Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : આણંદના રાજ શિવાલય પાસે રહેતી પરિણીતાને તેના અમદાવાદ રહેતા પતિએ પરસ્ત્રીના પ્રેમમાં મારમારી ઘરેથી કાઢી મુકી હતી.  આણંદની રૂદ્રાસ રેસીડન્સીમાં રહેતા હીર નિતિનભાઈ રાઠોડના લગ્ન એકાદ વર્ષ પહેલા અમદાવાદ રહેતા પાર્થ હિંમતભાઈ વાલડિયા સાથે થયાં હતાં. શરૂઆતમાં થોડો સમય સારી રાખ્યા બાદ પતિ તથા સાસુ – સસરાએ નાની નાની બાબતોમાં ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. હીરને ઘરની નાની નાની બાબતમાં મ્હેણાં ટોણાં મારતાં હતાં. આ ઉપરાંત તેનો પતિ પાર્થ સહિત સાસરિયા પિયરમાંથી રૂ.50 હજાર લઇ આવવા દબાણ કરતો હતો.

દરરોજના આ માનસિક ત્રાસના કારણે નોકરી કરતાં હતાં. તે સ્થળે મન ના લાગતા નોકરીમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. આ ઉપરાંત સસરા પણ ખરાબ નજરથી જોતા હતાં.  આ અંગે પતિ પાર્થને ફરિયાદ કરતાં તેણે ઉશ્કેરાઇ કહેવા લાગ્યો હતો કે, તું મારા પિતા ઉપર ખોટા આક્ષેપ કેમ કરે છે ? તું અમારા ઘરને લાયક નથી. તેમ કહી મારમારી ઘરમાંથી કાઢી મુકવાના ઇરાદે ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. આ ઉપરાંત પાર્થને પરસ્ત્રી સાથે આડાસંબંધો હોવાથી ઝઘડો કરતો હતો અને 26મી જૂનના રોજ ઘરેથી કાઢી મુકી હતી. આ અંગે પોલીસે પતિ પાર્થ, જયશ્રીબહેન વાલડિયા અને હિંમતભાઈ વાલડિયા સામે ગુનો નોંધ્યો હતો.

To Top