Top News

More Posts

   The Latest

Most Popular

આપણા સૌનું ગુજરાતમિત્ર ચર્ચાપત્રોને જે સ્થાન આપે છે. તે ગુજરાતનું અન્ય કોઇ દૈનિક ભાગ્યેજ આપે છે. મોટે ભાગના ચર્ચાપત્રો સમાજ માટે વિવેક સાથે વિરોધના નિયમને જાળવી લોકપ્રહરીનું કામ સાચા અર્થમાં કરે છે. પરંતુ દુ:ખદ વાત એ છે કે જે તે તંત્રને લગતી લોકસમસ્યા છપાઇ હોય તે તંત્ર તેની નોંધ કદાચ લેતું હશે તો પણ લોકો તો ળક્યા કરે, બોલ્યા કરેનો સિધ્ધાંત કાળજે રાખીને બેઠા હોય છે. દરેક ચર્ચાપત્રીને નમ્ર વિનંતી છે કે આપનું ચર્ચાપત્ર જે સરકારી તંત્ર કે સરકારી કચેરીઓ કે જાહેર સાહસની કચેરીઓ માટે પ્રસિધ્ધ થાય છે. તે મૂળ ચર્ચાપત્ર અને તેનો અંગ્રેજી કે હિન્દીમાં ભાવાનુવાદ કરી, જેમાં મુખ્ય મુદ્દો આવવો જોઇએ તેની પીડીએફ ફાઇલ બનાવી જે તે તંત્રના મુખ્ય વડાને મોકલવી જોઇએ,

અને તેનો જવાબ માંગવો જોઇએ. અમુક દિવસોમાં જવાબ ન આવે તો સ્મૃતી પત્ર રીમાઇન્ડર મોકલવો જોઇએ. અને લગભગ બે ત્રણ મિહના સુધી જવાબ ન આવે તો માહિતી અધિકાર હેઠળ આપના પત્ર અને ચર્ચાપત્રની ગતીવિધી માંગવી જોઇએ. કામ સમય માંગીલે તેવું છે. ખર્ચાળ નથી. પરંતુ જયારે આપણે લોકપ્રશ્નોને વાયા આપવાનું કામ કરતા હોઇએ ત્યારે તે કામ ઠોસ રીતે થવું જોઇએ અન્યથા રાજકારણીઓ અને આપણી વચ્ચે કોઇ ફરક ન રહે. આ આખી વિધી માટે દક્ષિણ ગુજરાત ચર્ચાપત્રી સંઘ પણ લોકોને માર્ગદર્શન આપી જરૂરી સલાહ સુચન આપી શકે. લોક પ્રશ્નોનાં હલ માટેજ જો લખો તો આ જરૂરી છે. અન્યથા ફકત આપણા નામની પ્રસિધ્ધિ માટે જ જો ચર્ચાપત્ર લખાયું હોય તો કશી જ ટિપ્પણીની જરૂર નથી.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top