Top News

More Posts

   The Latest

Most Popular

સુરત : (Surat) સરથાણામાં (Sarthana) બલેનો ગાડીમાં (Baleno Car) બેસીને અજાણ્યાએ કારમેળાના માલિકને રિવોલ્વર (Revolver) બતાવીને બલેનો ગાડી લઇ ફરાર થઇ ગયો હતો. આ ગાડી નજીકના કોસમાડા ગામ પાસેથી મળી આવી હતી. ઘટનાના બે દિવસ બાદ સરથાણા પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ આ ઘટના લૂંટ નહીં પરંતુ અંગત અદાવત હોવાની શક્યતા વ્યકત કરાઇ હતી. જે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

  • સરથાણાના યોગીચોક પાસે તુલસી દર્શન સોસાયટીમાં રહેતા દિલીપ રાખોલીયા કેનાલ રોડ પર કુબેર કાર મેળો ચલાવે છે
  • શનિવારે બપોરે હિન્દીભાષી યુવકે આવી 5 લાખની બલેનો કાર જોઈ હતી, ડ્રાઈવીંગ સીટ પર બેઠાં બાદ યુવકે રિવોલ્વર કાઢી હતી
  • અજાણ્યા યુવકે દિલીપભાઈને ધમકાવ્યા હતા અને ચાવી લઈ ગાડી લઈ રફૂચક્કર થઈ ગયો હતો
  • સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે, અંગત અદાવતમાં લૂંટ થઈ હોવાની શંકા

સરથાણા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા યોગીચોક પાસે તુલસી દર્શન સોસાયટીમાં રહેતા દિલીપભાઈ વલ્લભભાઈ રાખોલીયા (ઉ.વ.૩૯) સીમાડા કેનાલ રોડ શેતુબંધ હીલની બાજુમાં કુબેર કાર મેળો ચલાવે છે. શનિવારે બપોરના સમયે દિલીપભાઇ કાર મેળામાં બેઠા હતા. આ દરમિયાન હિન્દીમાં વાત કરતા એક યુવકે પાંચ લાખની કિંમતની બલેનો ગાડી જોઇ હતી. ગાડીની બહારથી તપાસ કર્યા બાદ આ યુવક ડ્રાઇવર સીટ ઉપર બેઠો હતો. ત્યારે યુવકે રિવોલ્વર જેવું હથિયાર કાઢીને દિલીપભાઇને ધમકાવ્યા હતા અને ગાડીની ચાવી આપવા માટે કહ્યું હતું.

અજાણ્યાની રિવોલ્વરથી ગભરાઇ ગયેલા દિલીપભાઇએ બલેનો ગાડીની ચાવી આપી દીધી હતી. થોડીવાર બાદ આ યુવક બલેનો ગાડી લઇને ફરાર થઇ ગયો હતો. તપાસ કરવામાં આવતા આ ગાડી નજીકના કોસમાડા ગામ પાસે મળી આવી હતી. બનાવ અંગે દિલીપભાઇએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી હતી. બીજી તરફ અજાણ્યા અને દિલીપભાઇની વચ્ચે બીજી કોઇ બાબતે ખટપટ થઇ હોય અને તેની અદાવત રાખીને કારની લૂંટ ચલાવવામાં આવી હોવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે. આ ગાડી લૂંટ કરાયા બાદ કોસમાડામાં છોડી દેવામાં આવી હોય પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

To Top