જાપાન અને ચાયનામાં ‘યુઝ એન્ડ થ્રો’ નો જે કન્સેપ્ટ અને માનસિકતા છે તેમાં દિવસે દિવસે ખૂબ વધારો થઇ રહ્યો છે. જો કે માણસનો સ્વભાવ અને મન, શરીર પણ નવીનતાને આવકારે છે અને સહર્ષ સ્વીકારે છે તેથી માણસ પોતે સંતોષ અને આનંદની લાગણી અનુભવે છે.
દરેક માણસમાં અનેક ચીજ-વસ્તુઓનો ભંડાર ભરેલો હોય છે, પણ જે બધી રીતે સુખી માણસો પાસે ચીજ-વસ્તુઓ છે તે કેટલી જૂની અને વણવપરાયેલી છે તેની પણ જાણ હોતી નથી એટલે સમય જતાં આવી ચીજ માટે, આવા માણસ માટે આકર્ષણ રહેતું નથી અને તેથી તે તેમને વાપરવાલાયક ગણતા નથી. જાપાન અને ચાયનાનાં લોકોમાં નવીનતાનો ક્રેઝ એટલો બધો છે કે તેમની થોડી વપરાયેલ અને સમય અનુસારની ચીજ-વસ્તુઓ ન હોય તો તે રસ્તાઓની ફૂટપાથ અને લારીઓમાં થોકબંધ ફેંકાયેલી જોવા મળશે. તેમની ચીજ-વસ્તુઓમાં ઘરવપરાશથી લઇને લેખન, પુસ્તકો, આધુનિક ઉપકરણો અને ખાદ્ય વગેરે હોય છે.
દેશના ઉદ્યોગોની વાત કરીએ તો હવે મોડર્ન ટેકનોલોજીના આ યુગમાં તેમના ઉત્પાદનમાં નવીનતાની અત્યંત જરૂરિયાત બની રહી છે. જો તેઓ પોતાના ઉત્પાદનમાં નવીનતા ન લાવે તો તેનું ઉત્પાદન માર્કેટમાં ટકી શકતું નથી એટલે ઉદ્યોગકારે પોતાના ઉદ્યોગને સતત કાર્યશીલ રાખવું હોય તો તેને નવીનતાના રસ્તે સફર કરવી પડીને તેને આવકારવું પડશે. આજના આ જમાનામાં જે કોઇ નવા ઉદ્યોગો સ્થપાય રહ્યા છે તે નવીનતાના કન્સેપ્ટના આધારે હોય છે એટલે આ બાબત હોય તો જ નવો ઉદ્યોગ કાર્યરત થઇ શકે એવું વાતાવરણ હાલમાં સર્જાઇ રહ્યું છે એટલે નવીનીકરણ માટે આધુનિક ઉપકરણો, ઓટોમેશન, કોમ્પ્યુટરાઇઝેશન અને રોબોટ જેવાનો ઉપયોગ વગર હવે ઉદ્યોગ ચાલી શકે કે ટકી શકે એવી કોઇ શકયતાઓ જોવાતી નથી એટલે ઉદ્યોગને સમૃધ્ધ અને પ્રોડકશનલક્ષી બનાવવું હોય તો નવીન અને આધુનિક ઉપકરણ માટેના ઇક્વિપમેન્ટના આવાસોનો સહારો એક આવશ્યક બાબત બની રહી છે.
જૂના અને કાર્યરત હાલના ઉદ્યોગો નવીનતા માટે રીનોવેશનના માર્ગે જઇ રહ્યા છે અને તેઓ પોતે ઇનોવેશનનો માર્ગ અપનાવીને પોતે કંઇક નવું અને બીજાઓ કરતાં જુદું ઉત્પન્ન કરવાના પ્રયત્નશીલ બની રહ્યા છે કારણ હવે આ દુનિયામાં જો બધી રીતનું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો ઇનોવેશન જ કે જે હરીફાઇથી વિમુકત અને લાંબું તેમ જ ગ્રાહકોને આકર્ષક કરતું એક ક્ષેત્ર છે. તેને અપનાવવું રહ્યું. મેડિકલક્ષેત્રે રીસર્ચમાં નવીનીકરણમાં અનેક પ્રકારના નવીન સંશોધનના સફળ પ્રયોગો થઇ રહ્યા છે. માણસનું હૃદય તેના શરીરમાંથી બહાર કાઢી કૃત્રિમ રીતે ચાલુ રાખી બીજાં અંગોનું ઓપરેશન થાય છે અને એનાથી વધુ હવે તો માણસના શરીરમાં વહેતું લોહી પણ બનાવવામાં સફળતા મળી રહી છે. આ જાણી હવે આપણે એમ લાગી રહ્યું છે કે આ તો નવીનીકરણની ટોચની ઉપર ટોચ બની રહી છે.
સુરત શહેરના ઉદ્યોગક્ષેત્રના નવીનીકરણની વાત કરીએ તો આજે ઉદ્યોગકારો ફકત સાડી અને ડ્રેસ મટીરિયલના ઉત્પાદનમાં સંકળાયેલા છે. તેઓ હવે નવીનીકરણ માટે ભારતીય સંરક્ષણક્ષેત્રના ભારતીય સેના માટેના યુનિફોર્મ, ટેન્ટ સ્લીપીંગ બેગ, સેફટી શૂઝ, ગ્લેશિયર ગાદલા, કોટ, હેન્ડ ગ્લોવ્ઝ વગેરે ચીજ-વસ્તુ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
ઉદ્યોગ સિવાય બીજાં અનેક ક્ષેત્રે નવીનીકરણનો પ્રવાહ વેગેલી રીતે વહી રહ્યો છે કારણ હવે એ જ એમના અસ્તિત્વ અને જીવનનો માર્ગ બની રહ્યો છે. ચીજ-વસ્તુની નવીનતા ફકત તેના દેખાવ કે તેની ભવ્યતા માટે નથી રહી પણ તેમાં રહેલા અનેક પ્રકારના ફાયદા અને સફળતા કે જે માણસ આજે વર્ષોથી ઇચ્છાશકિત મેળવવા પ્રયત્ન કરે છે તે નવીનતાથી પ્રાપ્ત થઇ શકે છે.
સુરત શહેરના સી.એ. દ્વારા યોજાયેલ કોન્ફરન્સના અધિકારીઓએ જણાવ્યું છે કે રોજ બદલાતી ટેકનોલોજીને રોજેરોજ શીખવાની જરૂર છે. દુનિયા સતત બદલાતી રહી છે. રેગ્યુલરી દુનિયામાં શું નવું થઇ રહ્યું છે તે જાણો. જો કે નવીનતાનો પ્રતાપ એ આજના માણસ માટે એક પડકાર પણ બની રહ્યો છે, પણ આ પડકારને ઝીલનાર સફળતા અને તેના કાર્ય જે જરૂરી છે તેવી તંદુરસ્તી બક્ષે છે. બે પગો માણસમાં અદ્ભુત શકિતઓ પડેલી છે તેને ઉજાગર કરવા માટે નવીનીકરણના માહોલની જરૂર છે.
કોઇ સંજોગોમાં માણસને કંઇક નવીનતા તરફ જવા માટે ફરજ ઊભી થાય છે. ત્યારે આવી ફરજ ઊભી થાય તે પહેલાં માણસ નવીનતાને સ્વીકારીને તે તરફ પ્રયાણ કરે તો તે બધી રીતે અને પોતે ધારેલ અને જરૂરી વસ્તુ પ્રાપ્ત કરી શકે છે. આ છે નવીનીકરણનાં અદ્ભુત પરિણામલક્ષી લક્ષણો જેનો માણસે હંમેશાં ઉપયોગ કરતા રહેવું જોઇએ.
આ વિચારો લેખકના પોતાના છે