ગાંધીનગર(Gandhinagar): મોતિયા-અંધત્વમુક્ત ગુજરાત (Gujarat) ઝુંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આગામી ર૦રપ સુધીમાં રાજ્યમાં (Stat) અંધત્વનો દર ઘટાડીને...
નવસારી(Navsari) : ગણદેવીમાં સરકારી લોન અપાવવાના બહાને દંપતીએ ૮ લોકો પાસેથી ૨૦૩ ગ્રામ સોનું અને ૧૬.૭૯ લાખ લઈ છેતરપિંડી આચરતા મામલો ગણદેવી...
પારડી(Pardi) : પારડીમાં ફેબ્રિકેશનનું (Fabrication) કામ કરતા મિસ્ત્રીના ગૂગલ પેના (Google Pay) એપ્લિકેશનમાંથી એક ફ્રોડ આરોપીએ એડવાન્સ પેમેંટ (Advance Payment) આપવાનું કહી...
માંડવી(Mandvi): માંડવી તાલુકાના વિરપોર (Veerpor) ગામે શુક્રવારે (Friday) ભાજપના (BJP) નેતાને ત્યાં પુત્રના લગ્ન પ્રસંગમાં (Marriage Function) કોવિડ-૧૯ સરકારની ગાઈડ લાઈનનું પાલન...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના મોટી દમણ જામપોર બીચ (Beach) પર મુંબઈથી ફરવા આવેલા 3 પર્યટકોને મંકી કેપ પહેરીને ચાકુ સાથે આવેલા લૂંટારૂઓએ...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર જીઆઈડીસી (GIDC) ની અભિલાષા ફાર્મા કંપનીમાં રિએક્ટરનું ઢાંકણ ખોલતી વેળા જોરદાર સ્પાર્ક થતાં ૫ કામદાર ગંભીર રીતે દાઝી ગયા...
અમદાવાદ(Ahmedabad): કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો થતાં રાજયસરકાર દ્વારા શિક્ષણ (Education) અંગે મહત્વપૂર્ણ નિર્ણય લોવામાં આવ્યો છે. રાજયસરકારે સોમવારથી (Monday) શાળાઓ (School) શરૂ...
સુરત: (Surat) સુરત મનપાના વિકાસ કાર્યોની સાથે સાથે તેમાંથી મલાઇ તારવવા માટે એનકેન પ્રકારે રસ્તા શોધી કાઢતા અમુક ખાઇ બદેલા અધિકારીઓના કારણે...
નવી દિલ્હી: ભારત (India) સહિત વિશ્વના ઘણા દેશો કોરોનાના (Corona) નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) સામે લડી રહ્યા છે. પરંતુ ઓમિક્રોન તરફથી તાજેતરમાં...
સુરત: (surat) પિતાની સારવાર કરાવીને ઘરે પરત જઇ રહેલા સાડીના વેપારીને (Trader) ચપ્પુ બતાવીને તેની એક્ટિવા (Activa) લઇ બે અજાણ્યા ફરાર થઇ...
સુરત: (Surat) સુરત મનપામાં વિપક્ષ તરીકે 27 બેઠક જીતી લાવી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હોમ ગ્રાઉન્ડમાં જ મોટા પડકાર તરીકે ઊભરનાર આમ...
ગુજરાત: પશ્ચિમ બંગાળના (West Bengal) TMCના સાંસદ મહુઆ મોઈત્રાએ (mahua moitra) જૈન ધર્મ (Jain Religion ) પર સંસદમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી....
સુરત: (Surat) પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા પ્રોફેસરના બાળકને (Child) સાર સંભાળ લેવા આવતી મહિલાએ (Care taker) બે ત્રણ તમાચા મારી બાળકનું માથું...
મુંબઈ: (Mumbai) ભારત રત્ન અને સ્વર કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં જ એવા સમાચાર...
રાજકોટ: રાજકોટના (Rajkot) ભાજપના (BJP) ધારાસભ્ય ગોવિંદ પટેલે (Govind Patel) પોલીસ વિભાગમાં ફફડાટ મચાવે તેવો એક પત્ર રાજ્ય ગૃહમંત્રી (home minister) હર્ષ...
ભગવાન કૃષ્ણનો એક પરમ ભક્ત ખેડૂત રોજ સવારે મંદિરે જાય.વ્રત કરે.ખેતરમાં કામ કરતા કરતા સદા તેના મોઢા પર ભગવાનનું જ નામ હોય.ન...
વાપી : વાપીમાં (vapi) નામધા તેમજ ડુંગરામાં જુદા જુદા મંદિરની (temple) દાનપેટી (Donation Box) તોડીને ચોરી (Theft) કરનાર તસ્કરને એસઓજીની (SOG) ટીમે...
સુરત : પાલનપુર પાટિયા (Palanpur patiya)વિસ્તારમાં રહેતા પ્રોફેસરના બાળકને સાર સંભાળ લેવા આવતી મહિલાએ બે ત્રણ તમાચા મારી બાળકનું માથું દીવાલ સાથે...
1991 પહેલાં બજેટ મહત્ત્વનું હતું પણ ત્યારે ચેનલો ન હતી માટે તેની બહુ ચર્ચા ન હતી. 1991 પછી બજેટનું મહત્ત્વ ઘટતું ગયું....
હું છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશમાં નથી રહ્યો અને હું જે કંઇ કહું છું તે મારી તાજેતરની કે ઘટનાસ્થળની ભૂમિકાની વાત નથી....
દેશમાં જે કેટલાક કટ્ટર ભાજપ વિરોધી અને મોદી વિરોધી રાજકીય નેતાઓ છે તેમાં તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું...
પારડી : પારડીના (Pardi) બાલાખાડી પાસે મેના એપાર્ટમેન્ટમાં તસ્કરો (Smugglers) ધોળે દિવસે ફ્લેટનું તાળુ તોડી રોકડા, સોના ચાંદીના દાગીના સહીત અંદાજે રૂ....
હથોડા: પાલોદ (Palod) પોલીસ ચોકીની હદમાં આવેલા કોઠવા (kothawa) ગામે મુસ્લિમ ફળિયાના ભરચક એરિયામાંથી ધોળા દહાડે છ બકરાંની (Goats) ચોરી (Theft) થતાં...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લાના ધમણાચાથી (Dhammanacha) ધાનપોર (Dhanpor) ગામ વચ્ચે પુલ (Bridge) બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ગ્રામજનોનું એવું કહેવું છે...
સુરત(Surat): પિતાની (Father) સારવાર કરાવીને ઘરે પરત જઇ રહેલા સાડીના વેપારીને ચપ્પુ બતાવીને તેની એક્ટિવા (Activa) લઇ બે અજાણ્યા ફરાર થઇ ગયા...
કાબુલ(Kabul): ગયા વર્ષે તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યો હતો ત્યારે તેણે લીધેલી પ્રતિજ્ઞાઓ પૈકી એક હતી દેશની માદક દ્રવ્યની સમસ્યા...
અમદાવાદ(Ahmedabad): અમદાવાદની એક શાળાએ (School) સીબીએસઈ બોર્ડની (CBSC Board) મંજૂરી મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ અંગે તાત્કાલિક તપાસ કરી...
કેન્દ્રની મોદી સરકાર પર આક્ષેપો કરવાના હોય ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા અંબાણી અને અદાણીના નામ જરૂર લેવામાં આવે છે....
ભરૂચ(Bharuch): ભરૂચના નન્નુમીયા ઝૂપડપટ્ટીમાં રહેતી વિધવાનાં સંતાન મોબાઈલ ગેમની (Mobile Game) રીસ રાખી તેના દિયરે કહ્યું કે, “તને અને તારી દીકરીઓને બહુ...
વાપી(Vapi): વાપી જીઆઇડીસી (GIDC) થર્ડ ફેસની નિહાલ એન્જિનિયરીંગ વર્ક્સ કંપનીના સંચાલકોએ પંદર-સોળ વર્ષના ચાર કિશોરને ભંગારની ચોરીની શંકા રાખી દોરીથી હાથ બાંધીને...
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો

ગાંધીનગર(Gandhinagar): મોતિયા-અંધત્વમુક્ત ગુજરાત (Gujarat) ઝુંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આગામી ર૦રપ સુધીમાં રાજ્યમાં (Stat) અંધત્વનો દર ઘટાડીને ૦.રપ ટકા સુધી લઇ જવાનો ધ્યેય દર્શાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ રાજ્યમાં અમલી છે. ગુજરાતમાં ર૦૧૪માં થયેલા સરવે મુજબ અંધત્વનો જે દર ૦.૭ ટકા હતો, તે ઘટીને ર૦૧૮-૧૯માં ૦.૩૬ ટકા થયો છે. મુખ્યમંત્રીએ આંખની તથા મોતીયા વિંદની તપાસ કરાવવા આવેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી આંખના તબીબો દ્વારા થઈ રહેલી સારવાર તપાસ પણ નિહાળી હતી.
તેમણે કહ્યું હતું કે, મોતિયાની અસર સામાન્ય રીતે પ૦ વર્ષ પછીની ઉંમરે થતી હોય છે. આની સારવાર સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ મુકાવીને કરાવી શકાય છે. ગુજરાતમાં આ હેતુસર આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં મોતિયા ઓપરેશન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યાં છે. પ્રતિ ૧૦ લાખની વસતીએ ૧૦૦૦થી વધુ મોતિયાનાં ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ પણ જણાવ્યું હતું.
પટેલે કહ્યું હતું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જેનો ખર્ચ ૧૦થી પ૦ હજાર રૂપિયા જેટલો થાય તેવી ફેકો ઇમલ્સીફિકેશન દ્વારા નેત્રમણિવાળા ઓપરેશન ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. એટલું જ નહીં સમગ્ર દેશમાં હાઇડ્રોફોબીક ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ વિનામૂલ્યે પૂરું પાડનારું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં બેય આંખે મોતિયાના કારણે અંધ હોય એટલે કે જેમની દૃષ્ટિ બંને આંખે ૩ મીટર કરતાં પણ ઓછી હોય તેવી તમામ વ્યક્તિઓને શોધીને મોતિયા-અંધત્વમુક્ત ગુજરાતની આ ઝુંબેશ અન્વયે સરકારી હોસ્પિટલો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિનામૂલ્યે ઓપરેશન કરવાનું આયોજન હાથ ધર્યું છે.