National

NZ vs ENG મેચ દરમિયાન એવું શું બન્યું કે મહેન્દ્ર સિંહ ધોની ટ્રેન્ડ થવા લાગ્યો

ટીમ ઈન્ડિયા ભલે T20 વર્લ્ડ કપ 2021ની (World Cup) સેમીફાઈનલમાં (Semi Final) ન પહોંચી શકી હોય, પરંતુ બુધવારે ઈંગ્લેન્ડ (England) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે રમાયેલી પ્રથમ સેમીફાઈનલ મેચ દરમિયાન કંઈક એવું થયું, જેના પછી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ટ્વીટર (Tweeter) પર ટ્રેન્ડ (Trend) થવા લાગ્યો હતો. ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સિમોન ડૂલે કોમેન્ટ્રી દરમિયાન ધોનીનો એક ખાસ વાત માટે ઉલ્લેખ કર્યો હતો, જેની ક્લિપ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral) થઈ રહી છે. પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી.

મેચ દરમિયાન ટિપ્પણી કરતા સિમોન ડૂલે કહ્યું, ‘ધ ગ્રેટ એમએસ ધોનીએ કહ્યું છે ‘બેટ્સમેન તરીકે તમે મેચને જેટલી આગળ લઈ જાઓ છો, બોલર પર એટલું જ દબાણ આવે છે’. ડૂલની કોમેન્ટ્રીની આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ત્યારથી ધોની ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો છે.

https://twitter.com/MSDevoteee/status/1458492133791256577?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1458492133791256577%7Ctwgr%5Ehb_1_7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2F

15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર મહેન્દ્ર સિંહ ધોની વિશ્વના શ્રેષ્ઠ ફિનિશરમાં સામેલ છે. તેણે ઘણી મેચોમાં છેલ્લી ઘડીએ ટીમ ઈન્ડિયાને પોતાના દમ પર જીત અપાવી છે. ધોની મેચને અંત સુધી ખેંચવામાં માહિર છે અને મોટા ભાગના પ્રસંગોએ તેણે ક્રિઝ પર રહીને ટીમને જીત અપાવી છે. બુધવારે સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનર ડેરેલ મિશેલ પણ છેલ્લે સુધી ક્રિઝ પર રહ્યા અને 47 બોલમાં 72 રનની ઇનિંગ રમીને કિવી ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી.

Most Popular

To Top