Top News

More Posts

   The Latest

Most Popular

એક તરફ ગુજરાતમાં (Gujarat) ઓમિક્રોન (Omicron) તેમજ કોરોનાના (Corona) કેસોમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે ત્યાં લોકો નાતાલ (Christmas) અને નવા વર્ષની (New Year) ઉજવણી (Celebration) માટે પણ ખૂબ ઉત્સૂક છે. આ દરમિયાન ઓમિક્રોન વધુ ન ફેલાય તે માટે ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા સતર્કતાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા નાઇટ કર્ફ્યુને (Night Curfew) લંબાવવા અંગે જાહેરાત કરવામાં આવી છે. આ કર્ફર્યુ ગુજરાતના આઠ મોટા શહેરોમાં 31 ડિસેમ્બર સુધી લંબાવવમાં (extended) આવ્યો છે. જોકે 31 ડિસેમ્બરની ઉજવણી અંગે હાલ કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી.

સરકારે જાહેર કરેલા નિર્ણય મુજબ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં 31 ડિસેમ્બર સુધી મધ્યરાત્રિ 1 વાગ્યાથી શરૂ કરી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુઘી ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. સરકારી ગાઈડલાઈનનો અમલ આ શહેરોએ 31મી ડિસેમ્બર સુઘી કરવો પડશે. રાજયમાં રાત્રિ કફર્યૂ અંગેની મર્યાદા આજ રોજ એટલેકે 20 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી પરંતુ ઓમિક્રોન તેમજ કોરોનાના વધતા કેસોની વઘતી જતી સંખ્યાના કારણે આ કફર્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. જોકે 21 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં અગાઉ અપાયેલી છૂટછાટો યથાવત રાખવામાં આવી છે.

  • સરકારનું જાહેરનામું :-
  • -8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત
  • -રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે
  • -8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે
  • -લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટછાટ
  • -લગ્ન માટે ડિજીટલ ગુગલ પોર્ટલ ઉપર નોંધણીની જોગવાઇ યથાવત

રાજયમાં રાત્રિ કફર્યૂ અંગેની મર્યાદા આજ રોજ એટલેકે 20 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી જેને પગલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવરાત્રિ અગાઉ સરકાર દ્વારા લગ્નપ્રસંગમાં 400 તેમજ અંતિમક્રિયામાં 100 વ્યકિતઓની છૂટછાટ આપવામાં આવી હતી. જે યથાવત રાખવામાં આવી છે. પરંતુ આ તમામમાં હાજર રહેનારી વ્યકિતએ વેકસિનનો બંને ડોઝ લીઘેલા હોવાં જોઈશે. આ ઉપરાંત લગ્નપ્રસંગમાં લાઉડસ્પીકર નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત 31stની રાત્રે નવા વર્ષની ઉજવણી કરી શકાશે કે નહીં તે અંગે મૂંઝવણ છે. સરકાર દ્વારા આ અંગે કોઈ ગાઈડલાઈન કે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું નથી.

To Top