આણંદ : ઉમરેઠ તાલુકાના અહીમા ગામે દસેક દિવસ પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડાના મામલે બન્ને પરિવારના સભ્યો સામસામે આવી ગયાં હતાં અને...
સંતરામપુર: સંતરામપુર નગરમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતા વજાભાઈ ખેતાભાઈના મકાનના તાળા તોડી નાખી તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે ઘરમાં પ્રવેશીને લોખંડની તિજોરી, લોકર,...
લુણાવાડા : વિશ્વ વ્યાપી કોરોના મહામારીને રાજયમાં કાબૂમાં લેવામાં રાજય સરકાર દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ માટે રાજય...
શહેરા: શહેરા તાલુકાના લાભી ગામે ૫૦ વર્ષીય સાસુએ વહુના ત્રાસ થી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ મથક ખાતે...
ગોધરા: મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નવા ચારણ ગામના વિમલકૂમાર પટેલને જીઓ કંપનીમાથી બોલૂ છુ તેમ કહીને અજાણ્યા ઇસમે ફોન કરીને વોટસએપ ઉપર...
દાહોદ: લાંબા વિરામ બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા છે. માત્ર એક કલાકના ધોધમાર...
કાલોલ: કાલોલ શહેર ના પ્રવેશદ્વારે આવેલ એક કીમતી જમીન પૈકીની એક ખુલ્લી જગ્યાને મૂળ માલિકના વારસદારો ને પધરાવી દેવા માટે વહીવટી સત્તાધીશોના...
સુખસર, દાહોદ: દાહોદ જિલ્લામાં વધતા જતા મહિલા અત્યાચારના બનાવો ઉપર રોક લગાવવા સરકાર દ્વારા વિવિધ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે અને...
વડોદરા : વિઝા તેમજ નોકરી અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ભાજપાના કહેવાતા ભેજાબાજ કાર્યકર ચિંતન ઉર્ફ ચેતન પટેલના 3...
વડોદરા: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ભંગારની ચોરી કરનાર હોસ્પિટલનો કાયમી કર્મચારી સહિત રિક્ષાચાલક ઝડપાઈ જવા પામ્યો હતો.હાલ રાવપુરા પોલીસે તેમની અટકાયત કરી...
વડોદરા: પાર્કિંગ ના પાઠ ભણાવતા પાલિકામાં જ પાર્કિંગ ના વાંધા છે.શહેરના કોઈ પણ વિસ્તારમાં કમર્શિયલ,હાઇરાઇઝ બિલ્ડિંગમાં 30% પાર્કિંગ હોવું જોઈએ જોકે પાલિકા...
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા કોવિડ મહામારીને પગલે પરીક્ષા નહિ લરવાના નિર્ણય બાદ એકેડેમિક માસ પ્રમોશન આપવાનું જાહેર કરવામાં આવતા ધો-12માં તમામ વિધાર્થીઓ...
વડોદરા: વડોદરામાં ટ્રાન્સઝેન્ડર કમ્યુનિટી આત્મનિર્ભર બને તેમજ સમાજ તેમને સ્વીકારે તે માટે એક એમ્પાયર ઉભું કરી ટ્રાન્સઝેન્ડરોને હેર બ્યુટી, મેકઅપ , મહેંદી...
વડોદરા: શહેરના માણેજા વિસ્તારમાં મામી સાસુને પાન-મસાલાનો ગલ્લો શરૂ કરવા માટે પોતાના નામે લોન લઇને આપનાર મહિલા મામી સાસુને હપ્તા ભરવા માટે...
વડોદરા: મુંબઇથી ફલીપકાર્ટ કંપનીનો ૧.૭૧ કરોડનો સરસામાન ભરીને હરીયાણા જવા નિકળેલા ટ્રકના ચાલક તથા કલીનરે બારોબાર સગેવગે કરીને કરજણ નજીક ટ્રક બિનવારસી...
યુએઇમાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેની 24 ઓક્ટોબરે રમાનારી સુપર-12 તબક્કાની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આઇસીસી...
સુરત જિલ્લા સહકારી સંઘ દ્વારા દર વર્ષે નાગરિક સહકારી બેંકોના અધિકારીઓ અને સહકારી સંસ્થાઓના અધિકારીઓ માટે તાલિમ વર્ગનું આયોજન કરવામાં આવે છે....
રાજ્યમાં મંગવાર સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ૦૪ જિલ્લાના ૦૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં...
પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતના માછીમાર ભાઈઓને મુક્ત કરાવવા, આ માછીમારભાઈના પરિવારો માટે આર્થિક સહાય પેકેજ ફરીથી શરુ કરાવા અને બોટ ગુમાવનાર બોટ...
વૉશિંગ્ટન: અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ (President) જૉ બાઇડને (Joe Biden) સ્વીકાર્યું કે અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)નો કબજો ધારણા કરતા બહુ ઝડપથી થઈ ગયો...
વારસો : પોલેન્ડ (Poland)ની ભાલા ફેંક (Javelin thrower) એથ્લેટ મારિયા આન્દ્રેજિકે (Andrejczyk) એક 8 મહિનાના બાળકની હાર્ટ સર્જરી (heart surgery) માટે પોતાના...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 નવા કેસ નોધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 5, સુરત મનપા, વડોદરા મનપામાં 4- 4, અરવલ્લી,...
મંદી મોંઘમારી અને મહામારીમાં સપડાયેલી પ્રજા પર મોંઘવારીનો વધુ એક ઘા ભાજપ સરકારે કરી ગેસ સિલિન્ડરમાં રૂ. ૨૫નો જંગી વધારો અને છેલ્લા...
રાજ્યમાં જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં ૩૦ સપ્ટેમ્બર-ર૦ર૧ સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત...
લંડન : ભારતીય ટીમ (Indian cricket team)ના માજી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલરકર (Sachin tendulkar), બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Saurav ganguli)થી લઇને દિગ્ગજ...
દુબઇ : યુએઇ (UAE)માં રમાનારા ટી-20 વર્લ્ડકપ (T-20 world cup)માં ભારતીય ટીમ પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન (Pakistan) સામેની 24 ઓક્ટોબરે રમાનારી સુપર-12...
નવી દિલ્હી : અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિએ ભારત (India) માટે ચિંતા વધારી છે. ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા (review) કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે...
કાશ્મીર (J & K)ના કુલગામ (kulgam)માં ભાજપ (BJP)ના નેતા જાવેદ અહમદ (javed ahmed) ડારની આતંકવાદીઓ (terrorist)એ ગોળી મારી (firing)ને હત્યા (murder) નિપજાવી...
જામનગર: અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાનો (Taliban)ના કબજા બાદ અહીં ભારે ગભરાટનું વાતાવરણ છે. લોકો દેશ છોડવાનો ભારે પ્રયાસ કરી રહ્યા છે અને એરપોર્ટ (Kabul...
પાકિસ્તાન (Pakistan)માં ભારત (India)ના ભવ્ય ભૂતકાળ (History)ને લગતા પ્રતીકો (Symbol)ની સતત નફરતનો અંત નથી દેખાતો. ‘તહરીક-એ-લબ્બાઈક’ (Tahrik-e-labbai) પાકિસ્તાન સાથે જોડાયેલી વ્યક્તિએ લાહોર (Lahor)માં...
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
આણંદ : ઉમરેઠ તાલુકાના અહીમા ગામે દસેક દિવસ પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડાના મામલે બન્ને પરિવારના સભ્યો સામસામે આવી ગયાં હતાં અને એક બીજા પર લાકડી અને ધારિયાથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે બન્ને પક્ષો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાજીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ફરજ બજાવતા મહેશભાઈ જશભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો પુત્ર જયમીનકુમાર ગામમાં જ રહેતી પારૂલ નામની યુવતીના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે 5મી ઓગષ્ટના રોજ ભાગી ગયો હતો અને લગ્ન રજીસ્ટર કરાવી લીધાં હતાં. આથી, પારૂલના પરિવારજનોને મનદુઃખ થયું હતું અને તેઓ તેને પરત લેવા પ્રયત્ન કરતાં હતાં. આ દરમિયાનમાં 15મી ઓગષ્ટના રોજ ઘરે ઉપેન્દ્ર નરેન્દ્રભાઈ પટેલ અને પિન્ટુ જશુભાઈ પટેલ આવ્યાં હતાં અને તેઓએ પંચાયત ભરવાની વાત કરી હતી. જોકે, હાલ બન્નેનો પત્તો નથી, આથી, પંચ ભરવાનું શું ફાયદો તેમ કહેતા બન્ને અપશબ્દો બોલી જતાં હતાં. પરંતુ બાદમાં અન્ય લોકો દંડા, ધારિયા લઇ આવ્યાં હતાં અને હુમલો કર્યો હતો. જેમાં પરિવારના કેટલાક સભ્યો ઘવાયા હતા. બાદમાં આ લોકોએ ધમકી આપી હતી કે પારૂલનો સોંપી દો નહીં તો જાનથી મારી નાંખીશું. આ અંગે ખંભોળજ પોલીસે ભુપેન્દ્ર નરેન્દ્રભાઈ પટેલ, પિન્ટુ જશુભાઈ પટેલ, દિપક પ્રફુલભાઈ પટેલ, રમીલાબહેન નરેન્દ્રભાઈ પટેલ, ભૌમિક કાંતિભાઈ પટેલ, સંજય ચંદુભાઈ પટેલ, દિનેશ મણીભાઈ પટેલ, સુભાષ રાવજીભાઈ પટેલ, શીતલબહેન પિન્ટુભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.
સામાપક્ષે ભુપેન્દ્રભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા કાકાના દિકરી પારૂલબહેન ગામના જયમીન નામના યુવક સાથે ભાગી ગઇ હતી અને લગ્ન રજીસ્ટર કરાવી લીધાં હતાં. આથી, બન્ને પક્ષે પારૂલને પરત લાવવા વાતચીત ચાલતી હતી. જોકે, તેમનો ઇરાદો પરત આપવાનો નહતો. જેથી 15મીના રોજ તેમના ઘરે જઇ પંચભરવા જણાવ્યું હતું. પરંતુ તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને કુટુંબના માણસોને ભેગા કરી લાકડી અને ધારિયાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં અમારા પરિવારજનો ઘવાયાં હતાં. આ અંગે ખંભોળજ પોલીસે મહેશ જશભાઈ પટેલ, વિનેશ જશુભાઈ પટેલ, દિપક નરેશભાઈ પટેલ, સંજય જશભાઈ પટેલ, ભરત સોમાભાઈ પટેલ, કાંતિ ભાઇલાલભાઈ પટેલ, હરમાન ભાઇલાલભાઈ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.