Top News

More Posts

   The Latest

Most Popular

સંતરામપુર : સંતરામપુરના ગોધરા ભાગોળ વિસ્તારમાં ટ્યુશનમાં આવતી સગીરા પર સંતરામપુરના જ યુવકે નજર બગાડી હતી. આ સગીરા 13મી જુલાઇ,21ના રોજ ટયુશનમાંથી છુટી ઘરે જવાં નીકળી હતી. તે સમયે બસ સ્ટેશન ચોકડીએ પ્રેમ અંબાલાલ પ્રજાપતિએ ચોકલેટ આપી હતી. આ ઉપરાંત દિલિપ સવજી બરજોડ  અને દિલરાજ કાંતિલાલ નિનામા (રે.આંબા.તા. ઝાલોદ)એ ભેગા મળીને યુવતીને મોટરસાઈકલ પર બળજબરીથી બેસાડીને સંત નજીક ડુંગરામાં એકાંતમાં લઈ ગયાં હતાં. જ્યાં પ્રેમ અને દિલિપેએ યુવતીને તારે અમારી સાથે બોલવું છે કે નહીં ?

જેથી યુવતીએ ના પાડતાં પ્રેમ અને દિલિપે  યુવતી જોડે છેડછાડ કરી હતી. બાદમાં પ્રેમ અને દિલરાજે યુવતીને પકડી રાખી અને દિલિપે યુવતીને બંન્ને હાથે સળીયા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે 7મી ઓગષ્ટ,21ના રોજ સંતરામપુર પોલીસ મથકે રજુઆત કરી હતી. પરંતુ કોઇ પગલાં ન ભરાતાં આખરે આદિવાસી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો આ સંદર્ભ સંદર્ભમાં સંતરામપુર પોલીસ મથકે આવ્યાં હતાં અને ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ રજુઆતને પગલે પોલીસે ગંભીર બની દિલીપ સવજી બરજોડ (રહે.વલુનડા, તા. ફતેપુરા), દિલરાજ કાંતિલાલ નિનામા (રહે. આંબા, તા, ઝાલોદ) અને પ્રેમ અંબાલાલ પ્રજાપતિ (રહે.સંતરામપુર) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

To Top