાબ લઇ તપાસ કરી હતી.
ચીખલી વીજ કંપનીની કચેરીનો કારભાર છેલ્લા કેટલાક સમયથી ખાડે ગયો છે. વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પોલીસ મથકમાં બે યુવાનોના શંકાસ્પદ મોતના બનાવમાં પોલીસે ચારે તરફથી દબાણ આવતા બનાવના સાત દિવસ બાદ પીઆઇ અજીતસિંહવાળા સહિત છ થી વધુ પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અને ડીવીઆર પણ કબજે લેવાયું હતું. પરંતુ બનાવના સમય દરમ્યાન વીજળી જ ગાયબ હતી.
મરામત માટે સમય લાગ્યો હતો પોલીસને જવાબ લખાવી દીધો છે
ચીખલી વીજ કંપનીના નાયબ ઇજનેર અનિલ પટેલે જણાવ્યું હતું કે ૨૧ જુલાઇના રોજ ત્રણ ફીડરના વાયરો સબસ્ટેશન પાસે ભેગા થઇ જતા મોટી સમસ્યા સર્જાઇ હતી. એટલે મરામત માટે સમય લાગ્યો હતો. પોલીસે આ અંગે જવાબ લેતા મેં લખાવી દીધો છે.