Top News

More Posts

   The Latest

Most Popular

બોસ્ટન: એક વ્યાપકપણે વપરાતું સોફ્ટવેર (Software) ટૂલ – કે જે ઓનલાઇન ગેમ (Online Game) માઇનક્રાફ્ટમાં ઝડપથી વપરાતું થયું છે – તે વિશ્વભરની સંસ્થાઓ સામે એક મોટા ખતરા તરીકે ઉભરી રહ્યું છે. વેબસાઇટો (Website) ચલાવવા વપરાતા ઓપનસોર્સ અપાચે સોફ્ટવેરમાં જોખમો જણાયા છે. તેની નબળાઇની જાણ થઇ છે કે ૧૨ કલાકમાં જ ભાંગફોડિયાઓએ તેનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનું શરૂ પણ કરી દીધું હતું. આ જોખમ સામે પોતાને નેટવર્કને સુરક્ષિત કરવા દુનિયાભરની (World) સંસ્થાઓમાં ધમાચકડી મચી ગઈ છે.

ઇન્ટરનેટ હાલ ભડકે બળી રહયું છે એમ સાયબરસિક્યુરિટી કંપની ક્રાઉડસ્ટ્રાઇકના ઇન્ટેલિજન્સ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એડમ મેયર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું. લોકો છીંડા પૂરવા ધમાચકડી કરી રહ્યા છે. તેમણે શુક્રવારે સવારે જણાવ્યું હતું કે આ બગનું અસ્તિત્વ જાહેર થયું તેના ૧૨ કલાકમાં જ તેનો સંપૂર્ણ શસ્ત્ર તરીકે ઉપયોગ શરૂ થઇ ગયો હતો. આનો અર્થ એ કે મેલફેકટરોએ તેનો વિકાસ શસ્ત્ર તરીકે કરી નાખ્યો હતો અને તેનો ઉપયોગ કરવા માટે તેને વહેંચવાનું પણ શરૂ કરી દીધું હતું.

છેલ્લા કેટલાયે વર્ષોમાં કોમ્પ્યુટર સિસ્ટમો સામેના જે જોખમો શોધાયા છે તેમાં સોફ્ટવેર ખામી સૌથી ખરાબ જોખમ માનવામાં આવે છે. જો તેને સુધારી લેવામાં નહીં આવે તો તે અપરાધીઓ, જાસૂસો અને પ્રોગ્રામિંગ નોવાઇસીસને કોઇના નેટવર્કની અંદર પ્રવેશવાની તક આપી દે છે, જ્યાં તેઓ કિંમતી ડેટાની લૂંટ ચલાવી શકે છે, માલવેર પ્લાન્ટ કરી શકે છે, મહત્વની માહિતી નાબૂદ કરી શકે છે અને બીજું ઘણું કરી શકે છે. આ જોખમને લોગફોરશેલ તરીકે વર્ણવવામાં આવ્યું છે. વેબસાઇટો અને અન્ય વેબ સેવાઓ ચલાવવા માટે વપરાતા ઓપનસોર્સ અપાચે સોફ્ટવેરમાં આ વલ્નરેબિલિટી જોવા મળી છે અને ચીની ટેક જાયન્ટ અલીબાબા દ્વારા અની જાણ ૨૪ નવેમ્બરે કરવામાં આવી હતી. અલબાબાએ જણાવ્યું હતું કે તેને આ માટેની ફીક્સ વિકસાવવામાં અને જારી કરવામાં બે સપ્તાહ લાગ્યા હતા.

To Top