‘અમદાવાદમાં જૈન લોકો લારી પર કબાબ નથી ખાય શકતા..’ TMCના આ સાંસદનું વિવાદિત નિવેદન

ગુજરાત: પશ્ચિમ બંગાળના (West Bengal) TMCના સાંસદ મહુઆ મોઈત્રાએ (mahua moitra) જૈન ધર્મ (Jain Religion ) પર સંસદમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મહુઆ મોઈત્રાએ સંસદમાં કહ્યુ હતું કે, સરકાર દેશમાં યોગ્ય વાતાવરણ બનાવી શકી નથી. જૈન યુવકોને ઘરેથી છૂપાઈને માંસાહાર (non veg) ખાવો પડે છે. આ મામલે સંસદમાં TMCના નેતાની વિવાદિત ટિપ્પણીથી ગુજરાતના (Gujarat) નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ( Harsh sanghvi) અને ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (C.R. Patil) આ મામલે વળતો પ્રહાર કર્યો હતો. 

મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ TMC ના સાંસદ મહુવા મોઈત્રા હંમેશા વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે ગુજરાતમાં વસતા જૈન લોકો અંગે વિવાદીત નિવેદન આપ્યું છે. તેમના નિવેદનમાં જૈન ધર્મના લોકો માંસાહાર ભોજન ખાય છે તેવો ઈશારો કરવામાં આ્યો છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે જૈન લોકો ઘરે છૂપાઈને માંસ ખાય છે. મહુવા મોઈત્રાએ સંસદમા આપેલા આ નિવેદન પર સોશિયલ મીડિયામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો મહુઆ પર કાર્યવાહી કરવા માંગ કરી રહ્યાં છે.

રાજકારણમાં જૈન ધર્મ પર નિવેદન શરમજનક છે- ગૃહમંત્રી હર્ષ સંઘવી
આ મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજકારણમાં જૈન ધર્મ પર નિવેદન શરમજનક છે. તો બીજ તરફ વિવાદીત નિવેદન પર પ્રતિક્રિયા આપતા સીઆર પાટીલે કહ્યુ કે, જૈન ધર્મ દુનિયાના પ્રાચીન ધર્મ પૈકી એક છે. જૈન ધર્મ અહિંસા શીખવે છે. જૈન ધર્મ પર મોઈત્રાની વિવાદાસ્પદ ટિપ્પણીને લીધે રોષ જોવા મળી રહ્યો છે. 

સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન TMC સાસંદ મહુવા મોઈત્રાનુ ઉગ્ર રૂપ જોવા મળ્યુ હતું. તેમણે ગોમૂત્રનો હવાલો આપીને બીજેપી સાંસદો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગુજરાતની સરકાર પર આકારા પ્રહાર કર્યા હતા અ્ને કહ્યું હતું કે અમદાવાદમાં જૈન યુવાઓ લારી પર જઈને કબાબ નથી ખાઈ શકતા. તેમના આવા નિવેદન બાદ ગુજરાતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મિડિયા પર TMC સાસંદ વિરુદ્ધ લોકો ટીકાઓ કરી રહ્યા છે.

Most Popular

To Top