Top News

More Posts

   The Latest

Most Popular

સાડા ચાર મિનીટની આ સેક્સ વિડીયો ક્લિપ છે, જેમાંથી 1 મિનીટની કટિંગ કરેલી ક્લિપ ફેસબુક પર મુકાશે

ગાંધીનગર: આમ આદમી પાર્ટીના નેતાએ આગામી 15મી ઓગસ્ટે બનાસકાંઠાના ભાજપના નેતાનો સેકસ વીડિયો વાયરલ કરવાની ચીમકી આપી છે. જેના પગલે બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આજે આપના મેઘા પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકી હતી કે બનાસકાંઠા જિલ્લાના મોટા નેતાનો સેકસ વીડિયો ફેસબુક પર વાયરલ કરવામાં આવશે. આ સેકસ વીડિયો 4.6 મિનિટનો છે. જેમાંથી 1 મિનિટની કટિંગ કરેલી ક્લિપ ફેસબુક પર મૂકવામાં આવશે. તા.15મી ઓગસ્ટે સવારે 12.39 વાગ્યે આ ક્લિપ ફેસબુક પર પોસ્ટ કરાશે. ભાજપના નેતાનો આ કથિત સેકસ વીડિયો 2017નો છે એટલું જ નહીં પાલનપુર સર્કિટ હાઉસનો હોવાનું મનાય છે. જો કે ભાજપના કયા નેતાનો આ વીડિયો છે તે મામલે હવે તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે.

તાજેતરમાં કચ્છમાં પણ ફરીથી મીઠી ખારેક કાંડ થયો છે. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે સંબંધો ઘરાવતા ભાજપના એક યુવા નેતા હોટેલમાં પરિવારજનોના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતાં, એટલુ જ નહીં પરિણીત યુવતી તથા પૂર્વ ધારાસભ્યના પરિવારજનોએ આ યુવા નેતાને હોટેલના રૂમમાં તેમજ પાછળથી તેના ઘરે પહોચી જઈને ઢીબી નાખ્યો હતો. અંદરની માહિતી મુજબ આ યુવા નેતાએ ભાજપના સંગટ્ઠનના હોદ્દા પરથી રાજીનામું પણ આપી દીધું છે.

To Top