Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે ત્યારે શેરી ગરબાને કોરોનાની આચારસંહિતાના અમલી કરવાની શરતે મંજૂરી અપાઈ છે. જો કે રાજ્યમાં કોમર્શિયલ ગરબાની મંજૂરી અપાઈ નથી, તેમ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. કેબીનેટની બેઠક બાદ તેમણે કહ્યું હતું કે ગુજરાત માટે ગરબા એ મહત્વનો તહેવાર છે એટલે તેને ધ્યાને રાખીને શેરી ગરબાને મંજૂરી અપાઈ છે, શેરી કે સોસાયટીઓમાં ગરબામાં 400 લોકો જ એકત્ર થઈ શકશે. શેરી ગરબામાં પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ વર્ષે પાર્ટી પ્લોટ કે કોમર્શિયલ ગરબાને મંજૂરી અપાઈ નથી. ખાનગી ગરબાનું આયોજન મંજૂર કરાયું નથી.

To Top